પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 10:55:29 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૮/૦૬/૨૦૧૫ થી તા. ૦૪/૦૭/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

                       

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૫ તા. ૨૮/૦૬/૧૫ :-  

 

                તા. ૨૮/૦૬/૨૦૧૫ ના રોજ વુ.હે.કો. ગીતાબેન છનાભાઇ બ.નં. ૪૦૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૩/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના ઉત્‍તર છેડા પાસે આર.એમ.એસ. ઓફીસ સામે ખુલ્‍લી જગ્‍યામાં એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ગીતાબેન વા/ઓ દીનાનાથ વાણીયા, ઉં.વ.૩૨, ધંધો-ઘરકામ, રહે. મુગરાબાદ શાહપુર થાના બાદશાહપુર જી. જોનપુર (યુ.પી.) હાલ-રચના સોસાયટી પાછળ માતૃશકિત રોડ રામકૃપા સોસાયટી મ.નં. ૧૦૩, સુરત વાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેણીને તેના પતિ સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા જેથી સદર મહિલાને સાથે લઇ જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેનો પતિ નામે દીનાનાથ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર મહિલા તેના પતિ નામે દીનાનાથ વાણીયા નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૧૫ તા. ૩૦/૦૬/૧૫ :-  

 

                તા. ૩૦/૦૬/૨૦૧૫ ના રોજ વુ.હે.કો. ગીતાબેન છનાભાઇ બ.નં. ૪૦૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૦/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ડીમ્‍પલ વા/ઓ મહેશભાઇ વેડસે, ઉં.વ.૨૧, ધંધો-ઘરકામ, રહે. મરાઠી સ્‍કુલ શાળા નં.-૯ ની પાછળ તા.જી. નંદુરબાર (મહારાષ્‍ટ્ર) વાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેનો પતિ દારૂ પીવાના કારણે તેઓની વચ્‍ચે અવાર-નવાર ઝઘડો તેમજ બોલાચાલી થતી હતી જેના કારણે મનમાં લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા અને તેના પતિનો મોબાઇલ ઉપર ફોનથી કોન્‍ટેકટ કરતા તેનો પતિ સુરત રે.પો.સ્‍ટે.માં તેણીને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર મહિલા તેના પતિ નામે મહેશ રમેશભાઇ રહે સદર નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૫ તા. ૦૨/૦૭/૧૫ :-  

 

                તા. ૦૨/૦૭/૨૦૧૫ ના રોજ વુ.હે.કો. ગીતાબેન શનાભાઇ બ.નં. ૪૦૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૯/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર બેસવાના બાંકડા ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સુયતા ડો/ઓ હેમંતો રાવ  ઉં.વ.૨૧, ધંધો-નર્સીંગ, રહે. અરવિંદ પોર્લી બંગાલ ભદ્રેસર પાલબંગાલ જી. હુગલી વેસ્‍ટ બંગાળ વાળી હોવાનુ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે તેના વતનથી સુરત ગુજરાતમાં સરીતા શેખાની બંગાલ નં.-૧ મેઘદુત સોસાયટી સામે, હેડ કવાર્ટર પોલીસ લાઇન સામે સુરતના સરનામે કામ કરવા માટે ગણેશ બ્યુરોના નંબર ૯૮૩૦૭૮૫૯ થી ફોન કરીને સુરત બોલાવેલ પરંતુ જણાવેલ સુરતના સરનામે જવા માટે સુરત રેલ્વે સ્ટેશન ઉપર ઉતરેલ પરંતુ સદર છોકરીને હિન્દીં, ગુજરાતી કે ઇંગ્લીશ ભાષા આવડતી ન હોય અને ફકત્ત બંગાળી ભાષા આવડતી હોવાનુ જણાવતા તેની પાસેથી સુરતના બતાવેલ સરનામાની અંદર મોબાઇલ નંબર ૯૯૭૮૨૪૪૧૧૧ જણાવેલ હોય તેના ઉપર ફોન કરતા વિનીત્ત વિમલભાઇ શેખાની નાઓને સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં બોલાવી સદર મળી આવેલ છોકરી

 

પાન-ર

 

        ...બાબતે પુંછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમોએ ટેલીફોનથી ગણેશ બ્યુરોમાંથી અમારી નાની દોઢ વર્ષની છોકરીની દેખભાળ કરવા માટે અમોએ સારી છોકરી બોલાવેલ છે તેમ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરીનો કબજો વિનીત વિમલભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૫ તા. ૦૨/૦૭/૧૫ :-  

 

                તા. ૦૨/૦૭/૨૦૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૪/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર વચ્‍ચેના ભાગે જુની પાર્સલ ઓફીસની બાજુમાં એક છોકરો એકલો જોવામાં આવતાં તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ જહુર સ/ઓ મોમરીશ શેખ, ઉં.વ.૧૧, ધંધો-અભ્‍યાસ રહે. ભાડસાપુર થાના મોહનપુર જી. મેદનીપુર વેસ્‍ટ બંગાલ હાલ રહે. નવસારી બજાર, સુરત વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે હાલના જણાવેલ સરનામેથી કોઇને પણ જાણ કર્યા સિવાય નિકળી આવેલ હોવાનુ જણાવેલ અને તે વેસ્‍ટ બંગાળથી તેના પિતા સાથે ફરવા માટે એક મહિના પહેલા આવેલ હોવાનુ જણાવે છે અને સદર છોકરાને હાલનુ સરનામુ યાદ ન હોવાથી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના પિતાનો મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરતા તેઓ પો.સ્‍ટે. આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૫)     ડભોઇ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૯/૧૫ તા. ૦૨/૦૭/૧૫ :-

 

                તા. ૦૨/૦૭/૨૦૧૫ ના રોજ પો.કો. મનહરભાઇ શંકરભાઇ બ.નં. ૮૩૫ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૧/૧૫ વાગે વડોદરાથી છોટાઉદેપુર તરફ જતી ટ્રેન વખતે ડભોઇ રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક છોકરો એકલો રડતો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રજાનભાઇ સરદારભાઇ રાઠવા ઉં.વ. ૮, રહે. બોરકુવા તા.જી. અલીરાજપુર હાલ-ઢોલાર તા. ડભોઇ જી. વડોદરા વાળો હોવાનુ અને તે તેના વાલી-વારસોથી વિખુટો પડી ગયેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોની સ્‍ટેશન વિસ્‍તારમાં તપાસ કરતા દરમ્‍યાન તેના પિતા સરદારભાઇ મગનભાઇ રાઠવા ઉં.વ.૪૫, ધંધો-મજુરી, રહે. સદર વાળા પણ તેના છોકરાને શોધતા શોધતા સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ અને પોતાના છોકરાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરાને તેના પિતા નામે સરદારભાઇ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

 

                                                                                                        Sd/-

                                                                            પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.