પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:07:08 PM

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૨/૦૪/૨૦૧૫ થી તા. ૧૮/૦૪/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

        

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૧/૧૫ તા. ૨૩/૦૩/૧૫ :-

 

                સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પો.ઇન્‍સ.શ્રીની સુચના મુજબ રેલ્‍વે ટ્રેનોમા લેડીઝ પર્સની ચોરી અંગેના નોંધાયેલ ગુનાઓ અંગે તપાસ કરવા જણાવતા સર્વેલન્‍સના હે.કો. કીરીટસિંહ તથા પો.કો. ગંભીરસિંહ તથા અન્‍ય પોલીસ માણસોએ મહત્‍વની ટ્રેનોમાં વોચ કરતા દરમ્‍યાન એક ઇસમ શકમંદ હાલતમાં મળી આવતા પુછપરછ કરતા દરમ્‍યાન પોતાનુ નામ વિક્રમ ઉર્ફે વિક્કીયા S/O પોમારામ જાતે, પરમાર(ઘાંચી) ઉ.વ.૨૨ ધંધો. બેકાર રહે. દિપકમલ એપાર્ટમેન્ટ, રૂમ નંબર-૧૦૪, પહેલા માળે, બોમ્બે માર્કેટની સામે, ત્રિકમનગર, વરાછા, સુરત મુળ રહે. ગામ-સુથારો કા ગુડા, ઘર નં. ૧૧૪, પોસ્ટ. સાદરી તા.દેસુરી, જિલ્લો-પાલી રાજસ્થાન વાળો હોવાનુ જણાવતા અને પુછપરછ દરમ્‍યાન રેલ્‍વે ટ્રેનોમાં લેડીઝ પર્સની ચોરી કરેલાની હકિકત જણાવતા કાયદેસર કાર્યવાહી કરી મજકુરને તા. ૨૩/૦૩/૧૫ ના ક. ૨૦/૦૫ વાગે અટક કરવામાં આવેલ તેની પાસેથી કિંમત રૂ. ૮,૪૪,૩૫૦/- ની મતાના સોના-ચાંદીના દાગીના મોબાઇલ ફોનો, રોકડ રકમ, લેડીઝ પર્સો, ઘડીયાળો વિગેરે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ જે અંગે તપાસ કરી કુલ ૧૯ ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે. જેમાં સુરત રે.પો.સ્‍ટે.ના-૧૦, ભરૂચ રે.પો.સ્‍ટે.ના-ર, વડોદરા રે.પો.સ્‍ટે.ના-૬, ગોધરા રે.પો.સ્‍ટે.ના-૧ એ રીતેના ગુના શોધી મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                           પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.