પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 10:16:57 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૮/૦૩/૧૫ થી તા. ૧૪/૦૩/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૫ તા. ૦૮/૦૩/૧૫ :-

                તા. ૦૮/૦૩/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૪૦૩ તથા સર્વેલન્‍સ સ્‍કોડના એએસઆઇ, ગજુભાઇ શંકરભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૫/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના ઉત્‍તર તરફના છેડા પાસે પેસેન્‍જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરી અને એક છોકરો બન્‍ને જણા ઘણા સમયથી એકલા બેઠેલા જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) પુનમબેન ડો/ઓ દેશરામ કુશ્‍વાહ (માળી) ઉં.વ.૧૬, ધંધો-ઘરકામ, રહે. ગામ મહાવીરપુરા તા. જોરા થાના બાગચીની જી. મોરેના (એમ.પી.) (ર) સંતોષ સ/ઓ રામસ્‍વરૂપ જાતે-કુશ્‍વાહ (માળી) ઉં.વ.૧૮ ધંધો-મજુરી, રહે. ગામ સદર વાળાઓ હોવાનુ અને વધુ પુછપરછ કરતા જણાવેલ કે અમો બન્‍ને ઘરેથી કોઇને કહયા વગર લગ્‍ન કરવા માટે ભાગીને નિકળી આવેલ હોવાનુ જણાવતા તેમના વાલી-વારસો અંગે પુછતા છોકરાએ તેના મોટા ભાઇ નામે નરેન્‍દ્રભાઇ સ/ઓ રામસ્‍વરૂપ જાતે-કુસ્‍વાહ નાઓનો મો.ફોન નંબર આપતા તેઓનો કોન્‍ટેકટ કરતા તેઓએ જણાવેલ કે બાગચીની પોલીસ સ્‍ટેશનમાં પુનમબેનના પિતાજીએ સંતોષના વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરાવેલ હોવાનુ જણાવી બાગચીની પોલીસ સ્‍ટેશનનો ટેલીફોન નંબર આપતા બાગચીની પોલીસ સ્‍ટેશનમાં આ અંગે જાણ કરતા તેઓએ જણાવેલ કે આ અંગે બાગચીની પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવેલ હોય અને તેઓ તેમને લેવા માટે આવે ત્‍યાં સુધી સદરી છોકરીને નારી સંરક્ષણ ગૃહ ઘોડદોડ રોડ સુરત ખાતે સારસંભાળ માટે મુકવામાં આવેલ અને તા. ૦૯/૦૩/૧૫ ના રોજ બાગચીની પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. નવરંગસીંગ બધોરીયા તથા બે પો.કોન્‍સ. તથા છોકરીના પિતા નાઓ સુરત રેલ્‍વે પોલીસ સ્‍ટેશનમાં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાજીને તથા છોકરો બાગચીની પો.સ્‍ટે.ના એ.એસ.આઇ.ને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     ડભોઇ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૫ તા. ૧૨/૦૩/૧૫ :-

                તા. ૧૨/૦૩/૧૫ ના રોજ દરગુરૂવારે મુસ્‍લીમ સમાજના માણસો છુછાપુરા રેલ્‍વે સ્‍ટેશન સામે આવેલ દરગાહ ઉપર આવતા હોય છુછાપુરા રેલ્‍વે સ્‍ટેશને તથા ટ્રેનોમા ભીડ હોય બોડેલી આઉટ પોસ્‍ટના હે.કો. શંકરભાઇ ગમજીભાઇ બ.નં. ૭૧૫ નાઓ છોટાઉદેપુર-વડોદરા જતી ટ્રેનમાં ટ્રેન પેટ્રોલીંગની પોતાની ફરજ ઉપર હાજર હતા ત્‍યારે બહાદરપુર રેલ્‍વે સ્‍ટેશન ઉપર એક છોકરી એકલી રડતી જોવામાં આવતા તેને તેનુ નામ પુછતા તેણે પોતાનુ નામ સમીરાબાનુ ડો/ઓ યુનુસભાઇ મનસુરી ઉં.વ.૧૩, રહે. બોડેલી જી. છોટાઉદેપુર નાની હોવાનુ જણાવેલ અને પોતાના મા-બાપ સાથે છુછાપુરા દરગાહ પર જઇ પરત બોડેલી જવા રેલ્‍વે સ્‍ટેશન પર આવેલ તે દરમ્‍યાન પેસેન્‍જરોની ભીડ હોય છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન આવતા પોતે આ ટ્રેનમાં બેસવાનુ હસે તેમ સમજી ટ્રેનમાં બેસી ગયેલ અને બહાદરપુર રેલ્‍વે સ્‍ટેશને મા-બાપને શોધવા નીચે ઉતરતા ખબર પડેલ કે પોતે ખોટી ટ્રેનમાં બેસી ગયેલ છે જેથી સદરી છોકરીને બોડેલી લાવી તેના મા-બાપની તપાસ કરતા સ્‍ટેશન ઉપર મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના મા-બાપને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                           પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.