પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 8:48:29 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૨/૦૨/૧૫ થી તા. ૨૮/૦૨/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૫ તા. ૨૪/૦૨/૧૫ :-

                તા. ૨૪/૦૨/૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૭/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રઘુ સ/ઓ ગુલાબચંદ જાતે-ખુસીના ઉં.વ.૧૨, ધંધો-અભ્‍યાસ, રહે. કિર્તીનગર, ઘર નં.-૩૩૭, અમરોલી, સુરત વાળો હોવાનુ અને તેના પિતા નામે ગુલાબચંદ ભરૂચ નોકરી કરતા હોય તેમને મળવા માટે એકલો ભરૂચ આવેલ અને તે જ દિવસે પરત રાતના નિકળી રેલ્‍વે ટ્રેનમાં સુરત કલાક ૦૨/૩૦ વાગે આવેલ હોવાનુ અને રાત્રીના જણાવેલ સરનામે જઇ શકાય તેમ ન હોય સ્‍ટેશન ઉપર રોકાયેલાનુ જણાવતા તેના બતાવેલ સરનામે જાણ કરતા તેની માતા નામે સીમાબેન વા/ઓ ગુલાબચંદ ઉં.વ.૪૭ રહે. સદર વાળી સુરત રે.પો.સ્‍ટ.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૦/૧૫ તા. ૨૬/૦૨/૧૫ :-

                તા. ૨૬/૦૨/૧૫ ના રોજ કલાક ૧૩/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉપર પોરબંદર-મુંબઇ એકસ. ટ્રેનના કોચ કન્‍ડકટર શ્રી કે.પી. રાય નાઓ પોતાની ફરજ પર હતા તે વખતે કીમ રેલ્‍વે સ્‍ટેશન માસ્‍તરે તેઓને જાણ કરેલ કે એક નાનુ બાળક ઉં.વ.૧ ના આશરાનુ રીઝર્વેશન કોચમાં ભુલથી આવી ગયેલ છે તેવુ જણાવતા સદર ટ્રેનના રીઝર્વેશન કોચમાં તપાસ કરતા સદર બાળક મળી આવેલ જે બાળકને ટી.સી.એ મેમા સાથે સુરત રે.પો.સ્‍ટે.માં ફરજ પરના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓને સોંપતા સદર બાળકના વાલીવારસો કીમથી સુરત રેલ્‍વે પોલીસ સ્‍ટેશનમાં લેવા આવતા સદર મળી આવેલ બાળકનુ નામ તેના પિતાએ બદ્રીનાથ સ/ઓ બાયદાસ પદમ વસાવા ઉં.વ.૧ રહે. ગામ જોડત તા. સીરપુર જી. સોપરા (મહારાષ્‍ટ્ર) નુ જણાવેલ અને પોતે કીમ રેલ્‍વે સ્‍ટેશનની બાજુમા મજુરી કામ કરતા હોય અને મહારાષ્‍ટ્ર જવા માટે ટ્રેનમા બેસવા માટે કીમ આવેલ અને સૌરાષ્‍ટ્ર એકસ. ટ્રેનમાં પોતાના છોકરાને બેસાડી પોતે પણ ટ્રેનમાં ચઢી ગયેલ પરંતુ મારો સામાન પ્‍લેટફોર્મ ઉપર રહી ગયેલ જેથી હું નીચે ઉતરી ગયેલ અને ટ્રેન સ્‍પીડમાં હોય હું ચઢી શકેલ નહી અને છોકરો ટ્રેનમા રહી ગયેલાની વિગત જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમા સોપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૫ તા. ૨૬/૦૨/૧૫ :-

                તા. ૨૬/૦૨/૧૫ ના રોજ કલાક ૧૪/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપરથી આર.પી.એફ. કોન્‍સ. વિલાશ પાટીલ એક છોકરીને લેખિત મેમા સાથે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપરથી મળી ઓલ હોવાનુ જણાવી પો.સ્‍ટે.મા લાવી રજુ કરતા છોકરીને તેનુ નામ પુંછતા તેણે પોતાનુ નામ તાનીયાબેન ડો/ઓ મોનુશંકર જાતે-સરકાર, ઉં.વ.૧૫, રહે. ગામ ઉત્‍તર સીમુલપુર ડાકુનગર, થાના ગાયધારા, જી. ઉત્‍તર-૨૪ પરગણા, વેસ્‍ટ બંગાલની હોવાનુ જણાવી અને વધુ પુછપરછ કરતા ઘરેથી કોઇને પણ કહયા વગર નિકળી આવેલ અને વાલી-વારસોનો સંપર્ક નંબર માગતા નહી હોવાનુ જણાવતા વાલી-વારસોની તપાસ કરવા માટે પત્ર વ્‍યવહાર કરેલ અને સદરી છોકરીને નારી સંરક્ષણ ગૃહ, ગોડદોડ રોડ, સુરત ખાતે મુકવામાં આવેલ છે.

 

 

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૫ તા. ૨૮/૦૨/૧૫ :-

                તા. ૨૮/૦૨/૧૫ ના રોજ વુમન એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૦/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ઉપર વચ્‍ચેના ભાગે પેસેન્‍જરોને બેસવાના બાંકડા ઉપર એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સીમીબેન વા/ઓ રાહુલ જાતે-ખંડાગડે, ઉં.વ.૧૯, રહે. સમુહ વસાહત, બદ્ર હોસ્‍પીટલની પાછળ, કીમ તા. ઓલપાડ, જી. સુરતની હોવાનુ જણાવી પોતાને પોતાની સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં મનમા લાગી આવતા કોઇને કહયા વગર ઘરેથી નિકળી સુરત સ્‍ટેશન પર આવેલાનુ જણાવતા તેના પતિનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર તેના પતિ નામે રાહુલ સ/ઓ દત્‍તુભાઇ જાતે-ખંડાગળે ઉં.વ.૨૪, રહે. સદરનો સંપર્ક કરતા સુરત રે.પો.સ્‍ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી મળી આવેલ મહીલા તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.