પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૭/૦૬/૨૦૧૫ થી તા. ૧૩/૦૬/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) વલસાડ રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૧૫ તા. ૦૯/૦૬/૧૫ :-
તા. ૦૯/૦૬/૨૦૧૫ ના રોજ એ.એસ.આઇ. મનુભાઇ કેસુરભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે વાપી રેલ્વે સ્ટેશને એક સ્ત્રી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ગોપીબેન વા/ઓ બિરેનભાઇ કંચનલાલ ઠક્કર ઉં.વ. ૪૨, ધંધો-ઘરકામ, રહે. વારસીયા, હરણી રોડ, વડોદરા વાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે ઘરેથી બોલાચાલી કરી મનમાં લાગી આવતા કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના પતિ નામે બિરેનભાઇનો મોબાઇલ નંબર આપતા મો.ફોન ઉપર તેઓનો સંપર્ક કરતા તેના પતિએ જણાવેલ કે તેઓના સબંધી નામે લક્ષ્મીકાંત નાગરદાસ જાતે-ઠક્કર ઉં.વ.૬૮, રહે. ૧૨/એ, નવજીવન કોલોની, ગોહરબાગ, બીલીમોરા, તા. ગણદેવી, જી. નવસારી વાળાને કબજો સોંપવા જણાવતા અને તેઓ વલસાડ રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર સ્ત્રી તેઓના સબંધી નામે લક્ષ્મીકાંત નાગરદાસ નાઓને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૬/૧૫ તા. ૦૭/૦૬/૧૫ :-
તા. ૦૭/૦૬/૨૦૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૨૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર એક નાની છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ કાજલબેન ડો/ઓ રાજુભાઇ જાતે-ગોસાઇ, ઉં.વ.૧૧, ધંધો-અભ્યાસ, રહે. હાલ-બલેશ્વર આતીફ હાઉસ, મકાન નં.-૧૨, તા. પલસાણા જી. સુરત વાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે પોતાને તથા પોતાની માતાને પોતાના પિતા અવાર-નવાર મારઝુંડ કરતા હોય ઘરે કોઇને પણ જાણ કર્યા વિના નિકળી આવેલ અને મુંબઇ ખાતે રહેતી તેમની નાની નામે જયશ્રીબેન નાઓના ઘરે જવા માટે રેલ્વે સ્ટેશન આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોની તપાસ થવા સારૂ પલસાણા પો.સ્ટે.માં જાણ કરેલ છે સદરી મળી આવેલ છોકરીના વાલી-વારસો ન આવે ત્યાં સુધી તેની સંભાળ માટે નારી સંરક્ષણ ગૃહ ઘોડદોડ રોડ સુરત ખાતે સોંપવામાં આવેલ બાદ તા. ૦૮/૦૬/૧૫ ના રોજ તેના પિતા નામે રાજુભાઇ વિજયભાઇ ગોસાઇ ઉં.વ.૩૨, ધંધો-મજુરી, રહે. સદરવાળા સુરત રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા તેઓ સાથે નારી સંરક્ષણ ગૃહમાં જઇ છોકરીનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.