પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 9:38:47 PM

 

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૩૧/૦૮/૧૪ થી તા. ૦૬/૦૯/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૨/૧૪ તા. ૦૪/૦૯/૧૪ :-  

                તા. ૦૪/૦૯/૧૪ ના રોજ વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉ૫ર કલાક ૧૮/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સત્‍યમ સ/ઓ રાજેશ જાતે-અવસ્‍થે ઉં.વ.૧૫, રહે. ગામ બસરા, પો. હસ્‍વા, થાના હરીઆ, તા. જી. ફતેપુર (યુ.પી.) વાળો હોવાનુ અને પોતે પોતાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વિના નિકળી આવેલ અને ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવતા સદર છોકરાને શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્‍ડ્રન હોમ, કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૭/૧૪ તા. ૦૫/૦૯/૧૪ :-  

                તા. ૦૫/૦૯/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના માણસો ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર આવેલ કુક એક્ષપ્રેસ હોટલ પાસે પેસેન્‍જરોને બેસવાના બાકડા ઉપર કલાક ૧૦/૩૦ વાગે એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ વિપુલસીંગ સ/ઓ ચંદ્રભાણસીંગ ઉં.વ.૧૩, રહે. અરોલી, દીવાનાકા, નવી મુંબઇ ૪૦૦૭૦૮ મહારાષ્‍ટ્ર મુળ-ધનનુરસિંહ થાણા-સીતામણી, જી. સંતસત્‍યા ભંડોળી, (યુ.પી.) વાળો હોવાનુ અને પોતે પોતાના કાકાના ઘરેથી નિકળી સુરતમા રહેતા પોતાના મોટા ભાઇ નામે સુરજસીંગ ચંદ્રભાણસીંગને મળવા આવેલ હોવાનુ જણાવી તેઓનો મો.નંબર આપતા તેઓનો સંપર્ક કરતા અને તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના ભાઇને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૪ તા. ૦૬/૦૯/૧૪ :-  

                તા. ૦૬/૦૯/૧૪ ના રોજ વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર/૩ ઉ૫ર આવેલ ઓવરબ્રીજના પગથીયા ઉપર એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ આશાબેન ડો/ઓ કરણસિંહ જાતે-રાણા ઉં.વ.૧૬, રહે. મીરા મંગળ, અમદાવાદ વાળી હોવાનુ અને પોતે પોતાના ઘરેથી કોઇને કહયા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે અમદાવાદ શહેરમા આવેલ આનંદનગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરેલ હોય તેઓ આવે ત્‍યાં સુધી સુરક્ષા અર્થે છોકરીને નારી સુરક્ષા ગૃહ, ગોડદોડ રોડ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.