પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 10:52:53 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૦/૦૭/૧૪ થી તા. ૨૬/૦૭/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૪/૧૪ તા. ૨૨/૦૭/૧૪ :-  

                ગાંધીધામ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૬૬/૧૪ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબના ગુનાના કામે તા.૨૨/૦૭/૧૪ ના ગાંધીધામથી વલસાડ રે.પો.સ્‍ટે.ના પો.કો. દેવેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ નાઓને ટેલીફોન મેસેજ મળેલ કે ચાર બાળકીઓ અને એક બાળકને એક ઇસમ ગાંધીધામથી વાપી રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તારમા લઇ ગયેલ છે તેવી હકિકત જણાવતા પો.કો. દેવેન્‍દ્રસિંહે તાત્‍કાલીક તે અંગે વાપી ઓ.પી.ના હે.કો. બાબુભાઇ કરશનભાઇ તથા પો.કો. વિક્રમસિંહ  વજેસિંહ નાઓને ઇચા. પો.સ.ઇ.શ્રી મનુભાઇ કેસુરભાઇ નાઓની સુચના મુજબ જાણ કરતા તેઓએ વાપી રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તારમાં તપાસ કરતા કલાક ૧૩/૦૦ વાગે પાંચ બાળકો વાપી રેલ્‍વે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં. ૨/૩ ઉપરથી મળી આવેલ જેઓના નામ પુંછતા (૧) ઉષા મોહન ઉં.વ.૧૧, (ર) અનમોલ મોહન ઉં.વ.૧૦, (૩) ભાગ્‍યશ્રી મોહનશેરી ઉં.વ. ૮, (૪) સરીતા ઉં.વ.૧૧, (૫) શ્વેતા ઉં.વ. ૫ ના હોવાનુ જણાવતા આ અંગે ગાંધીધામ પોલીસ સ્‍ટેશનમા જાણ કરતા ગાંધીધામ પો.સ્‍ટે.ના પો.સ.ઇ.શ્રી ચાવડા નાઓ વાપી આવતા કાયદેસર કાર્યવાહી કરી પાંચેય બાળકો પો.સ.ઇ.શ્રીને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૨૨/૦૭/૧૪ :-  

                તા. ૨૨/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાંથી કલાક ૦૯/૩૦ વાગે એક છોકરી ભીખ માંગતી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ પુંજા ડો/ઓ અશોકભાઇ વસાવા ઉં.વ.૯, રહે. સુમુલ ડેરી રોડ, કાલીબસ્‍તી, ઝુંપડામા, સુરત વાળી હોવાનુ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેની માતા નામે લક્ષ્‍મીબેન વા/ઓ અશોકભાઇ હોવાનુ જણાવતા છોકરીને લઇ તેના જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેની માતા મળી આવતા તેને પુછતા પોતે મજુરી કામ કરે છે અને મજુરીએ જાય ત્‍યારે છોકરી અન્‍ય છોકરાઓ સાથે સ્‍ટેશન ઉપર રખડવા અને ભીખ માગવા ગયેલ હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૨૨/૦૭/૧૪ :-  

                તા. ૨૨/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૩૯૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાંથી કલાક ૦૯/૩૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ શિલ્‍પા ડો/ઓ વસંતભાઇ વિચારે ઉં.વ.૮, રહે. સુમુલ ડેરી રોડ, કાલીબસ્‍તી, ઝુંપડામા, સુરતવાળી હોવાનુ અને પોતાની માતા નામે સંગીતા વા/ઓ વસંતભાઇ વિચારે નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશને સફાઇ કામ કરે છે તેની સાથે સુરત રેલ્‍વે સ્‍ટેશને સવારમાં આવેલ હોવાનુ અને પોતે બીજી છોકરીઓ સાથે ભીખ માગતી હોવાનુ જણાવતા સુરત રેલ્‍વે સ્‍ટેશન પર છોકરીની માતાની તપાસ કરતા તેની માતા મળી આવતા પો.સ્‍ટે. માં બોલાવી કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

પાન-ર

 

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૨૨/૦૭/૧૪ :-  

                તા. ૨૨/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ બ.નં. ૩૯૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર કલાક ૦૯/૪૫ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ દુર્ગા ડો/ઓ મયુરાઇ તેલુગુ ઉં.વ.૧૩, રહે. શીવનગર સોસા., ડીંડોલી, સુરતવાળી હોવાનુ અને તેની માતા નામે દક્ષાણી વા/ઓ મયુરાઇ તેલુગુ રહે. સદર વાળીને જાણ કરતા તેની માતા સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા આવતા અને પોતે ઘરકામમાં રોકાયેલ ત્‍યારે છોકરી ઝુંપડપટ્ટીની અન્‍ય છોકરીઓ સાથે રેલ્‍વે સ્‍ટેશન પર આવેલાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 (૫)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૨૨/૦૭/૧૪ :-  

                તા. ૨૨/૦૭/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ સુકાજી બ.નં. ૫૧૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર કલાક ૧૦/૦૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ આરતી ડો/ઓ શૈલેષભાઇ વાઘરી ઉં.વ.૬, રહે. અમરોલી ચાર રસ્‍તા, ઝુંપડામાં વાળી હોવાનુ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેની માતા નામે મીનાબેન વા/ઓ શૈલેષભાઇ વાઘરી ઉં.વ. ૨૨, રહે. સદર વાળી હોવાનુ જણાવતા તેને જાણ કરતા પો.સ્‍ટે.માં આવતા તેને પુછતા ઝુંપડપટ્ટીની અન્‍ય છોકરીઓ સાથે રમતા રમતા રેલ્‍વે સ્‍ટેશને આવી ભીખ માગતી હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 (૬)    સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૨૨/૦૭/૧૪ :-  

                તા. ૨૨/૦૭/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ સુકાજી બ.નં. ૫૧૭ નાઓ પોતાની ફરજ ઉપર હતા ત્‍યારે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉપર કલાક ૧૦/૧૫ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ કાજલ ડો/ઓ મીઠાભાઇ ઉં.વ.૧૨, રહે. સંતોષીનગર, ઝુંપડપટ્ટી, ઉધના, સુરત મુળ-મારવાડ, રાજસ્‍થાન વાળી હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેની માતા નામે સાસરીબેન વા/ઓ મીઠાભાઇ નટ ઉં.વ. ૪૫, રહે. સદર વાળી હોવાનુ જણાવતા જણાવેલ સરનામે જઇ તપાસ કરતા તેની માતા મળી આવતા જણાવેલ કે અન્‍ય છોકરીઓ સાથે રમવા નિકળી ગયેલ અને સ્‍ટેશન તરફ આવેલ હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેની માતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

 

 

 

પાન-૩

 

(૭)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૨૪/૦૭/૧૪ :-  

                તા. ૨૪/૦૭/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓને સુરત રે.પો.સ્‍ટે.ની બાજુમાં હનુમાનજીના મંદિરના ઓટલા ઉપર કલાક ૦૯/૦૦ વાગે એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ અરૂણા ડો/ઓ પાંડુરંગ સોનવણે ઉં.વ. ૨૦, રહે. ૧૦૪, સંજયનગર ગલી નં.-૪, ઉધના, સુરતવાળી હોવાનુ અને પોતાને ખેંચની બિમારી હોય અને ખેંચ આવતા ભાન ભુલી જવાથી ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી તા. ૨૨/૦૭/૧૪ ના રોજ સુરત શહેરમા ફરતી ફરતી તા. ૨૪/૭/૧૪ ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલી હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતાનો મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર તેઓનો સંપર્ક કરતા તેના પિતા નામે પાંડુરંગ ચૈત્રરામ સોનવણે ઉં.વ.૪૫, ધંધો-મજુરી, રહે. સદર વાળા સુરત રે.પો.સ્‍ટે.માં તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે. આ અંગે ડીંડોલી પો.સ્‍ટે.માં મીસીંગ નં. ૩૪/૧૪ તા. ૨૩/૦૭/૧૪ ના રોજ ગુમ અંગે નોંધ કરાવેલ છે.

(૮)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૪/૧૪ તા. ૨૬/૦૭/૧૪ :-  

                તા. ૨૬/૦૭/૧૪ ના રોજ પો.સ.ઇ.શ્રી એ.કે. ભાભોર સુરત રે.પો.સ્‍ટે. નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉપર કલાક ૦૨/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ સોમેરંજન ઉર્ફે મુન્‍ના સ/ઓ મનોરંજન જાતે-બહેરા ઉં.વ.૧૫, ધંધો-અભ્‍યાસ, રહે. ગામ ગંજામ, મંદિરની બાજુમા, થાના ગંજામ, ઓરીસ્‍સાવાળો હોવાનુ અને પોતે તા. ૨૧/૭/૧૪ ના રોજ ગામના મિત્ર અરૂણભાઇ સાથે સુરત ફરવા માટે આવેલ અને મિત્ર અરૂણથી અલગ પડી જતા તા.. ૨૬/૭/૧૪ ના રોજ આરામ કરવા સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા તેના વતનના સરનામે ગંજામ પોલીસ કંટ્રોલમાં ફોનથી જાણ કરેલ છે. તેઓ આવે ત્‍યાં સુધી છોકરાને સુરક્ષા માટે શ્રી વી.આર. પોપાવાલા ચિલ્‍ડ્રન હોમ કતારગામ, સુરત ખાતે સોંપવામાં આવેલ છે.

 

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.