પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:40:21 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૪/૦૧/૧૫ થી તા. ૧૦/૦૧/૧૫ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૬/૧૫ તા. ૦૫/૦૧/૧૫ :-

                તા. ૦૫/૦૧/૧૫ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૬/૪૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ઉપર ઓવરબ્રીજ પાસે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ આકાશ ઉર્ફે સાહિલ સ/ઓ પીન્‍ટુભાઇ સિંધે, ઉં.વ.૧૦ વાળો હોવાનુ અને પોતે એક વર્ષ પહેલા વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમમાં સુરત ખાતે રહી અભ્‍યાસ કરતો હતો ભણવામાં મન નહીં લાગતા કોઇને પણ જાણ કર્યા વગર આશ્રમમાંથી ભાગી ગયેલાની યાદી સુરત રે.પો.સ્‍ટે.માં મળતા તપાસમાં રહી શોધખોળ કરતા દરમ્‍યાન સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર તથા ટ્રેનોમાં પાણીની ખાલી બાટલો વિણતો મળી આવતા સદર છોકરાને શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ સુરત ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૬/૧૫ તા. ૦૯/૦૧/૧૫ :-

                તા. ૦૯/૦૧/૧૫ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૬/૧૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં. ૨/૩ ઉપર બે છોકરા એકલા જોવામા આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) દર્શન સ/ઓ ઉમેશભાઇ લુહાર ઉં.વ.૧૨ રહે. ધંધો-અભ્‍યાસ, રહે. મદનપુરા, ગલી નંબર-૧, લીંબાયત, સુરત તથા (ર) કિરણ સ/ઓ નંદકિશોર પાલીમકર ઉં.વ.૧૩ રહે. ધંધો-અભ્‍યાસ, રહે. સંજયનગર-૧, નીલગીરી સર્કલ પાસે, લીંબાયત, સુરત વાળા હોવાનુ અને તેઓ બન્‍ને બપોરના સમયે સાથે રમતા-રમતા ઉધના રેલ્‍વે સ્‍ટેશન આવેલ અને ત્‍યાંથી મુંબઇ-પોરબંદર એકસ. ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલાનુ જણાવતા તેઓના જણાવેલ સરનામે તપાસ કરાવતા તેઓના પિતા નામે (૧) ઉમેશભાઇ સુરેશભાઇ લુહાર ઉં.વ.૪૦, રહે. સદર તથા (ર) નંદકિશોર પાલીમકર, રહે. સદરવાળા સુરત રે.પો.સ્‍ટે.માં તેઓને લેવા માટે આવતા બન્‍ને છોકરાઓને વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ, કતારગામ સુરત ખાતેથી મેળવી કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓનો કબજો તેમના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     આણંદ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૫ તા. ૦૭/૦૧/૧૫ :-

                તા. ૦૭/૦૧/૧૫ ના રોજ હે.કો. રતનસિંહ સોમસિંહ બ.નં. ૧૩૩૬ નાઓ પોતાની દિવસ સ્‍ટેશન ડયુટીની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૮/૦૦ વાગે આણંદ રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ના દાદર નીચે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રૂકશાનાખાતુન મહંમદકયુમ અંસારી ઉં.વ.૧૬, ધંધો-ઘરકામ, રહે. બાકરોલ કોલોની, તા.જી. આણંદ વાળી હોવાનુ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ભાઇ નામે મહંમદકાદીર સ/ઓ મહંમદકયુમ અંસારી રહે. સદર વાળાનો મોબાઇલ નંબર આપતા તેઓનો ફોન ઉપર સંપર્ક કરતા તેનો ભાઇ આણંદ રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા અને તેની બહેનને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર છોકરીનો કબજો તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.