૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૨/૦૬/૧૪ થી તા. ૨૮/૦૬/૧૪ સુધીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) વલસાડ રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૪/૧૪ તા. ૨૨/૦૬/૧૪ :-
શ્રી અખિલભાઇ કાંતીભાઇ ઉં.વ.૨૫, ઘંઘો-કોન્ટ્રાકટર રહે. અભિષેક રેસીડન્સી મકાન નં.-૪૦૨ મોટા વરાછા સુરતનાઓ તા. ૨૨/૦૬/૧૪ ના રોજ સુરતથી બીલીમોરા જવા માટે વડોદરા-ભિલાડ એકસ. ટ્રેનમાં નિકળેલ અને ટ્રેનના જનરલ ડબ્બામાં જગ્યા મળતા બેસી ગયેલ અને પોતાની પાસેની કાળા રંગની સ્કુલ બેગ જેમા રૂ. ૧,૦૦,૦૦૦/- ની કરન્સી નોટો કન્સ્ટ્રકશનના કામ અંગે સામાન લેવા રાખેલ જે ટ્રેનમાં હુક ઉ૫ર ભરાવેલ હતી અને બીલીમોરા રેલ્વે સ્ટેશન આવતા પોતે બેગ લીઘા વિના ઉતરી ગયેલ. ઉતર્યા બાદ તેઓને પોતાની બેગ ટ્રેનમાં જ રહી ગયેલાનુ યાદ આવતા તરત બીલીમોરા રેલ્વે આ.પો.ના ફરજ ૫રના હે.કો. માઘુભાઇ બાબરભાઇ નાઓને જાણ કરતા તેઓએ બનાવની ગંભીરતા ધ્યાને લઇ તુરત આ ટ્રેનમાં બીલીમોરાથી વલસાડ જતા બીલીમોરા રેલ્વે આ.પો.ના પો.કો. ભાવસીંગભાઇ નારાયણભાઇ નાઓને મોબાઇલ ફોન ઉ૫ર બનાવની જાણ કરતા સદરહું પો.કો. એ પેસેન્જર જે જગ્યાએ બેઠેલ તે જગ્યાએ જઇ જણાવેલ વર્ણનવાળી સ્કુલ બેગની તપાસ કરતા મળી આવતા વલસાડ રે.પો.સ્ટે.માં લાવી પેસેન્જરને જણાવી તેમણે જણાવ્યા મુજબના બેગમાં રૂ. ૧,૦૦,૦૦૦/- ની રોકડ રકમ તથા પરચુરણ સામાન પેસેન્જરને પરત સોંપવામાં આવેલ આમ પોલીસની ત્વરીત કાર્યવાહીથી ગુનો બનતો અટકેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૯/૧૪ તા. ૨૬/૦૬/૧૪ :-
તા. ૨૬/૦૬/૧૪ ના રોજ વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓને સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર કલાક ૦૯/૩૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ પુજા ડો/ઓ બાળશીરામ રાઉત ઉં.વ.૨૦, ઘંઘો-અભ્યાસ, રહે. લાયન્સ કલબ ગાર્ડન બંદર રોડ ૫નવેલ, જી. થાણે મહારાષ્ટ્ર વાળી હોવાનુ અને પોતે તા. ૨૬/૦૬/૧૪ ના સવાર ક. ૦૬/૦૦ વાગે પોતાના માતા-પિતાને જણાવી મુંબઇ દાદર પોતાની કાકીના ઘરે જવા માટે ઓટોરીક્ષામાં બેસી ૫નવેલ રે.સ્ટે. ગયેલ અને ૫નવેલથી લોકલ ટ્રેનમાં બેસી વિરાર રેલ્વે સ્ટેશન આવેલી અને ભુલથી વિરાર રે.સ્ટે.થી ટ્રેનમા બેસી ગયેલ અને ગુજરાત તરફ આવેલ અને ગુજરાતમા આવ્યા ૫છી તેણીને ખ્યાલ આવેલ કે અહીંયા ગુજરાતી લોકો છે અને ગુજરાતી ભાષા બોલે છે જેથી તે પેસેન્જરોને પુછ૫રછ કરી સુરત રેલ્વે સ્ટેશને ક. ૦૯/૦૦ વાગે ઉતરેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે બાળશીરામ ગુલાબ રાઉત ઉં.વ.૬૦, રહે. સદરનો ફોન નંબર આ૫તા ફોન ૫ર તેઓનો સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્ટે.મા તેને લેવા માટે આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતા બાળશીરામ નાઓને રૂબરૂમા સોં૫વામા આવેલ છે.
પાન-ર
(૩) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૮/૧૪ તા. ૨૫/૦૬/૧૪ :-
તા. ૨૪/૦૬/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના વુ.પો.સ.ઇ. શ્રીમતી એસ.ડી. ૫ટેલ નાઓને વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪/૫ ઉ૫ર ક. ૦૯/૨૦ વાગે જબલપુર એકસ. ટ્રેનમાંથી ટી.ટી.ઇ.શ્રીએ એક પુરૂષને વગર ટીકીટે ૫કડી સોંપતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ કમલકુમાર મંગલસિંહ જાતે-રાજ, ઉં.વ.૬૫, ઘંઘો-નિવૃત્ત, રહે. ગામ ચુહીયા, બંગલા સાગર, (મઘ્યપૂદેશ) વાળો હોવાનુ અને પોતે ઘરેથી કોઇને કહયા વગર સોમનાથ મંદિરે દર્શન કરવા નિકળેલ અને રાજકોટમાં ભુલથી બીજી ટ્રેનમાં બેસી ગયેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના છોકરા નામે રૂપેશકુમાર રહે.સદર વાળાનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓએ જણાવેલ કે, પોતે પોતાના પિતા ગુમ થયા અંગેની કેન્ટસાગર પો.સ્ટે. ભોપાલ, મધ્યપ્રદેશમા અરજી આપતા સ્ટે.ડા. એન્ટ્રી નં. ૪૦/૧૪ તા. ૨૪/૦૬/૧૪ થી નોંધ કરેલ છે અને પોતે વડોદરા રે.પો.સ્ટે.મા તેઓને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી કમલકુમારને તેના છોકરા રૂપેશકુમારને રૂબરૂમાં સોં૫વામા આવેલ છે.
(૪) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૫/૧૪ તા. ૨૬/૦૬/૧૪ :-
તા. ૨૬/૦૬/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના વુ.પો.સ.ઇ. શ્રીમતી એસ.ડી. ૫ટેલ નાઓને વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર કલાક ૦૭/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ મહમદ આદીલ સ/ઓ મહંમદ ૫રવેજ જાતે-શેખ ઉં.વ.૧૨, ઘંઘો-અભ્યાસ, રહે. મકાન નં. ૧૫૮૫, મલવાઇ દરવાજા, જુમ્મા મસ્જીદ ભરૂચ વાળો હોવાનુ અને પોતાને પોતાની મમ્મીએ ભણવા બાબતે ઠ૫કો આ૫તા મનમા લાગી આવતા ઘરે કોઇને પણ જાણ કર્યા વગર તા. ૨૫/૦૬/૧૪ ના ક. ૧૭/૦૦ વાગે નિકળી આવેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ઘરનુ સરનામુ આ૫તા વુ.પો.સ.ઇ. શ્રીમતી એસ.ડી. ૫ટેલ તથા પો.કો./૧૬૦૯ નાઓ મળતી ટ્રેનમાં ભરૂચ જઇ તેના સરનામે જઇ તપાસ કરતા છોકરાની માતા નામે ઇફરાનબાનુ વા/ઓ મહમદ ૫રવેજ શેખ ઉં.વ.૩૦, ઘંઘો-મજુરી, રહે. સદર વાળીએ તેમના છોકરાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂ સોં૫વામા આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.