પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 9:35:49 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૬/૧૧/૧૪ થી તા. ૨૨/૧૧/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૨/૧૪ તા. ૧૬/૧૧/૧૪ :-

 

                તા. ૧૬/૧૧/૧૪ ના રોજ એએસઆઇ વાડસીંગ સુખલાભાઇ બ.નં. ૨૧૨ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૦૦/૧૦ વાગે ઉધના રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ રોહીત સ/ઓ બાલાદાસ જાતે-દાસ ઉ.વ.૧૦, રહે. ગામ-કલ્‍યાણપુર, બિહારનો હોવાનુ જણાવતા તેમણે મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓને સોંપતા તેની પુછપરછ કરતાં પોતે પોતાના મામા પરશુદાસ સાથે સુરત આવતો હતો અને ઉધના રેલ્‍વે સ્‍ટેશન ઉપર પેસેન્‍જરોની ભીડમા મામાથી વિખુટો પડી ગયેલ હોવાનુ જણાવતા તેણે શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રનહોમ, કતારગામ, સુરત ખાતે સંભાળ માટે મુંકવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૨/૧૪ તા. ૨૦/૧૧/૧૪ :-

                તા. ૨૦/૧૧/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૧/૧૫ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ના ઉત્‍તર છેડા પાસે બે બાળકો પાર્સલ ઉપર બેઠલા જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) રાકેશભાઇ સ/ઓ મોતીલાલ ચૌહાણ ઉ.વ.૧૭, ધંધો-અભ્‍યાસ, રહે. ગામ બગડી, તા. સરદારપુર જી. ધાર (એમ.પી.) વાળો તથા (ર) ગોપાલ સ/ઓ ભાણાભાઇ જાતે-બંજારા ઉં.વ.૧૩, રહે. પટલાવાદીયા તા. સરદારપુર જી. ધાર (એમ.પી)  વાળા હોવાનુ અને તેઓ તેમની માસીના છોકરા ગોપાલ સાથે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી મેઘનગર રેલ્‍વે સ્‍ટેશનેથી ટ્રેનમાં બેસી સુરત આવેલ અને સુરતમાં રેલ્‍વે સ્‍ટેશન ઉપર મામાનો છોકરો વડાપાઉનો ધંધો કરતો હોય તેની પાસે આવેલ તે ન મળતા સ્‍ટેશન ઉપર ફરતા હતા જે મામાનો છોકરો નામે ગંગારામ માંગીલાલ જાતે-બગડા, ઉં.વ.૩૮, રહે. ભરથાણા, કોસાડ, તા. ચોર્યાસી, જી. સુરત વાળાની રેલ્‍વે સ્‍ટેશન ઉપર તપાસ કરતા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓ તેને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૯/૧૪ તા. ૨૦/૧૧/૧૪ :-

                તા. ૨૦/૧૧/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૧૩/૧૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨/૩ ઉપર વચ્‍ચેના ભાગે બે છોકરીઓ એકલી જોવામાં આવતા તેમની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) લક્ષ્‍મીબેન ડો/ઓ દિપકભાઇ જાતે-દેવીપુજક ઉં.વ.૧૩, (ર) પુંજાબેન ડો./ઓ દિપકભાઇ જાતે-દેવીપુજક, ઉં.વ.૪ બન્‍ને રહે. લંબેહનુમાન રોડ, ફુટપાથ ઉપર, હનુમાનજી મંદિર પાસે, વરાછા સુરતની હોવાનુ અને પોતે રમતા રમતા સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર આવેલાનુ જણાવતા તેઓના જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેની માતા નામે શારદાબેન વા/ઓ દિપકભાઇ દેવીપુજક ઉં.વ.૩૦ ધંધો-મજુરી, રહે. સદરનાની મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરીઓ તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૬/૧૪ તા. ૨૧/૧૧/૧૪ :-

                તા. ૨૧/૧૧/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક ૨૦/૩૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉપર માછલી ઘર પાસે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ફીરોદસ ડો/ઓ મહંમદ બાબુ મીયા ઉં.વ.૭ રહે. બાપુનગર, તા. ઓલપાડ, જી. સુરત ની હોવાનુ જણાવેલ દરમ્‍યાન મહીધરપુરા પો.સ્‍ટે. સુરત શહેરના પોલીસ માણસો પો.સ્‍ટે.મા આવેલ અને સદરી બાળકી અન્‍વયે મહિધરપુરા પો.સ્‍ટે.મા ફ.ગુ.ર.નં. ૧૬૭/૧૪ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબ ગુનો દાખલ કરેલ હોય જેથી પો.કો. વેલાભાઇ અર્જુનભાઇ બ.નં. ૩૧૨૬ મહીધરપુરા પો.સ્‍ટે. નાઓને કાયદેસર કાર્યવાહી કરી છોકરી રૂબરૂમાં સોંપેલ છે.

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.