૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૬/૦૩/૧૪ થી તા. ૨૨/૦૩/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૪/૧૪ તા. ૧૭/૦૩/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૭/૦૩/૧૪ના રોજ સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૩ ઉ૫ર વુ.હે.કો. દક્ષાબેન કીકુભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૨૦/૪૫ વાગે અમદાવાદ મુંબઇ લોકલ ટ્રેનમાં એક છોકરી એકલી બેઠેલી જોવામા આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ સોનુ નામદેવ પાટીલ ઉં.વ.૨૦, ઘંઘો-ઘરકામ, રહે. કારેલીબાગ સર્કલ પાસે, વડોદરા વાળી હોવાનુ જણાવેલ અને પોતાને પોતાની માતાએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા મનમાં લાગી આવતા ઘરેથી કોને ૫ણ જાણ કર્યા વગર વડોદરા રે.સ્ટે. આવી લોકલ ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન આવેલ અને વડોદરા કારેલીબાગ પો.સ્ટે.માં ફોન કરી તેના માતા-પિતાનો સં૫ર્ક કરતા તેના ભાઇ નામે પ્રકાશ નામદેવ પાટીલ નાઓ તા. ૧૮/૦૩/૧૪ ના રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇને રૂબરૂમાં સોંપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૮/૦૩/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૮/૦૩/૧૪ના રોજ સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર એ.એસ.આઈ. અર્જુનસિંહ કહજી નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૧૪/૪૫ વાગે એક છોકરી એકલી પેસેન્જરના બેસવાના બાંકડા ઉ૫ર જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ જયોતીબેન મનોજભાઇ તીરમલી ઉં.વ.૧૯, ઘંઘો-અભ્યાસ, રહે. એમ.આઇ.ડી.સી. અયોઘ્યાનગર, જલગાંવ, મહારાષ્ટ્રવાળી હોવાનુ અને પોતે પોતાની માતા સાથે તેના મામા સુરત ખાતે રહેતા હોય મામાના ઘરે હોળી કરવા માટે આવેલ અને પોતાની માતા હોળી કરી પોતાના વતન જલગાંવ જતી રહેલ અને તેને પોતાના મામાના ઘરે મુકેલી અને પોતાના મામાને જાણ કર્યા વગર ઘરેથી નિકળી સુરત રે.સ્ટે. આવેલ ૫રંતુ તેની પાસે ભાડાના પૈસા ન હોય સુરત રે.સ્ટે. પ્લેટફોર્મ ઉ૫ર બેસેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેની માતાનો મો.નંબર આ૫તા ફોન ઉપર સંપર્ક કરતાં તેની માતા નામે અરૂણાબેન મનોજભાઇ તીરમલી રહે. સદર નાઓ તા. ૨૦/૦૩/૧૪ ના રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરીને તેની માતાને રૂબરૂમાં સોંપેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૪૦/૧૪ તા. ૧૮/૦૩/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૮/૦૩/૧૪ના રોજ સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૧૬/૦૦ વાગે બે છોકરી એકલા જોવામા આવતા તેમને સમજાવી પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) આફરા મુસ્તાક શેખ ઉં.વ.૧૮, રહે. ૨૦૪/૭ લક્ષ્મીનગર ચંદ્રમણી સોસાયટી, મસ્જીદની સામે, લીકીંગરોડ, ગોરે ગાંવ, વેસ્ટ મુંબઇ (ર) સાઝીયા મહમદહુસેન શેખ ઉં.વ.૧૨ ઘંઘો-અભ્યાસ રહે. સદર વાળીઓ હોવાનુ જણાવેલ અને તેમની માતાએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા ઘરે કોઇને ૫ણ જાણ કર્યા વગર બાન્દ્રા રેલ્વે સ્ટેશનથી ૫શ્ચિમ એકસ. ટ્રેનમાં બેસી સુરત રે.સ્ટે. આવેલ હોવાનુ જણાવતા તેમના વાલી-વારસો અંગે પુછતા તેમણે તેમના કાકા નામે મહમદ મુઝમીલ અબ્દુલ કાદર રહે. સદરનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર સં૫ર્ક કરતા તેમના કાકા સુરત રેલ્વે પોલીસ સ્ટેશને તેઓને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી બન્ને છોકરીઓ તેમના કાકાને રૂબરૂમાં સોંપેલ છે.
પાન-ર
(૪) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૪૦/૧૪ તા. ૧૯/૦૩/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૯/૦૩/૧૪ના રોજ સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૨ ઉ૫ર પો.કો. રમેશભાઇ શુકજીભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૨૧/૦૦ વાગે એક છોકરો એકલો જોવામા આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ દેવ સ/ઓ દીલી૫ભાઇ કનાડીયા ઉં.વ.૧૨, રહે. ગુંજન ભનુહીલ બિલ્ડીંગ, વાપી, જી. વલસાડ વાળો હોવાનુ જણાવેલ અને પોતે પોતાના ઘરે કોઇને ૫ણ જાણ કર્યા વગર તેના દાદા પાસે વડોદરા જવા વાપી રે.સ્ટે.થી નિકળેલ અને સુરત રે.સ્ટે. ઉતરી ગયેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે દીલી૫ભાઇ કનાડીયા રહે. સદરનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર સં૫ર્ક કરતા તેના પિતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશને તેને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.