૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૧/૦૨/૧૫ થી તા. ૦૭/૦૨/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૦/૧૫ તા. ૦૧/૦૨/૧૫ :-
તા. ૦૧/૦૨/૧૫ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૦ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૧૩/૦૦ વાગે ઉધના રેલ્વે સ્ટેશન ઓવર બ્રીજ પાસે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી તેનુ નામ, ઠામ પુંછતા તેણે તેનુ નામ ઓમ સ/ઓ જગતનાથ જાતે-પ્રધાન ઉં.વ.૪, રહે. ગોવિંદનગર, મદીના મસ્જીદ પાસે, ઉધના, સુરતનો હોવાનુ જણાવતા આ અંગે લીંબાયત સીટી પો.સ્ટે.મા જાણ કરતા છોકરાના પિતા લીંબાયત પો.સ્ટે.માં ગુમ થયાની જાણ કરવા ગયેલ જેઓને લીંબાયત પો.સ્ટે.ના પી.એસ.ઓ.એ જાણ કરી સુરત રે.પો.સ્ટે.મા મોકલી આપતા તેના પિતા નામે જગતનાથ સ/ઓ પીતામ્બર જાતે-પ્રધાન, ઉં.વ.૨૬, ધંધો-વેપાર, રહે. ઉપર મુજબનાઓએ છોકરો ઘરેથી રમતા રમતા નિકળી ગયેલ હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૧૫ તા. ૦૨/૦૨/૧૫ :-
તા. ૦૨/૦૨/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૦૨/૧૫ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર પેસેન્જરોને બેસવાના બાકડા ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ દર્શના ડો/ઓ શૈલેષભાઇ રાઠોડ, ઉં.વ.૧૭, ધંધો-અભ્યાસ, રહે. મોટા વરાછા, ખરી ફળીયુ, મકાન નં. ૧૩૦, સુરતની હોવાનુ જણાવેલ અને પોતાને ઘરે માતા સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા કોઇને જાણ કર્યા સિવાય ઘરેથી નિકળી સુરત રે.સ્ટે. આવેલ હોવાનુ જણાવી તેના ફોઇ નામે લલીતાબેનનો મોબાઇલ નંબર આતા મોબાઇલ ઉપર તેઓનો સંપર્ક કરતા તેની માતા નામે કૈલાશબેન વા/ઓ શૈલેષભાઇ રાઠોડ ઉં.વ.૩૮, રહે. ઉપર મુજબ નાની સુરત રે.પો.સ્ટે.મા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૦/૧૫ તા. ૦૭/૦૨/૧૫ :-
તા. ૦૭/૦૨/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક ૦૯/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન ઇસ્ટ મુસાફર ખાનામાં એક છોકરી એકલી જોવામાં આવતા તેને સમજાવી તેનુ નામ, ઠામ પુંછતા તેણે તેનુ નામ બેબી ડો/ઓ સુરજ પટેલ, ઉં.વ.૧૮, ધંધો-ઘરકામ, રહે. હાલ-મુંબઇ, ખારગર, સેકટર નં.-૧૨, મુળ-ગામ-કંટાબનજી, થાના બલંગે, તા. જી. બલંગે, (ઓરીસ્સા)ની હોવાનુ જણાવેલ અને પોતે પોતાના મિત્ર નામે સીતારામને મળવા માટે સુરત તા. ૦૩/૦૨/૧૫ ના રોજ આવેલ જે તેને મળેલ અને સ્ટેશન પર મુકી જતા પોતે સ્ટેશન પર બેઠેલ હોવાનુ જણાવી તેના પિતા નામે સરોજ સ/ઓ દુજેષ્ટી પટેલ, ઉં.વ.૫૦, રહે. ગુડવેલ, ઇન્ફીનીટી પ્રોજેકટ ખારગર, જી. રાયગઢ મહારાષ્ટ્રનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ ઉપર તેના પિતાનો સંપર્ક કરતા તેના પિતા સુરત રે.પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. આ અંગે ખારગર પો.સ્ટે. નવી મુંબઇમાં મીસીંગ નંબર ૧૨/૧૫ તા. ૦૩/૦૨/૧૫ થી મીસીંગ દાખલ કરાવેલ હોવાનુ જણાવેલ છે.
Sd/-
I/c, પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.