પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 10:14:37 PM

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૪/૦૬/૨૦૧૫ થી તા. ૨૦/૦૬/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

                       

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૫ તા. ૧૬/૦૬/૧૫ :-  

 

                તા. ૧૬/૦૬/૨૦૧૫ ના રોજ એ.એસ.આઇ. અર્જુનભાઇ કહજીભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના વચ્‍ચેના ભાગે પેસેન્‍જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો સુંતેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રીશુસિંહ સ/ઓ પ્રદુનાથસિંહ રાજપુત ઉં.વ. ૧૬, ધંધો-અભ્‍યાસ, રહે. નોયડા ૧૯ સુલતાનપુર દિલ્‍હી વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે દોઢ મહિલા પહેલા સુરતમા રહેતા તેમના કાકાના છોકરા નામે ભોજસીંગ ઓમકારસીંગ નાઓ સાથે ફરવા માટે આવેલ પરંતુ તેને સુરતમાં ગમતુ ન હોય જેના કારણે તે તેમના કાકાના છોકરાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી દિલ્‍હી જવા માટે આવેલ પરંતુ ટીકીટના પૈસા ન હોવાના કારણે સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના કાકાના છોકરા નામે ભોજસીંગ ઓમકારસીંગ રાજપુત ઉં.વ.૩૦, ધંધો-પ્રાઇવેટ કંપનીમા નોંકરી રહે. ૧૨૩ શ્રીનાથજી સોસાયટી, રૂક્ષમણી એપાર્ટમેન્‍ટ સામે પુનાગામ, સુરત ના સરનામે જઇ તપાસ કરતા તેના કાકાનો છોકરો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના કાકા નામે ભોજસીંગ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૫ તા. ૧૭/૦૬/૧૫ :-  

 

                તા. ૧૭/૦૬/૨૦૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૫/૦૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર માછલી ઘર પાસે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રોહિત સ/ઓ છેદીલાલ વર્મા, ઉં.વ.૧૩, ધંધો-અભ્‍યાસ, રહે. ગામ શિવલકર્ય પુર્વ થાના લાલગંજ જી. પ્રતાપગઢ (યુ.પી.) વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તેના ફોઇ-ફુવા સુરત ગુજરાતમાં રહેતા હોય તેમના ઘરે ફરવા માટે તેના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વિના નિકળી આવેલ અને તેના ફોઇ-ફુવાનુ નામ સરનામુ પુંછતા તેના ફુવા નામે સુનવર રામજયાવન વર્મા, ઉં.વ.૩૦, ધંધો-કંપનીમા નોંકરી, રહે. યોગેશ્વરનગર સોસાયટી, ચલથાણ તા. પલસાણા જી. સુરત નુ સરનામું જણાવતા સદર છોકરાને સાથે લઇ જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેના ફુવા ઘરે મળી આવતા તેઓએ જણાવેલ કે આ મારા સાળા છેદીલાલનો છોકરો છે તેવુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના ફુવા સુનવરને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     ડભોઇ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૦/૧૫ તા. ૧૮/૦૬/૧૫ :-  

 

                તા. ૧૮/૦૬/૨૦૧૫ ના રોજ વુમન હે.કો. ઉર્મિલાબેન જશુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે ડભોઇ રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક છોકરો એકલો રડતો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ફરહાન કુરબાન દિવાન ઉં.વ.૪ રહે. દરગાહ પાસે, ડભોઇ વાળો હોવાનુ જણાવતા તપાસ કરતા દરમ્‍યાન તેના વાલી-વારસો પણ સદર છોકરાને શોધતા શોધતા સ્‍ટેશન ઉપર આવેલ અને સદર છોકરાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરો તેના પિતા નામે કુરબાનભાઇ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

 

પાન-ર

 

(૪)     ડભોઇ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૧/૧૫ તા. ૧૯/૦૬/૧૫ :-

 

                તા. ૧૯/૦૬/૨૦૧૫ ના રોજ હે.કો. શંકરભાઇ ગમજીભાઇ બ.નં. ૭૧૫ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે બોડેલી રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર એક છોકરી એકલી બેઠેલી રડતી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ તનીશન ડો/ઓ મહેશભાઇ હરીજન ઉં.વ. ૩, રહે. જુની બોડેલી કોઠી ફળીયા તા. બોડેલી જી. છોટાઉદેપુર વાળી હોવાનુ અને તે તેના વાલી-વારસોથી વિખુટી પડી ગયેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોની તપાસ કરતા દરમ્‍યાન એક ઇસમ તેની પત્‍ની સાથે આવેલ જેનુ નામ મહેશભાઇ બાબુભાઇ હરીજન ઉં.વ. ૨૮, ધંધો-મજુરી, રહે. જુની બોડેલી કોઠી ફળીયા તા. બોડેલી જી. છોટાઉદેપુર વાળા પણ તેની છોકરીને શોધતા શોધતા આવેલ અને પોતાની છોકરીને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરી તેના પિતા નામે મહેશભાઇ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

(૫)     ડભોઇ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૫ તા. ૨૦/૦૬/૧૫ :-  

 

                તા. ૨૦/૦૬/૨૦૧૫ ના રોજ એ.એસ.આઇ. નટવરસિંહ સોમસિંહ તથા પો.કો. શાંતીલાલ છગનભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે પ્રતાપનગર રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ઉપર એક છોકરી ઉં.વ. ૨ થી ૩ ના આશરાની એકલી જોવામાં આવતાં તેનુ નામ પુછતા બતાવી શકતી ન હોય જેના વાલી-વારસોની તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇન ઉપર સંપર્ક કરી ચાઇલ્‍ડ ઓફીસર શ્રી અચલેશ પટેલ અને નંદાબેન સાવંત નાઓને પો.સ્‍ટે.માં બોલાવી રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. 

 

 

                                                                                                        Sd/-

                                                                            પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.