પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 8:40:22 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૧/૧૨/૧૪ થી તા. ૨૭/૧૨/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૪/૧૨/૧૪ :-

                તા. ૨૧/૧૨/૧૪ ના રોજ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૦/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેણે સમજાવી તેનુ નામ, સરનામુ પુંછતા તેણે તેનુ નામ સૌરભ સ/ઓ પવનસિંહ રાજપુત, ઉં.વ.૯ રહે. સલીયાનગર, બ્‍લોક નં.૧૨૭/૧૨૯, ભેસ્‍તાન, સુરત વાળો હોવાનુ અને પોતે પાડોશીના છોકરાઓ સાથે રમતા રમતા ભેસ્‍તાન રેલ્‍વે સ્‍ટેશન આવેલ અને ભેસ્‍તાનથી ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલાનુ જણાવતા અને તેના જણાવેલ સરનામા ઉપરથી પાંડેસરા પોલીસ સ્‍ટેશનમાં વર્ધી લખાવેલ અને પાંડેસરા પોલીસ તેના ઘરે જઇ જાણ કરતા તેના પિતા નામે પવનસીંગ સ/ઓ બીશનસીંગ રાજપુત ઉં.વ.૪૩, ધંધો-મજુરી, રહે. સુરત વાળા સુરત રે.પો.સ્‍ટે.મા તેના છોકરાને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૪૨/૧૪ તા. ૨૫/૧૨/૧૪ :-

                તા. ૨૫/૧૨/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૭/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રાની વા/ઓ સુર્યનારાયણ જાતે-ઝા, ઉં.વ. ૨૬, ધંધો-ઘરકામ, રહે. પ્રિયંકા-૧, પ્‍લોટ નંબર-ર, આસપાસ, સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના પતિ સાથે ચ્‍હા બનાવવા બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલાનુ જણાવતા અને તેના પતિ નામે સુર્યનારાયણ સ/ઓ દિગમ્‍બર જાતે-ઝા, ઉં.વ.૩૨, ધંધો-ડ્રાઇવર, રહે. સદરનો મોબાઇલ નંબર આપતા તેઓનો ફોન ઉપર સપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સમજાવી સદર મહીલાને તેના પતિને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૨૭/૧૨/૧૪ :-

                તા. ૨૬/૧૨/૧૪ ના રોજ વુ.પો.સ.ઇ. શ્રીમતી એસ.ડી. પટેલ વડોદરા રે.પો.સ્‍ટે. નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૯/૦૦ વાગે વડોદરા રેલ્‍વે સ્‍ટેશન મુસાફરખાનામાં એક છોકરી એકલી જોવામા આવતા તેની પુછપરછ કરતા તેણીની કોઇ યોગ્‍ય જવાબ ન આપતી હોય અને વડોદરાના અલગ-અલગ સ્‍થળોના નામ જણાવતી હોય તેના જણાવેલ સ્‍થળો ઉપર તપાસ કરતા તે ગોત્રી વિસ્‍તારમા રહેતી હોવાનુ અને તેના માતા-પિતા મળી આવતા તેઓએ જણાવેલ કે અમારી છોકરી નામે નિકીતા ડો/ઓ પ્રકાશભાઇ વ્‍યાસ ઉં.વ.૨૬, રહે. ૯૯, શકિતનગર સોસાયટી, મધર્સ સ્‍કુલની બાજુમાં, ગોત્રી રોડ, વડોદરા વાળી હોવાનુ અને તે રોજ નિયમીત રીતે પોતાના ઘરેથી ઇસ્‍કોન મંદિરે દર્શન કરવા માટે જાય છે તે મુજબ ગયેલ અને ત્‍યાર બાદ મગજની અસ્‍થિરતાના કારણે પોતાની ધુનમાં ઘરે જવાના બદલે વડોદરા રેલ્‍વે સ્‍ટેશન આવેલ હોવાનુ જણાવતા અને તેઓ વડોદરા રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના માતા-પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.