પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:01:09 PM

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૬/૦૪/૨૦૧૫ થી તા. ૦૨/૦૫/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

        

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૫ તા. ૨૭/૦૪/૧૫ :-

 

                તા. ૨૭/૦૪/૨૦૧૫ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ બ.નં. ૪૦૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૯/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફરખાનામાં ટીકીટ બારી પાસે એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રાધાબેન વા/ઓ રાહુલકુમાર જાતે-કેવટ ઉં.વ.૧૮, ધંધો-ઘરકામ, રહે. હાલ વરાછા રોડ ચીકુવાડી પાણીની ટાંકી પાસે વરાછા, સુરત મુળ-ગામ ગંગાપુર થાના ભદોહી, જી. સંતરવીદાસનગર (યુ.પી.) વાળી હોવાનુ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે, તેના પતિ રાહુલ સાથે શાકભાજી બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા તેનો પતિ ન્‍હાવા જતા દરમ્‍યાન ઘરે કોઇને પણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના પતિનો મોબાઇલ નંબર આપતા ફોન ઉપર સંપર્ક કરતા તેનો પતિ રાહુલકુમાર સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરી તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૫ તા. ૨૭/૦૪/૧૫ :-

 

                તા. ૨૭/૦૪/૨૦૧૫ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૬/૦૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના વચ્‍ચેના ભાગે બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ગોપાલ સ/ઓ ભાનીયા જાતે-ખીચી ઉં.વ.૧૫, ધંધો-અભ્‍યાસ, રહે. ગામ પેટલાવાદીયા તા. સરદારપુર જી. ધાર (એમ.પી.) વાળો હોવાનુ અને તેની વધુ પુછપરછ કરતા જણાવેલ કે, તે તેના મામા નામે પુષ્‍પભાઇ માંગીલાલ બગાડા રહે. ભરથાણા ગંગામાતાના મંદિર પાસે સુરતવાળાના ઘરે વતનમાં જાણ કર્યા વગર ફરવા માટે આવેલ હોવાનુ જણાવતા તેના મામાનો મોબાઇલ નંબર આપતા ફોન ઉપર સંપર્ક કરતા તેના મામા નામે પુષ્‍પભાઇ માંગીલાલ નાઓ સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના મામાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

                                                                                                      Sd/-

                                                                          I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.