પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 8:32:50 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૯/૦૮/૨૦૧૫ થી તા. ૧૫/૦૮/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૫ તા. ૧૨/૦૮/૧૫ :-  

 

                તા. ૧૨/૦૮/૨૦૧૫ ના રોજ કલાક ૧૯/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર દાહોદ-વલસાડ ઇન્‍ટરસીટીના ફર્સ્‍ટ કલાસમાં અપ ડાઉન કરતા એક પેસેન્‍જરે સુરત રે.પો.સ્‍ટે.માં ફોન કરીને જણાવેલ કે ફર્સ્‍ટ કલાસ ડબ્‍બાની અંદર બે નાના બાળકો કોરીડોર વચ્‍ચે બેસેલા છે તેઓની સાથે તેમના કોઇ વાલી-વારસો નથી તેવી જાણ કરતા પી.એસ.ઓ. એ સ્‍ટેશન ડયુટી પ્‍લે.નં. ૨/૩ ના ફરજ પરના પો.કો. ભાણદાસ ધરમદાસ નાઓને આપેલ સુચના મુજબ તેઓ ટ્રેન ઉપર જઇ સદર બન્‍ને બાળકોને ટ્રેનમાંથી ઉતારી પો.સ્‍ટે.માં લાવી બન્‍ને પૈકી (૧) છોકરી ઉં.વ.૩ ના આશરાની તથા તેની સાથે છોકરો જેની ઉંમર આશરે ૧૫ મહિના જેટલી હોય સદર છોકરીની પુછપરછ કરતા તેણીએ પોતાનુ નામ પ્રિયા રાજુભાઇ રાઠોડ તથા છોકરો પોતાનો નાનો ભાઇ નામે આશિષ રાજુભાઇ રાઠોડ હોવાનુ જણાવેલ તેઓનુ સરનામુ પુંછતા ખબર નથી અને બાળકોના વાલી-વારસોની તપાસ કરતા મળી આવેલ ન હોય બન્‍ને બાળકોની સાર સંભાળ માટે નારીનિકેતન ગૃહ, ગોડદોડ રોડ સુરત ખાતે તેઓના વાલી-વારસો ન આવે ત્‍યાં સુધી મુકવામાં આવેલ છે મળી આવેલ સદર બન્‍ને બાળકોના વાલી-વારસોની તપાસ ચાલુ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૪૨/૧૫ તા. ૧૪/૦૮/૧૫ :-  

 

                તા. ૧૪/૦૮/૧૫ ના રોજ કલાક ૧૬/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ના ઉત્‍તર છેડા પાસે એક છોકરી સ્‍કુલ બેગ સાથે ઉભેલી પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓને જોવામાં આવતા તેનુ નામ ઠામ પુંછતા તેણે તેનુ નામ લક્ષ્‍મી ઉર્ફે પુંજા વિક્રમસિંહ રાજપુત ઉં.વ. ૧૬ ધંધો-અભ્‍યાસ રહે. રામેશ્વર ચાર રસ્‍તા, શાંતી કોલોની, અમદાવાદ વાળી હોવાનુ જણાવતા તેઓની પુછપરછ કરતા તેણીએ પોતાના ભાઇનો મોબાઇલ નંબર આપતા તેને જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા આવતા તેઓની પાસે આઇડીપ્રુફ માંગતા આઇડી પ્રુફમા સરનામુ તથા પિતાજીનુ નામ અલગ પડતુ હોય છોકરીનો કબજો તેઓને સોંપેલ નહીં અને તેઓના માતા-પિતાની ખરાઇ કરવા માટે મેઘાણીનગર પો.સ્‍ટે.માં ફોન કરીને મળી આવેલ છોકરી બાબતે વેરીફાઇ કરવા માટે જાણ કરતા જણાવેલ સરનામે ઓરીજનલ આઇડીપ્રુફ લઇ સુરત રે.પો.સ્‍ટે.માં મોકલી આપવા જણાવેલ બાદ મળી આવેલ છોકરીને સાર-સંભાળ માટે નારીગૃહ ગોડદોડ સુરત ખાતે મુકવામાં આવેલ

                તા. ૧૫/૮/૧૫ ના રોજ સદર છોકરીને સંદિપભાઇ વિક્રમસિંહ રાજપુત રહે. વિજયનગર ગલી નં.-૫, મકાન નં. ૧૭ મેઘાણીનગર અમદાવાદ મુળ રહે. બાંસરી રોડ, કંકરાકોણા થાના બાંસરી, જી. બલીયા (યુ.પી.) વાળા લેવા માટે આવતા યોગ્‍ય પુરાવા રજુ કરતા તેઓનુ નિવેદન લઇ તેઓના પિતા બે વર્ષ પહેલા મરણ ગયેલ હોય તેઓની યાદમાં અમુક વખતે મગજ અપસેટ થઇ જતુ હોવાથી ઘરેથી અવાર-નવાર નિકળી જાય છે અને સદર છોકરી અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશનથી ટ્રેનમાં બેસી સરત તરફ આવી ગયેલાની હકિકત જણાવતા હોય છોકરીનો કબજો નારીગૃહમાંથી મેળવી તેના મોટા ભાઇ નામે સંદિપભાઇ વિક્રમસિંહ રાજપુત ઉં.વ. ૨૦ ધંધો-સિલાઇ કામ રહે. વિજયનગર ગલી નં.-૫, મકાન નં. ૧૭, મેઘાણીનગર, અમદાવાદ નાઓને સોંપવામાં આવેલ છે.

 

 

 

 

પાન-ર

 

(૩)     ગોધરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૮/૧૫ તા. ૧૨/૦૮/૧૫ :-  

 

                તા. ૧૨/૦૮/૨૦૧૫ ના રોજ ગોધરા રે.પો.સ્‍ટે.ના હે.કો. નારસિહભાઇ લક્ષ્‍મણભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હાજર હતા દરમ્‍યાન ગોધરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર એક છોકરો એકલો જોવામાં આવતાં તેની પુછપરછ કરતા તે સાંભળી તેમજ બોલી શકતો ન હોય પરંતુ તેની પાસેથી એક ચિઠ્ઠી મળેલ જેમાં પ્રદિપ નરેશકુમાર યાદવ રહે. ગણેશનગર, નયાપારા, રાધાકૃષ્‍ણ મંદિર પાસે, વીલાસપુર છત્‍તીસગઢ મો.નં. ૭૮૦૩૦૭૦૪૧૯ લખેલ હોય સદર મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી સદર છોકરા બાબતે પુછતા તેઓએ પોતાનો પુત્ર હોવાનુ જણાવતા સદર છોકરાને પત્‍થર તલાવડી ચિલ્‍ડ્રન હોમ ગોધરા ખાતે મોકલી આપેલ

                સદર છોકરા સબંધે સીરગીટી થાના વીલાસપુરમાં ફ.ગુ.ર.નં. ૨૧૪/૧૫ ઇ.પી.કો કલમ-૩૬૩ મુજબનો ગુનો તા. ૧૨/૦૮/૧૫ ના રોજ દાખલ થયેલ હોય સદર પો.સ્‍ટે.ના હે.કો. કપીલરામ પ્‍યારેલાલ શાહુ બ.નં. ૪૮૫ નાઓ તથા સદર છોકરાના પિતા નરેશકુમાર ચૈતરામ યાદવ સાથે તા. ૧૫/૦૮/૧૫ ના રોજ ગોધરા રે.પો.સ્‍ટે.માં આવતા તેઓને પત્‍થર તલાવડી ચિલ્‍ડ્રન હોમ ગોધરા ખાતેથી સદર છોકરો તેઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                         Sd/-

                                                                            I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.