પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:32:37 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૨/૦૮/૨૦૧૫ થી તા. ૦૮/૦૮/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

                       

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૬/૧૫ તા. ૦૬/૦૮/૧૫ :-  

 

                તા. ૦૫/૦૮/૨૦૧૫ ના રોજ પો.કો. રત્‍નાભાઇ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સાંજના કલાક ૧૭/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન ઇસ્‍ટ મુસાફરખાનામાં બે છોકરાઓ એકલા જોતા તેમના નામ ઠામ પુંછતા (૧) રાકેશભાઇ રાજાભાઇ પરમાર ઉં.વ.૧૯, ધંધો-મજુરી, રહે શેરપુરા તા.વડગામ જી. બનાસકાઠા (ર) અજયભાઇ વિનોદભાઇ પરમાર ઉં.વ.૧૬ ધંધો-અભ્‍યાસ, રહે. શેરપુરા તા. વડગામ જી. બનાસકાઠા વાળા હોવાનુ જણાવેલ. તેઓની વધુ પુછપરછ કરતા તેઓ ગઇ        તા. ૦૨/૦૮/૧૫ ના રોજ તેઓના જણાવેલ સરનામે વરછડા ગામેથી સિધ્‍ધી માતાના મંદિરે સવારના કલાક ૦૯/૩૦ વાગ્‍યાની આસપાસ દર્શન કરવા ગયેલ અને દર્શન કરી પરત જવા માટે જીપમાં બેસી છાપી સ્‍ટેન્‍ડ સુધી ગયેલ અને છાપીથી શેરપુરા જવા માટે બીજી જીપમા બેસવા માટે શોધખોળ કરતા દરમ્‍યાન બન્‍ને છોકરાઓને કોઇક મેલી વસ્‍તુનો વળગાડ કરતા જેના કારણે તેઓ બન્‍ને બેહોશ થઇ ગયેલ ત્‍યારબાદ રાકેશને હોંશ આવતા તેઓ બન્‍ને એક પીકઅપ ડાલોજીપ સિલ્‍વર કલરની જીપમા હતા, જીપમા જોતા ડ્રાઇવર કે કોઇ માણસ જોવા ન મળતા  અજયને જગાડેલ અને  જીપમાંથી ઉતરીને રસ્‍તે જતા પેસેન્‍જરોને પુછતા સુરત હાઇવે હોવાનુ જણાવતા બન્‍ને જણા પુછતા પુછતા સુરત શહેર તરફ આવેલ અને સુરત રેલ્‍વે સ્‍ટેશને આવીને પોલીસ પાસે મદદ માંગતા મળી આવેલ બન્‍ને છોકરાઓને સુરત રેલ્‍વે પોલીસ સ્‍ટેશન લઇ આવી તેમના માતા-પિતાના કોન્‍ટેક નંબરો આપતા  રાકેશના પિતાનો મો.ફોન ઉપર સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ જે બન્‍ને છોકરાઓ ગુમ થયા અંગેની છાપી પોલીસ સ્‍ટેશનમાં મીસીંગ દાખલ કરાવેલ છે તેવુ જણાવતા, છાપી પો.સ્‍ટે.મા આ બન્‍ને છોકરાઓ મળી આવ્‍યા બાબતે જાણ કરતા, છાપી પો.સ્‍ટે.માંથી હે.કો. ગંભીરસિંહ કાનસિંહ બ.નં. ૧૧૧૧ નાઓ છોકરાઓના વાલીઓ સાથે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા બન્‍ને છોકરાઓને રાજાભાઇ ખેમાભાઇ પરમાર રહે. સદર તથા છાપી પો.સ્‍ટે.ના હે.કો.ની રૂબરૂમાં કાયદેસર કાર્યવાહી કરી સોંપવામાં     આવેલ છે.

 

 

                                                                                                         Sd/-

                                                                            પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.