પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 11:00:50 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૫/૦/૧૪ થી તા. ૧૧/૧૦/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૩/૧૪ તા. ૦૮/૧૦/૧૪ :-  

                તા. ૦૮/૧૦/૧૪ ના રોજ વુમન એ.એસ.આઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર કલાક ૧૦/૦૫ વાગે એક મહિલા એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ ફરજાના વા/ઓ મોસીન મલેક ઉં.વ.૨૫, ધંધો-ઘરકામ, રહે. મીઠીખાડી, લાલ બિલ્‍ડીંગ, નુરાનીનગર, લીંબાયત સુરત વાળી હોવાનુ અને તે મગજની અસ્‍થિરતાના લીધે ઘરેથી કોઇને પણ કહયા વગર નિકળી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ  જણાવતા તેણીના વાલી-વારસો અંગે પુછતા તેણીએ તેની માતા નામે સાઇદા વા/ઓ યુસુફ મલેક ઉં.વ. ૫૦, રહે. સદર વાળીનો મોબાઇલ નંબર આપતા તેઓનો ફોન ઉપર સંપર્ક કરતા તેની માતા સુરત રે.પો.સ્‍ટે.માં તેણે લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી તેણીનો કબજો તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૪/૧૪ તા. ૦૮/૧૦/૧૪ :-  

                તા. ૦૮/૧૦/૧૪ ના રોજ વુમન એ.એસ.આઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામા કલાક ૧૪/૧૫ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ બ્‍યુટી ડો/ઓ સુલન્‍દરપ્રસાદ કુરમી ઉ.વ.૧૩, રહે. સીંગલપુર ચાર રસ્‍તા, ગલી નં.-૧, વિશ્રામનગર, પંડોલી, સુરત વાળી હોવાનું અને પોતે પોતાની બહેન દિલ્‍હી જવા માટે ટ્રેનમાં બેસી ગયેલ અને પોતાને બહેનના ઘરે જવાનુ મન ન લાગતા ટ્રેનમાંથી ઉતરી મુસાફર ખાનામાં બેસેલ હોવાનુ જણાવતાં તેના વાલી વારસો અંગે પુછતા તેણે તેના મામાના છોકરા નામે સોનુકુમાર નરેશપ્રસાદ પટેલ ઉં.વ.૨૨, રહે. ઉપર મુજબ વાળાનો મોબાઇલ નંબર આપતા ફોન પર તેઓનો સંપર્ક કરતા તેના મામાનો છોકરો સુરત રે.પો.સ્‍ટે.મા તેણે લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના મામાના છોકરાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૩૩/૧૪ તા. ૦૯/૧૦/૧૪ :-  

                તા. ૦૯/૧૦/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ શુકાજી નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર કલાક ૧૯/૪૫ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સપના ડો/ઓ અશોકભાઇ પરદેશી ઉ.વ.૧૬, ધંધો-અભ્‍યાસ, રહે. જગતનાથનગર, વૃંદાવન કોલોની, નળવા રોડ, નંદુરબાર, (મહારાષ્‍ટ્ર) વાળી હોવાનું અને પોતાને સ્‍કુલમા બધા મોબાઇલ બાબતે બોલતા મનમા લાગી આવતા ઘરે જવાને બદલે નંદુરબાર રે.સ્‍ટે.થી નવજીવન એકસ. ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતાં તેના વાલી વારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે અશોકભાઇ ભીમરાવ ઉં.વ.૪૮, રહે. ઉપર મુજબ વાળાનો મોબાઇલ નંબર આપતા ફોન પર તેઓનો સંપર્ક કરતા તેના પિતા સુરત રે.પો.સ્‍ટે.મા તેણે લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.