પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 7:21:34 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૨/૧૧/૧૪ થી તા. ૦૮/૧૧/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૪ તા. ૦૬/૧૧/૧૪ :-  

 

                તા. ૦૬/૧૧/૧૪ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે કલાક: ૧૦/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ આકાશકુમાર મનોજકુમાર પાન્‍ડા ઉ.વ.૧૭, ધંધો-અભ્‍યાસ, રહે. પ્‍લોટ નં.-૨૩૭૪ ગામ ભરતપુર થાના પાંડેરી, જી. ખુરદા ઓરીસ્‍સા વાળો હોવાનુ અને પોતે પોતાની પ્રેમીકા સાથે પીકચર જોવા ગયેલ અને ઘરે જવામાં મોડુ થયેલ જેથી ઘરે કોઇ બોલશે તેવી બીકથી ઘરે કોઇને જાણ કર્યા સિવાય આવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેની માતા નામે સુનીતાબેન મનોદભાઇ રહે. સદર નાઓનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મારા પુત્રનો અપહરણનો ગુનો ખંડેરી પો.સ્‍ટે.માં ફ. ૫૦૪(૫) ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબ દાખલ કરાવેલ છે અને તે પુત્રને લેવા માટે તા. ૦૮/૧૧/૧૪ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.માં પુત્રના પુરાવા તથા ખુરદા પો.સ્‍ટે.ના એફ.આઇ.આર.ની નકલ લઇ આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂમા સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૪ તા. ૦૭/૧૧/૧૪ :-  

                તા. ૦૭/૧૧/૧૪ ના રોજ પો.ઇન્‍સ.શ્રી સુરત રે.પો.સ્‍ટે.નાઓના મોબાઇલ ઉપર ગીર-સોમનાથ જીલ્‍લાના એસ.પી.શ્રી વાઘેલા નાઓના મોબાઇલ ફોનના વોટસઅપ ઉપરથી મેસેજ આવેલ કે, ગુમ થયેલ એક છોકરો નામે શ્રીકાન્‍તનો ફોટો આવતા અને સંપુર્ણ વિગત આવેલ જેમાં મુંબઇ તરફ જતી ફીરજપુર-જનતા ટ્રેનમાં સદર છોકરો જઇ રહયો છે તેવો મેસેજ આવતા મીસીંગ સ્‍કોડના તથા ડી-સ્‍ટાફના પો.કર્મચારીઓ સાથે ટ્રેન આવવાના સમયે સુરત રે.સ્‍ટે. પ્‍લે.નં.-ર ઉપર હાજર રહી સદર ટ્રેન કલાક ૧૩/૩૦ વાગે આવતા સદર ટ્રેનના એસ/૧ કોચમાં હે.કો. અર્જુનભાઇ શંકરભાઇ નાઓને જણાવેલ વર્ણનવાળા છોકરાની તપાસ કરતા મળી આવતા તેની વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓએ પુછપરછ કરતા તેણે તેનુ નામ શ્રીકાંત દેવીન્‍દ્ર જાતે-મેથલી, ઉ.વ.૧૭, ધંધો-અભ્‍યાસ, રહે. ગજબજરીયા મહોલ્‍લો, તા.જી. શિહોર (એમ.પી.) વાળો હોવાનુ અને ઘરેથી ભાગી આવેલ હોવાનુ જણાવેલ અને તેને તેના પિતા દેવીન્‍દ્રનો મો.નં. આપતા ફોન પર તેઓનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે અમોએ અમારા પુત્રનો ગુમ અપહરણનો શિહોર પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં. ૮૭૬ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને તેના પિતા તથા શિહોર પોલીસના માણસો તેને લેવા માટે સુરત રે.પો.સ્‍ટે.માં આવતા અને તેના પિતાએ જણાવેલ કે પોતાનો પુત્ર ભણવામા કાચો હોય અને ભણવામાં મન ન લાગતુ હોવાથી ઘરેથી નિકળી ગયેલ હોવાનુ જણાવતા, એફ.આઇ.આર.ની નકલ તેમજ પુત્રના પુરતા પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને તેમજ શિહોર પોલીસને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.