પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યાગાથા

7/6/2025 7:24:34 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૩/૦૮/૧૪ થી તા. ૦૯/૦૮/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૨/૧૪ તા. ૦૮/૦૮/૧૪ :-  

                તા. ૦૮/૦૮/૧૪ ના રોજ પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૪૯૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર પેસેન્‍જરોને બેસવા માટેની ખુરશી ઉપર કલાક ૧૮/૩૦ વાગે એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અલ્‍ફેજઆલમ સ/ઓ સૈમુદ્દીન અંસારી, ઉં.વ.૧૨, રહે. ભોગલા, જી. નગીના, (યુ.પી.) હાલ પંચશીલનગર, ભાઠેના-૧, ઉમીયામાતાના મંદિર પાછળ, કીન્‍નરી સિનેમા સામે, સુરતવાળો હોવાનુ અને તેના પિતાના મોટા ભાઇ નામે નસીમુદ્દીન અલ્‍લાઉદ્દીન અંસારી રહે. સુરતનાઓના ઘરે ઇદ વખતે ફરવા માટે આવેલ પરંતુ ત્‍યાં ફાવતુ ન હોય તેમના મોટા બાપુને તેમજ ઘરના કોઇ પ્‍ણ સભ્‍યને જાણ કર્યા વિના નિકળી આવેલ હોવાનુ જણાવતા તેની અંગ ઝડતી કરતા તેમના મોટા બાપુના નામનુ કાર્ડ મળી આવતા તેમા જણાવેલ મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા તેના મોટા બાપુ સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના મોટા બાપુને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

                                                                             Sd/-

                                                                           I/c, પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.