૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૬/૧૦/૧૪ થી તા. ૦૧/૧૧/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૧/૧૪ તા. ૨૯/૧૦/૧૪ :-
તા. ૨૯/૧૦/૧૪ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ તથા પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૦/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ના ઉત્તર તરફના છેડા પાસે પેસેન્જરોને બેસવાના બાંકડા ઉપર બે બાળકો એકલા બેઠેલા જોવામાં આવતા તેઓની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) રાહુલ મદનભાઇ બગાડા ઉ.વ.૧૫, ધંધો-અભ્યાસ, રહે.ગામ.સલવાખેડી, તા. સરદારપુર, જી. ધાર (એમ.પી.) હાલ-ખોડીયારનગર, ભરથાણા, તા. ચોરીયાસી, જી. સુરત તથા (ર) મુન્નાભાઇ પીરૂભાઇ ગૌડ, ઉં.વ.૧૧, ધંધો-અભ્યાસ રહે. ગામ જેતપુર થાના આગર, જી. ઉજજૈન (એમ.પી.) હાલ-રહે. રામદર્શન સોસાયટી, ભરથાણા, તા. ચોર્યાસી, જી. સુરતના હોવાનુ જણાવેલ અને જણાવેલ સરનામેથી કોસાડ રેલ્વે સ્ટેશને ફરવા માટે ઘરે કોઇને જાણ કર્યા સિવાય આવેલ અને મેમુ ટ્રેનમાં બેસી સુરત સ્ટેશને આવેલાનુ જણાવતા તેમના વાલી-વારસોનો સંપર્ક નંબર માગતા તેઓએ સંપર્ક નંબર આપતા તેમના પિતાજી નામે મદન હરીસિંહ નાઓ સુરત રે.પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્ને છોકરાનો કબજો તેઓને સોંપવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૫/૧૪ તા. ૩૦/૧૦/૧૪ :-
તા. ૩૦/૧૦/૧૪ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે કલાક: ૧૧/૩૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર આવેલ પાણીની ટાંકી પાસે ઉત્તર તરફના છેડા પાસે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અનસ જમાલ ચૌધરી, ઉ.વ.૧૫, ધંધો-અભ્યાસ, રહે. બલીયા, તા. વાપી જી. વલસાડ મુળ મગહર તા. ખલીલાબાદ, જી. સંતકબીરનગર (યુ.પી.) નો હોવાનુ જણાવેલ અને વાપીમાં મદ્રેસામાં અભ્યાસ કરતો હતો જયાં ભણવામાં મન ન લાગતા તા. ૨૯/૧૦/૧૪ ના ક. ૦૬/૦૦ વાગે મદ્રેસામાંથી ભાગી વાપી રેલ્વે સ્ટેશને આવી ટ્રેન દ્વારા સુરત રેલ્વે સ્ટેશને આવેલાનુ અને સુરતથી પોતાના વતન જવા માટે ટીકીટ પૈસા ન હોવાથી બેઠેલો હોવાનુ જણાવતા વાપી મદ્રેસાનો સંપર્ક નંબર માગતા તેણે તેમના મોટા ભાઇ નામે જહીરએહમદ લાલએહમદ ચૌધરીનો સંપર્ક નંબર આપતા તેમના ભાઇ સુરત રે.પો.સ્ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો તેના ભાઇને સોંપવામાં આવેલ છે.
Sd/-
I/c, પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.