પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 9:16:38 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૮/૦૯/૧૪ થી તા. ૦૪/૧૦/૧૪ દરમ્યાન સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૪ તા. ૦૪/૧૦/૧૪ :-  

                તા.૦૪/૧૦/૧૪ ના રોજ એ.એસ.આઇ મનુભાઇ કેસુરભાઇ વાપી રેલ્વે સ્ટેશન ઉપર નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે વાપી રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ના મઘ્ય ભાગે એક બાળક મળી આવતાં તેની પુછપરછ કરતા તેણે તેનું નામ નાહીલ મનસુખ અંસારી ઉ.વ.૧૦ રહે. હાલ- રખડતો મુળ રહે. મુજફરપુર બિહાર નાએ પોતાનું સરનામું પુરેપુરું જણાવેલ ન હોય અને બાળકના પિતાએ બીજી પત્ની રાખેલ હોય, બાળક તેના ભાઇ સાથે સુરતમાં આવેલ અને તેના ભાઇ પાસેથી કોઇને જાણ કર્યા સિવાય નિકળી વલસાડ ફરતો ફરતો આવેલ હોવાનું જણાવતાં તેને બાળ સુરક્ષા ગૃહ ઘારાસણા જી. વલસાડ ખાતે મોકલી આપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૦/૧૪ તા. ૩૦/૦૯/૧૪ :-  

                તા. ૩૦/૦૯/૧૪ ના રોજ વુમન એ.એસ.આઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક છોકરો નામે મોહમદ મુજીબુર રહેમાન સ/ઓ રફીક શેખ ઉં.વ.૧૦, રહે. સુખસૈન થાના-સુખસૈન જી. ભાગલપુર બિહારવાળો મળી આવતાં તેઓની પુછપરછ દરમ્યાન બતાવેલ સરનામેથી ઉન પાટીયા ખાતે અભ્યાસ માટે બે મહિના પહેલા આવેલ અને ભણવામાં મન નહી લાગતાં મદ્રેસામાંથી કોઇને પણ જાણ કર્યા વગર સુરત રેલ્વે સ્ટેશન પર આવેલાનું જણાવી મદ્રેસાનો મોબાઇલ નંબર આપતાં મોબાઇલ ઉપર સંપર્ક કરતાં તેના મામાનો દિકરો નામે મહમદ ઇન્કજાર સ/ઓ મહમદખલી શેખ નાઓ આવતાં કાયદેસર કાર્યવાહી કરી સદર બાળકનો કબજો તેમને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૪ તા. ૦૨/૧૦/૧૪ :-  

                તા. ૦૨/૧૦/૧૪ ના રોજ વુમન એ.એસ.આઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક છોકરી એકલી મળી આવતાં જેનું નામ પુંછતાં જયોતિ ડો/ઓ અજય જયસ્વાલ ઉ.વ.૧૦, રહે. અવાસગેટ નં. ૩, બંગલો નં. ૮૦, રૂમ નં. ૧૩, સુરત વાળી હોવાનું જણાવતાં તેઓની પુછપરછ કરતાં ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર તેના દાદા સુરત રેલ્વે સ્ટેશન પર સફાઇ કામ કરતાં હોય તેમની પાછળ નિકળી આવેલ હોવાનું જણાવતાં તેના દાદા નામે સચિન સ/ઓ જીમુરી જયસ્વાલ સફાઇ કામદાર સુરત રેલ્વે સ્ટેશન વાળાના તપાસ કરતા મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના દાદાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૪)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૭/૧૪ તા. ૨૬/૦૯/૧૪ :-  

                તા. ૨૬/૦૯/૧૪ ના રોજ વુમન એ.એસ.આઇ શાંતાબેન એસ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે વડોદરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર એક છોકરી એકલી જોવામાં આવતાં તેને તેનું નામઠામ પુંછતા પોતાનું નામા ભાવના ડો/ઓ સતિષકુમાર જાલુરીયા ઉ.વ.૧૯, ઘંઘો- અભ્યાસ રહે, હાલઇ વુમન્સ ગર્સ હોસ્ટેલ ગાંઘીનગર ઘ સર્કલ પાસે મુળ રહે, સવાઇ માઘુપુર રેલ્વે કોલોની પાસે ટી.ડી.આર કોલોની ગણેસનગર રાજસ્થાન વાળી હોવાનું જણાવતાં તેઓની પુછપરછ કરતાં બી.ટેક ડીગ્રી કોર્સના પ્રથમ વર્ષની પરીક્ષા આપેલ. જે પરીક્ષાનું પરીણામ સંતોષકારક ન આવતાં મનમાં લાગી આવતાં કોઇને પણ કહયાં સીવાય ગલ્સ હોસ્ટેલમાંથી પોતાના વતન જવા માટે નિકળી ગયેલ હોવાનું જાણાવી પિતા નામે  સતિષકુમાર તથા ભાઇ નિમેશ તેમજ ગલ્સ હોસ્ટેલના વોર્ડન વનિતા દેસાઇ નાઓના મોબાઇલ નંબર આપતાં તેના પિતાનો મોબાઇલ ઉપર સંપર્ક કરતાં વોર્ડન શ્રીમતી વનિતા દેસાઇ નાઓને સોંપવા જણાવતાં તેમને જાણ કરતાં તેઓ હોસ્ટેલના સરકારી વાહન સાથે પોલીસ સ્ટેશનમાં આવતાં ભાવનાને ઓળખી બતાવતાં કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો વોર્ડન શ્રીમતી વનિતા દેસાઇ નાઓને સોંપવામાં આવેલ છે.

                                                                                                          Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.