પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 8:50:00 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૨/૧૦/૧૪ થી તા. ૧૮/૧૦/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૮/૧૪ તા. ૧૨/૧૦/૧૪ :-  

                તા. ૧૨/૧૦/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર ઉત્‍તર છેડા તરફ કલાક ૦૩/૪૫ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ નંદીનીબેન ડો/ઓ પ્રવિણભાઇ પાટીલ ઉં.વ.૧૮, ધંધો-અભ્‍યાસ, રહે. સંત તુકારામ સોસાયટી મકાન નં. ૫૦૮, ગોવિંદભાઇના મકાનમાં પાલનપુર જકાત નાકા સુરત વાળી હોવાનુ અને પોતાને પોતાના માતા-પિતા ભણવા બાબતે અવાર-નવાર બોલતા હોય જેના કારણે ઘરેથી બ્‍યુટી પાર્લરમાં જવ છુ તેમ કહી નિકળી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા અને  તેણીના જણાવેલ સરનામે રૂબરૂમાં તેના ઘરે છોકરી સાથે લઇ જઇ તેના પિતા નામે પ્રવિણભાઇ સાહેબરાવ રહે. સદર નાઓને કાયદેસર કાર્યવાહી કરી છોકરીનો કબજો તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૪ તા. ૧૪/૧૦/૧૪ :-  

                તા. ૧૪/૧૦/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામા કલાક ૧૧/૦૦ વાગે એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ તરસીલા ડો/ઓ સાવણી કુલ્‍લુ ઉ.વ.૨૯, ધંધો-ઘરકામ, રહે. બાન્‍દ્રા  લીલાવતી હોસ્‍પીટલની બાજુમાં બલાલા બિલ્‍ડીંગ, છઠ્ઠોમાળ, મકાન નં. ૬૦૦, મુંબઇ, મહારાષ્‍ટ્ર વાળી હોવાનું અને પોતે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર સુરત તરફની ટ્રેનમાં બેસી નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસોનો કોન્‍ટેકટ થયેલ ન હોવાથી મહિલા સુરક્ષીત રહે તે હેતુ સર નારી સુરક્ષાગૃહ, ગોડદોડ રોડ સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૦/૧૪ તા. ૧૫/૧૦/૧૪ :-  

                તા. ૧૫/૧૦/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર કલાક ૦૮/૦૦ વાગે એક નાનો છોકરો ઉં.વ. ૪ ના આશરાનો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ સુનીલ સ/ઓ ભીમો રાઠોડ ઉ.વ.૪, રહે. કામરેજ ચાર રસ્‍તા, પુલનીચે, સુરત વાળો હોવાનું અને પોતે પોતાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર સીટી બસમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતાં તેના વાલી વારસોની તપાસ થવા માટે કામરેજ પો.સ્‍ટે.માં ટેલીફોનથી જાણ કરતા કામરેજ પો.સ્‍ટે.ના એએસઆઇ, પ્રકાશભાઇ વિશ્વાસભાઇ નાઓ સાથે બાળકની દાદી નામે ધનીબેન વા/ઓ હસમુખભાઇ રાઠોડ નાઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરાનો કબજો તેની દાદીને  કામરેજ પો.સ્‍ટે.ના એએસઆઇની રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.


પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્ટે. II. ગુ.ર.નં. ૩૪૮૭/૧૪ એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૦(બી) મુજબ.

                સુરત રેલ્‍વે સ્‍ટેશનની ઉત્‍તરે રેલ્‍વે ટ્રેકની પુર્વ તથા ૫શ્ચિમમાં સુરત શહેરની હદમાં આવેલ ઝું૫ડ૫ટ્ટીમાં પ્રોહી, જુગાર તેમજ નશીલા પદાર્થોનુ વેચાણ થતુ હોવાથી રેલ્‍વે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્‍જરો ઉપર રેલ્‍વે પોલીસની છબી ન બગડે તે માટે ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્‍વે વડોદરા દ્વારા છેલ્‍લા દશેક દિવસથી રેલ્‍વે ટ્રેક ઉપર હથીયાર ધારી પોલીસ તથા સર્વેલન્‍સના માણસોની ટ્રેક પેટ્રોલીંગ રાખવામાં આવેલ તે દરમ્‍યાન તા. ૧૩/૧૦/૧૪ ના કલાક ૧૭/૪૦ વાગે સર્વેલન્‍સના હે.કો. રમેશભાઇ કાનજીભાઇ તથા તેમની સાથેના તમામ માણસો ટ્રેક પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન કલાક ૧૮/૨૫ વાગે ટ્રેન નં. ૨૨૯૧૦ પુરી-વલસાડ એકસ. ટ્રેન ભરૂચથી સુરત તરફ પસાર થતી હતી દરમ્‍યાન ફરજ પરના હે.કો. નવલસિંહ તથા પો.કો. મુકેશભાઇ નાઓએ ધીમી પસાર થતી ટ્રેનના કોચમાંથી બે-ત્રણ પાર્સલો રેલ્‍વે ટ્રેક પાસે પડતા જોવામાં આવતા અને તે વખતે ડાઉન લાઇનમાંથી ગુર્ડઝ ટ્રેન પસાર થતી હોય બન્‍ને ટ્રેન પસાર થયા બાદ પુર્વ તરફ તથા પશ્ચિમ તરફના બન્‍ને બાજુના પોલીસ કર્મચારીઓ થોડા થોડા અંતરે ૮ થી ૧૦ સફેદ મીણીયા કોથળાના પાર્સલો જોવામાં આવેલ અને તે શંકાસ્‍પદ જણાતા થોડી વાર દૂર વોચમાં રહેલ પરંતુ કોઇ આ પાર્સલો લેવા આવેલ નહીં જેથી સુરત રે.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી પી.એસ. વળવીને જાણ કરતા સરકારી વાહન સાથે તાત્‍કાલીક સ્‍થળ પર આવી ખાત્રી કરતા પાર્સલોમાંથી નશીલા પદાર્થોની તિવ્ર વાસ આવતી હોય અને સંધ્‍યાકાળને લીધે સદરહું જગ્‍યાએ અંધારૂ હોવાથી આ પાર્સલો ભેગા કરાવતા કુલ પાર્સલ નંગ-૧૨ મળી આવેલ જે પાર્સલો હાજર પોલીસના માણસોથી નજીકમા રેલ્‍વે ટ્રેકની પુર્વ તરફ આવેલ પટેલનગરના રોડ ઉપર લાઇટના થાંભલાના અજવાળામાં મુકાવી પંચો રૂબરૂ એન.ડી.પી.એસ. એકટની જોવાઇ મુજબ પંચનામુ કરતા ૨૭૦ કીલોગ્રામ વનસ્‍પતી જન્‍ય નશીલો પદાર્થ ગાંજો કિંમત રૂ. ૧૬,૨૦,૦૦૦/- નો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ ગાંજાના પાર્સલો પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે આંતર રાજયમાંથી ટ્રેન મારફતે આયાત કરી ચાલુ ટ્રેનમાં ગાંજાના જથ્‍થાના પાર્સલો નીચે ફેકી પોલીસમાં પકડાઇ જવાના ડરથી તે લેવા ન આવી નાસી જનાર અજાણ્‍યા ઇસમો વિરૂદ્ધ હે.કો. નવલસિંહની ફરીયાદ આધારે સુરત રે.પો.સ્‍ટે.મા તા. ૧૪/૧૦/૧૪ ના કલાક ૦૧/૩૦ વાગે ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ છે. અને અજાણ્‍યા ઇસમો વિરૂદ્ધ તપાસ ચાલુ છે.

 

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.