૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૦/૦૪/૧૪ થી તા. ૨૬/૦૪/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) વડોદરા રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૩/૧૪ તા. ૨૩/૦૪/૧૪ :-
તા. ૨૨/૦૪/૧૪ ના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન મુસાફર ખાનામાં પો.ઇન્સ.વડોદરા રે.પો.સ્ટે. તથા પોલીસ માણસો ફરજ ૫ર હતા તે દરમ્યાન બે છોકરીઓ એકલી મુસાફર ખાનામા જોવામાં આવતા તેમની પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) શાક્ષીબેન ડો/ઓ નરેશભાઇ શર્મા ઉં.વ.૧૪, ઘંઘો-અભ્યાસ રહે. ૫૮, જામલી મહોલ્લો, નલ બજાર પો.સ્ટે. બી.પી.રોડ, મુંબઇ (ર) માનસી ડો/ઓ રાજેન્દ્રસિંહ ચોરસીયા ઉં.વ.૧૫ ઘંઘો-અભ્યાસ રહે. ૫૮ જામલી મહોલ્લો, નલબજાર પો.સ્ટે. બી.પી.રોડ મુંબઇ વાળી હોવાનુ અને તેમને તેમની માતાઓએ ભણવા બાબતે ઠ૫કો આ૫તા મનમા ખોટુ લાગતા ઘરેથી કોઇને કહયા વગર નિકળી આવેલ અને વાલી-વારસો અંગે પુછતા તેમણે તેમના પિતાનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો મોબાઇલ ઉ૫ર સં૫ર્ક કરતા તેઓએ આ અંગે બી.પી.રોડ પો.સ્ટે., મુંબઇમા ગુમ અંગેની નોંઘ કરાવેલાનુ જણાવી બી.પી.રોડ પો.સ્ટે.ના હે.કો. નિચરભાઇ બ.નં. ૨૫૫૭૪ સાથે વડોદરા રે.પો.સ્ટે.માં તેમને લેવા આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્ને છોકરીઓને તેમના પિતા નરેશભાઇ તથા રાજેન્દરસિંહ નાઓની રૂબરૂમાં બી.પી.રોડ પો.સ્ટે.ના હે.કો. નિચરભાઇ બ.નં. ૨૫૫૭૪ નાઓને સોં૫વામા આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.