પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૧/૦૫/૨૦૧૫ થી તા. ૦૬/૦૬/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૩/૧૫ તા. ૩૧/૦૫/૧૫ :-
તા. ૩૧/૦૫/૨૦૧૫ ના રોજ હે.કો. મહેશભાઇ રણછોડભાઇ બ.નં. ૭૩૯ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૦૮/૧૫ વાગે કોસંબા રેલ્વે સ્ટેશન પ્લે.નં. ર ઉપર પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ દિપક સ/ઓ દેવબરત જાતે-બાટી ઉં.વ.૧૨, ધંધો-અભ્યાસ, રહે. કડોદરા મેવાડ ભવન, રૂમ નં.-૩ પપ્પુભાઇના ભાડાના મકાનમાં બાલાજી ગ્રીન સીટી સુરત વાળો હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે તે તેના મામા રાજેન્દ્રપ્રસાદ નાઓ સાથે સુરત રે.સ્ટે. યુ.પી.થી આવતા સગા-વ્હાલાને લેવા માટે ગયેલ અને તેઓની સાથેથી પેસેન્જરોની ભીડમાં વિખુટો પડી ગયેલ અને બીજી ટ્રેનમાં બેસી કોસંબા રે.સ્ટે. આવેલ હોવાનુ જણાવતા તેના જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેના પિતા નામે દેવરત સુરવીર બાટી ઉં.વ.૪૦ ધંધો-નોંકરી નાઓ મળી આવતા અને તેમની પાસે પુરતા પુરાવા ન હોવાથી તેના મામા નામે રાજેન્દ્રપ્રસાદ સ/ઓ પરશુરામપ્રસાદ બાટી રહે. સદર વાળા પાસેથી પુરાવા મેળવી કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના મામાને રૂબરૂમા સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૯/૧૫ તા. ૦૫/૦૬/૧૫ :-
તા. ૦૫/૦૬/૨૦૧૫ ના રોજ વુમન હે.કો. દક્ષાબેન કીકુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૦/૩૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ના વચ્ચેના ભાગે બ્રીજ પાસે એક સ્ત્રી એકલી રડતી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સંતોષબાઇ વા/ઓ વિજયભાઇ જાતે-ઠાકુર, ઉં.વ.૩૦, ધંધો-ઘરકામ, રહે. મરોલી મનીસ પેકેજીંગની પાછળ, ફાર્મહાઉસમાં મરોલી જી. નવસારીવાળી હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે પોતાને પોતાના પતિ સાથે તા. ૦૪/૦૬/૧૫ ના રોજ રાત્રીના ટી.વી. જોવા બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વિના સવારના નિકળી ગયેલ હોવાનુ જણાવતા તેના પતિની તપાસ થવા સારૂ નવસારી જલાલપોર પો.સ્ટે.માં વર્ધી લખાવી જાણ કરતા મરોલી આ.પો.ના પોલીસ માણસો જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેના પતિ નામે વિજયભાઇ જાતે-ઠાકુરનાઓ મળી આવેલ અને તેમને તેમની પત્ની વિશે જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદરી સ્ત્રીને તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.