પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:59:54 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૫/૦૫/૧૪ થી તા. ૩૧/૦૫/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૨/૧૪ તા. ૨૯/૦૫/૧૪ :-  

                તા. ૨૯/૦૫/૧૪ ના રોજ એ.એસ.આઇ. અર્જુનભાઇ કહજીભાઇ બ.નં. ૧૫૪૦ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૧૧/૩૦ વાગે બે છોકરીઓ એકલી જોવામાં આવતા તેમની પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) કીર્તિ ડો/ઓ રમેશભાઇ ૫ટેલ ઉં.વ.૧૭, ઘંઘો-મજુરી, (ર) ઉર્વશી ડો/ઓ રમેશભાઇ ૫ટેલ ઉં.વ. ૧૫, ઘંઘો-અભ્‍યાસ, બન્‍ને રહે. ડભોલી, ઘનશ્‍યામનગર, સુરત વાળી હોવાનુ અને તેઓ બન્‍ને પોતાના માતા-પિતાને જાણ કર્યા વગર તેમના ફ્રેન્‍ડને મળવા આવેલ હોવાનુ જણાવેલ અને વાલી-વારસો અંગે પુછતા તેમણે તેમની માતા નામે ગીતાબેન રમેશભાઇ રહે. સદરનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેમને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરીઓ તેમની માતાને રૂબરૂ સોં૫વામા આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૬/૧૪ તા. ૩૧/૦૫/૧૪ :-  

                તા. ૩૧/૦૫/૧૪ ના રોજ પો.કો. રમેશભાઇ સુકાજી બ.નં. ૫૧૭ નાઓને સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં કલાક ૧૭/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ મનદિ૫ સ/ઓ સુનિલ જાતે-માળી ઉં.વ.૧ર, રહે. પાસોદરા પાટીયા, મામાદેવના મંદિરમાં વાળો હોવાનુ અને પોતાને ભણવામા મન ન લાગતા ઘરે કોઇને ૫ણ જાણ કર્યા વગર નિકળી આવેલ હોવાનુ જણાવતા અને વાલી-વારસો અંગે પુછતા તેણે તેની માતા નામે વિશ્વાસબેન સુનિલભાઇ રહે. સદરનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા તેને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂ સોં૫વામા આવેલ છે.

                                                                                                        Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.