પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:20:37 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૪/૧૨/૧૪ થી તા. ૨૦/૧૨/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૪ તા. ૧૪/૧૨/૧૪ :-

                તા. ૧૪/૧૨/૧૪ ના રોજ વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૪/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર વેઇટીંગ રૂમ આગળ એક છોકરો એકલો જોવામાં આવતા તેણે સમજાવી તેનુ નામ, સરનામુ પુંછતા નિશાર સ/ઓ બબલુ સાંઇ, ઉં.વ.૧૩ રહે. એર થાના ડકોર, જી. જાલોન, યુ.પી. વાળો હોવાનુ અને તેના પિતા સાથે મુંબઇ રહેતો હતો અને ભણવા નહિ જવા બાબતે પિતાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વગર મુંબઇથી ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેને તેના મામા નામે ઇરસાદ અંજુમ ખાન રહે. જીવનજીપાડા તીલકનગર, ભિલાડ, તા. ઉમરગામ વાળાનો મોબાઇલ નંબર આપતા તેઓનો ફોન પર સંપર્ક કરી જાણ કરતા તેના મામા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના મામાને રૂબરૂમાં સોપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૮/૧૪ તા. ૧૭/૧૨/૧૪ :-

                તા. ૧૭/૧૨/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૦/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ઉપર પાણીની પરબ પાસે એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ઇસરતબાનુ વા/ઓ મહંમદ ફૈયાઝ મનસુરી ઉં.વ. ૨૦, ધંધો-ઘરકામ, રહે. રામપુરા પેટ્રોલપંપ, માનસી હોસ્‍પીટલ સામે, વીકી સીટ કવરની ઉપર, સૈયદપુરા, સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના પતિ સાથે ન્‍હાવાના રુમાલ બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા કોઇને પણ જાણ કર્યા વગર નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલાનુ જણાવતા તેને તેની સાસુ નામે અજરાબાનુ રહે. સદર નો મોબાઇલ ન;બર આપતા તેઓનો ફોન ઉપર સપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી સદર મહીલાને તેની સાસુને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૪ તા. ૨૦/૧૨/૧૪ :-

                તા. ૨૦/૧૨/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૯/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક બાળકને એકલો બેઠેલો જોવામા આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ નિરજકુમાર સ/ઓ ગુલાબનાથ મૌર્ય, ઉં.વ.૧ર, ધંધો-અભ્‍યાસ, રહે. વીકી મેરૂલકર બિલ્‍ડીંગ, રૂમ નં.-૧૮, પેન્‍ધર પોસ્‍ટ નાવડે, તા. પનવેલ જી. રાયગઢ (મહારાષ્‍ટ્ર) વાળો હોવાનુ જણાવેલ અને તેના પિતાનો મોબાઇલ ફોન તેનાથી હાથમાંથી પડી જતાં પિતા બોલશે તેમ માની ઘરેથી સ્‍કુલમા જવાનુ કહી નિકળેલ અને સ્‍કુલમા ગયેલ નહીં અને સુરત આવેલાનુ જણાવી તેના પિતા ગુલાબનાથનો મોબાઇલ નંબર આપતા ફોન ઉપર સંપર્ક કરતા તેના પિતા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

પાન-ર

 

(૪)     ગોધરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૨/૧૪ તા. ૧૮/૧૨/૧૪ :-

                તા. ૧૮/૧૨/૧૪ ના રોજ હે.કો. મહેશભાઇ શંકરભાઇ નાઓ પોતાની નાઇટ સ્‍ટેશન ડયુટીની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૦/૩૫ વાગે ગોધરા રેલ્‍વે સ્‍ટેશન મુસાફર ખાનામાં એક પાંચ વર્ષનો બીનવારસી બાળક મળી આવતા આજુબાજુના મુસાફરોને પુછપરછ કરતા  બાળકના કોઇ માતા-પિતા કે સગા-સબંધી મળી આવેલ નહી હોય તથા બાળક લખતા, બોલતા કે વાંચતા આવડતુ ન હોય પોલીસ સ્‍ટેશનમા લાવી તેના શરીર, કપડાનુ વર્ણન લખી તે અંગેની સ્‍ટેશન ડાયરીમાં નોધ કરી આ બીનવારસી બાળકના વાલી-વારસો મળી આવે ત્‍યાં સુધી ગોધરા શહેર ખાતે આવેલ શિશુગૃહમાં સોંપવામાં આવેલ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.