પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:51:19 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૫/૦૩/૧૫ થી તા. ૨૧/૦૩/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૫ તા. ૧૬/૦૩/૧૫ :-

                તા. ૧૬/૦૩/૧૫ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૮૭૮ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૦/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર વચ્‍ચેના ભાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ કનીઝ ફાતમા ડો/ઓ મહંમદ સરફરાજ અંસારી, ઉં.વ.૧૦, ધંધો-અભ્‍યાસ, રહે. દરગાહ દિવાનશા હાદી કમ્‍પાઉન્‍ડ, મુસતાક હોટેલ પાસે, ભિવંડી મહારાષ્‍ટ્ર હાલ-સુરત મીઠીખાડીનુ સરનામુ જણાવતા મીઠી ખાડી વિસ્‍તારના લીંબાયત પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં તેઓએ મળી આવેલ કનીઝ ફાતમાના પિતા નામે મહંમદ સરફરાજ અંસારીનો કોન્‍ટેકટ કરી જાણ કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં પોતાની દિકરીને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૪/૧૫ તા. ૧૮/૦૩/૧૫ :-

                તા. ૧૮/૦૩/૧૫ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૮/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન ટીકીટ બારી પાસે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અંજુંબેન ડો/ઓ ધનસુખભાઇ રાઠોડ, ઉં.વ.૨૦, ધંધો-પ્રાઇવેટ કંપનીમા નોંકરી, રહે. સીરોલી કુત્‍યારીયા ખાડી ફળીયા, સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાની માતાએ નોંકરી ઉપર કામ કરતા છોકરાઓ સાથે વાતો-ચિતો કરવા અંગે ઠપકો આપતા મનમાં લાગી આવતા ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના ભાઇ નામે અજય ધનસુખ રાઠોડ રહે. સદર નાઓનો મોબાઇલ નંબર આપતા તેઓનો ફોન ઉપર સંપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૧/૧૫ તા. ૧૯/૦૩/૧૫ :-

                તા. ૧૯/૦૩/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૬/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન મુસાફર ખાનામાં એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ગોલ્‍ડ ડો/ઓ વિરેન કુમાર યાદવ ઉં.વ.૧૫, ધંધો-ઘરકામ રહે. રાવતપુર, તા. ઓરીયા, થાના-વિધુના, જી. કાનપુર (યુ.પી.)વાળી હોવાનુ અને પોતાને પોતાની સોતેલી માતાએ ઘરકામ માટે અવાર-નવાર બોલાચાલી કરી ઠપકો આપતા મનમાં લાગી આવતા ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા જે બાબતે ઇન્‍ટરનેટથી વિધુના પોલીસ સ્‍ટેશન, કાનપુર (યુ.પી.) નો નંબર મેળવી વીધુના પોલીસ સ્‍ટેશન, કાનપુર (યુ.પી.) માં તેના વાલી-વારસોને જાણ કરવા જણાવવામાં આવેલ છે અને તેના વાલી-વારસો આવે ત્‍યાં સુધી સદરી છોકરીને સરક્ષા માટે નારી સંરક્ષણ ગૃહ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                           પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.