પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૯/૦૭/૨૦૧૫ થી તા. ૨૫/૦૭/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૧/૧૫ તા. ૨૭/૦૭/૧૫ :-
તા. ૨૦/૦૭/૨૦૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૯/૪૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ના વચ્ચેના ભાગે પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો બેઠેલ જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ગૌરવનાથ સ/ઓ રમેશચંદ્ર ત્રિપાઠી, ઉં.વ.૧૫, ધંધો-અભ્યાસ, રહે. ગલી નં.-૮, મકાન નં. ૧૧૬ ઇસ્ટ ઓફ કૈલાસઘડી નવી દિલ્હી વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે તેના મોટા બાપુજીના છોકરા નામે સુનિલ તારાશંકર ત્રિપાઠી રહે. સુરત નાઓના ઘરે કોઇને પણ જાણ કર્યા વગર ફરવા માટે આવેલ હોવાનુ જણાવતા તેઓના પિતાજીના મો.નં. ઉપર જાણ કરતા તેઓએ તેમના ભત્રીજા નામે સુનિલનો મો.ફોન નંબર આપતા તેઓને જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.માં તેમના કાકાના છોકરા ગૌરવનાથનો કબજો લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના કાકા સુનિલ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૨/૧૫ તા. ૨૨/૦૭/૧૫ :-
તા. ૨૨/૦૭/૨૦૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૪/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ના દક્ષિણ છેડા પાસે એક છોકરો એકલો સ્કુલ બેગ સાથે બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સત્યમસીંઘ વા/ઓ વિરેન્દ્રસીંઘ જાતે-સીંઘ, ઉં.વ.૧૩, ધંધો-અભ્યાસ, રહે. હરીઓમનગર પ્લોટ નં. ૩૩૦, બામરોલી રોડ, પોલીસ કોલોની પાછળ, પાંડેસરા હાઉસીંગ, સુરત વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેને ભણવામા મન ન લાગતા સ્કુલે જવાને બદલે રીક્ષામા બેસી સુરત રેલ્વે સ્ટેશન આવેલ હોવાનુ જણાવતા છોકરાએ જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેની માતા નામે બબલીબેન વા/ઓ વિરેન્દ્રસીંઘ રહે. સદર નાઓ ઘરે મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેની માતા નામે બબલીબેનને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૩) ગોધરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૨/૧૫ તા. ૨૪/૦૭/૧૫ :-
તા. ૨૩/૦૭/૨૦૧૫ ના રોજ હે.કો. ભગાભાઇ લખાભાઇ તથા પો.કો. ફતેસિંહ જશુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૨૧/૧૫ વાગે ગોધરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર અવંતીકા એકસ. ટ્રેનના કોચ નં. એસ/૨ માંથી બે છોકરા એકલા નીચે ઉતરતા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) સાબાજ સઇદ જાતે-બજાડીયા ઉં.વ.૧૪, ધંધો-અભ્યાસ, રહે. ઉર્દુ સ્કુલ પાસે, કસબા આંમલી ફળીયા, દાહોદ (ર) જાસ્મીન મુસ્તાકભાઇ પીંજારા ઉં.વ.૧૪ ધંધો-અભ્યાસ, રહે. મોટા ઘાંચીવાડ, ફાતીમા મસ્જીદની નીચે દાહોદ (૩) અંસાર સિદ્દીક મણા ઉં.વ.૨૪, ધંધો-અભ્યાસ, રહે. મોટા ઘાંચીવાડની બાજુમા, મસ્જીદ પાસે, દાહોદ વાળા હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેઓ ભણવા માટે જતા ન હોય અને સ્કુલમાંથી ફોન આવતા તેઓ ગભરાઇને નિકળી ગયેલ હોય તેઓના વાલી-વારસોને જાણ કરી પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી ત્રણેય બાળકો તેમના વાલી-વારસોને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
પાન-ર
(૪) ગોધરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૭/૧૫ તા. ૨૫/૦૭/૧૫ :-
તા. ૨૫/૦૭/૨૦૧૫ ના રોજ હે.કો. ભગાભાઇ લખાભાઇ તથા પો.કો. ફતેસિંહ જશુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે ગોધરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.-ર ઉપર બાંકડા ઉપર એક બાળક એકલો જોવામાં આવતાં તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અજયભાઇ મલસંગભાઇ નિસરતા ઉં.વ.૧૫, ધંધો-અભ્યાસ રહે. ગામ રળીયાત ગુર્જર, તા. ઝાલોદ, જી. દાહોદ વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે દાહોદ આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતો હતો અને પોતાને ભણવામા મન ન લાગતા આશ્રમ શાળા માંથી ભાગી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતાનો મોબાઇલ નંબર આપતા તેઓનો મો.ફોન ઉપર જાણ કરતા તેઓએ જણાવેલ કે લીમડી પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં. ૧૧૩/૧૫ ઇ.પી.કો.કલમ-૩૬૩ મુજબ ગુનો દાખલ કરાવેલ હોય જેથી લીમડી પો.સ્ટે.ના હે.કો. બળવંતસિંહ ખુમાનભાઇ બ.નં. ૭૭૬ તેમજ બાળકના પિતા નામે મલસીંગભાઇ વરસીંગભાઇ નિસરતાનાઓ સાથે પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના પિતા તથા લીમડી પો.સ્ટે.ના હે.કો.ને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.