પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 9:39:37 PM

 

પશ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૫/૦૪/૨૦૧૫ થી તા. ૧૧/૦૪/૨૦૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

        

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૯/૧૫ તા. ૦૮/૦૪/૧૫ :-

                તા. ૦૮/૦૪/૨૦૧૫ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એ.એસ.આઈ. જયાબેન જગમાલભાઈ બ.નં. ૪૦૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૧/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્લેટફોર્મ-૧ ઉપર માછલીઘર પાસે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ વિષ્ણુ રમેશભાઈ ઠાકોર ઉં.વ.૧૦, ધંધો અભ્યાસ રહે. મીયાગામ કરજણ જલારામનગર સંતોષનગર ભાથીજી મંદિર પાસે જી. વડોદરા વાળો હોવાનુ અને પિતાજી અમદાવાદ નાના ચીલોડા ખાતે રહી ટ્રક ડ્રાઈવીંગ કરતા હોય કરજણથી તેઓની સાથે ગયેલ અને ત્યાં નહી ફાવતાં પિતાજી ટ્રક ચલાવવા જતા અમદાવાદ નાના ચીલોડાથી કોઈને જાણ કર્યા વગર સીટી બસમાં બેસી કાલુપુર રેલ્વે સ્ટેશને આવી મુંબઈ જતી લોકલ ટ્રેનમાં બેસી કરજણ આવતા ટ્રેનમાં ઉધી જતાં મુબઈ પહોંચી ગયેલ અને મુંબઈથી પરત વડોદરા તરફ આવતી ટ્રેનમાં બેસી ગયેલ અને સુરત રેલ્વે સ્ટેશને ઉતરેલ હોવાનું જણાવતાં કરજણ રેલ્વે આઉટ પોસ્ટના હે.કો. ગુણવંતભાઈ બચુભાઈ નાઓને કરજણના જણાવેલ સરનામે વાલીવારસોની તપાસ કરવા જણાવતાં તેઓએ તપાસ કરતાં વિષ્ણુ રમેશભાઈ ઠાકોરના માતા નામે રેશમબેન રમેશભાઇ ઠાકોર મળી આવતાં તેઓને જાણ કરતાં તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં તેને લેવા માટે આવતાં કાયદેસરની કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૪૨/૧૫ તા. ૦૮/૦૪/૧૫ :-

                તા. ૦૮/૦૪/૨૦૧૫ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઈ બ.નં. ૮૭૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૭/૪૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન બહાર પાર્કીગમાં  એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ આશીષ રાજુ ઠાકુર ઉં.વ.૧૧, ધંધો અભ્યાસ બુલ્મ સ્કુલમાં રહે. નવી દિલ્હી જહાંગીરપુરી, દીવ બસ્‍તી આનંદ વિહાર તાજ હાઈવે ગોલ ચક્કર કાચી કોલોની દિલ્હી મુળ રહે. બિહાર વાળો હોવાનુ અને તેમના બનેવી નામે ચંદનકુમાર ગીરી નાઓ સાથે બન્ને દિલ્હીથી સુરત તેમના બનેવીના ઘરે તેઓની સાથે આવતા સુરત રેલ્વે સ્ટેશને ટ્રેનમાંથી ઉતરી બન્ને એક બીજાનો હાથ પકડી જતા હતા ત્યારે પેસેંજરોની ભીડમાં બનેવીનો હાથ છુટી જતા વિખુટો પડી ગયેલ હોવાનું જણાવતાં તેઓના વાલીવારસોના સંપર્ક નંબર માંગતા નહિ હોવાનું તથા તેઓના બનેવી સુરતમાં રહેતા હોય તે જ્ગ્યાનું સરનામું યાદ ન હોવાથી તેની સાર-સંભાળ માટે છોકરાને શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

 

 

પાન-ર

 

(૨)     ગોધરા  રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૫ તા. ૦૪/૦૪/૧૫ :-

                તા. ૦૪/૦૪/૨૦૧૫ ના રોજ એક પેસેન્જર બાઈ નામે સ્વાતીબેન માગુસિંહ વાધેલા ઉ.વ. ૨૬ ધંધો એડવોકેટ રહે. ખાડી ફરીળા ગોધરા નાઓએ કલાક ૦૫/૧૦ વાગે શાંતી એકસપ્રેસ ટ્રેનામાંથી એક છોકરી લાવી પોલીસ સ્ટેશન ઓફીસર પાસે રજુ કરતાં એ.એસ.આઈ.શ્રી કિરણસિંહ મોહનસિંહ નાઓએ  મહિલા પો.કો. પુષ્‍પાબેન નાઓની સાથે સદરી છોકરીની પુછપરછ કરતા તેણીએ તેનુ નામ કિરણબેન શંકરજી શાલવી ઉ.વ.૧૩ ધંધો અભ્યાસ રહે. ઉદેપુર સેકટર-૮, કસ્તી-બસ્તી હોવાનુ અને ભણવા બાબતે તેના પિતાએ ઠપકો આપતાં ઘરેથી રીસાઈને નીકળી આવેલ હોવાનું જણાવતાં છોકરીની સંભાળ માટે ગોધરા નારી સંરક્ષણ ગૃહમાં સોંપવમાં આવેલ અને તેના વાલીવારસોની તપાસ થવા પોલીસ અધિક્ષકશ્રી, ઉદયપુર સીટી કંટ્રોલ રૂમમાં ફેકસ કરી જાણ કરતાં હીરણ મગરી પોલીસ સ્ટેશનમાં સદર છોકરી બાબતે મીસીંગ નોધ થયેલ હોય હીરણ મગરી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. શ્રી નાનાલાલ બાબુલાલજી તથા છોકરીના પિતા શંકરલાલ દોલાજી શાલવી ઉ.વ.૫૦ ધંધો નોકરી રહે. સત્યદેવ કોલોની મકન નં. ૨ સવીના ગાંવ થાના હીરણ મગરી તા. જી. ઉદેપુર નાઓ તા. ૦૯/૦૪/૨૦૧૫ના રોજ ગોધરા રે.પો.સ્‍ટે. માં આવતાં કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પુરાવા મેળવી નારી સંરક્ષણ ગૃહમાંથી છોકરીને પરત તેના પિતાને સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                     Sd/-

                                                                           પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.