પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 9:07:24 PM

 

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૮/૦૧/૧૫ થી તા. ૨૪/૦૧/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૩/૧૫ તા. ૧૯/૦૧/૧૫ :-

                તા. ૧૯/૦૧/૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૦/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના વચ્‍ચેના ભાગે ટી-સ્‍ટોલની બાજુમાં પેસેન્‍જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ શાહીલ સ/ઓ ફારૂકભાઇ જાતે-શાહુ, ઉં.વ.૧૩ , ધંધો-અભ્‍યાસ, રહે. ગામ-ચોપડા, જી. જલગાંવ, મહારાષ્‍ટ્ર હાલ-નવસારી બજાર, નમકવાળી ગલી, સુરતનો હોવાનુ જણાવેલ અને પોતે પોતાના ફોઇ હનીફાબેન નંદુરબાર રહેતા હોય તેમના ઘરે ફરવા ગયેલ અને ત્‍યાંથી કોઇને જાણ કર્યા સિવાય સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર આવેલ અને ઘરનુ સરનામુ યાદ ન આવતા પોતાના વાલી મહંમદ ફારૂક ન્‍યાઝલીસા શાહુનો મોબાઇલ નંબર આપતા જાણ કરતા પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના વાલી મહંમદ ફારૂકને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૧૫ તા. ૨૦/૦૧/૧૫ :-

                તા. ૨૦/૦૧/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૬/૪૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ના વચ્‍ચે શબ વે ની પાળી ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રાહુલ સ/ઓ સંતોષ જાતે-મિશ્રા, ઉં.વ.૧ર, રહે. મગણીસર, જી. આજમગઢ, (યુ.પી.) નો હોવાનુ જણાવેલ અને પોતે પોતાના માતા-પિતા મુંબઇ નાલા સોપારા ખાતે સંતોષભવનમા રહેતા હતા તેઓ બન્‍ને મા-બાપ મરણ ગયેલ તેના કોઇ વાલી-વારસ નથી એટલે તે ગમે તે જગ્‍યાએ રખડતો હોવાનુ જણાવતા તેને શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૫ તા. ૨૩/૦૧/૧૫ :-

                તા. ૨૩/૦૧/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૨/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ના વચ્‍ચેના ભાગે દાદરા પાસે એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રાજા અબ્‍દુલ મજીદ શેખ ઉં.વ.૧૪, રહે. પકતોલા, થાના-નાનપુર, જી.સતામઢી બિહારનો હોવાનુ જણાવેલ અને પોતે પોતાના મોટા ભાઇ ગુડ્ડુભાઇ સાથે સુરત આવેલ અને સુરતમાં રહેતા ભાઇના સરનામાની ખબર નથી અને માતા-પિતાની યાદ આવતા ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર આવેલાનુ જણાવતા તેના ઉપરના બતાવેલ સરનામે નાનપુર પોલીસ સ્‍ટેશનમાં સંપર્ક કરી તેના વાલી-વારસોને જાણ કરવા માટે જાણ કરેલ છે. હાલમાં આ છોકરો સુરક્ષીત રહે તે માટે શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

પાન-૨

 

 (૨)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૪૩/૧૫ તા. ૨૪/૦૧/૧૫ :-

                તા. ૨૪/૦૧/૧૫ ના રોજ શ્રી એ.કે. ભાભોર, પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૨/૦૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં. ૪ ના વચ્‍ચેના ભાગે પેસેન્‍જરોને બેસવાના બાંકડા ઉપર એક છોકરી એકલી જોવામા આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રૂબીબેન સંદિપભાઇ સીંગ ઉં.વ.૧૮, ધંધો-ઘરકામ, રહે. વાપી પુરા સરનામાની ખબર નથી મુળ-ગામ કોઢાઇ, પોસ્‍ટ-પડેડા, તા. શીવસાગર, જી. રોહતા, બિહાર વાળી હોવાનુ અને તેણીના પતિ વાપીના સરનામેથી મુળ વતન ગયેલ અને તેઓ પરત ન આવતા તેણી વાપીથી બિહાર જવા માટે સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા અને તેના પતિ સંદિપનો મોબાઇલ ફોન આપતા મોબાઇલ પર સંપર્ક કરતા તે બંધ આવતો હોય તેને તેના વાલી-વારસો ન આવે ત્‍યાં સુધી નારી સંરક્ષણગૃહ, ગોડદોડ રોડ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.