પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 8:55:26 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૯/૦૩/૧૪ થી તા. ૧૫/૦૩/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૮/૧૪ તા. ૧૨/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૨/૦૩/૧૪ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૨૨/૦૦ વાગે એક છોકરો એકલો જોવામા આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ દેવ રાજુભાઇ રાઠોડ ઉં.વ.૯, રહે. સચીન રેલ્‍વે સ્‍ટેશન સામે, સુરત વાળો હોવાનુ જણાવેલ અને પોતે પોતાની માતાને દુકાને નાસ્‍તો લેવા જવાનુ જણાવી સચીન રે.સ્‍ટે.થી લોકલ ટ્રેનમાં બેસી પોતાના મામા નવસારી ખાતે રહેતા હોય નવસારી જવા નિકળેલ પરંતુ મામાના ઘરે ગયેલ નહીં અને નવસારી રે.સ્‍ટે.થી પરત કચ્‍છ એકસ.માં બેસી સચીન આવવા નિકળેલ પરંતુ કચ્‍છ એકસ.નુ સચીન સ્‍ટોપેજ ન હોય સુરત રેલ્વે સ્ટેશન આવી ગયેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતા રાજેશભાઇ ભગવાનભાઇ રહે. ઉપર મુજબનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર તેઓનો સંપર્ક કરતાં તેઓ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૯/૧૪ તા. ૧૨/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૨/૦૩/૧૪ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉ૫ર એ.એસ.આઈ.અર્જુનસિંહ કહજી નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૨૩/૩૦ વાગે એક મહિલા બેસવાના બાંકડા ઉપર એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતાં તેણે તેનુ નામ અનીતા રઘુનંદ ઉપાધ્‍યાય ઉં.વ.૩૮, રહે. ૮૨ છોટે બ્રહમપુરી આર.એમ.બી રોજડ, ઉદેપુર, રાજસ્‍થાન વાળી હોવાનુ અને પોતે તા. ૧૧/૦૩/૧૪ ના રોજ અસ્‍થિર મગજના લીધે કોઇને પણ જાણ કર્યા વગર ઘરેથી નિકળી આવેલ અને તા. ૧૨/૦૩/૧૪ ના ક. ૨૩/૦૦ વાગે સુરત રે.સ્‍ટે. આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ભાઇ નામે અમરીશ રઘુનંદનનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર સંપર્ક કરતાં તેનો ભાઇ સુરત રેલ્વે પોલીસ સ્ટેશને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી મહિલાને તેના ભાઇને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૪ તા. ૧૩/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૩/૦૩/૧૪ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર વુ.એએસઆઇ જયાબેન જગમાલભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૦/૪૫ વાગે બે છોકરા એકલા જોવામા આવતા તેમને સમજાવી પુછપરછ કરતાં તેમણે તેમના નામ (૧) મહમદ બિલાલ મહમદ નિઝામુદ્દીન જાતે-શેખ ઉં.વ.૮ રહે. ઉમરગામ, જી. વલસાડ (ર) તુફેલ મહમદ નિઝામુદ્દીન જાતે-શેખ ઉં.વ.૫ રહે. સદર વાળા હોવાનુ જણાવેલ અને તેઓ બન્‍ને ઉમરગામ રે.સ્‍ટે. સામે રહેતા હોય સ્‍કુલે જતા ત્‍યારે ઉમરગામ રે.સ્‍ટે. સવારમાં ગુજરાત એકસ. ટ્રેન ઉમરગામ રે.સ્‍ટે. ઉભી હતી ત્‍યારે ટ્રેનમાંથી ચઢીને બીજી બાજુ જતા હતા તે વખતે જ ટ્રેન ચાલુ થઇ જતાં ટ્રેનમાં રહી જતાં સુરત રેલ્વે સ્ટેશન આવી ગયેલ હોવાનુ જણાવતા તેઓના વાલી-વારસો અંગે પુછતા તેમણે તેમના પિતા નામે મહમદ નિઝામુદ્દીન જાતે-શેખ રહે. સદરનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર તેમના પિતાનો સંપર્ક કરતાં તેમના પિતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશને તેઓને લેવા આવતાં, યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓ તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

 

 

પાન-ર

 

(૪)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૩/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૩/૦૩/૧૪ ના રોજ હે.કો. માધુભાઇ બાબરભાઇ નાઓ બીલીમોરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૮/૪૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ રાકેશ, ઉં.વ. ૬ નો હોવાનુ અને તેના માતા-પિતાનુ નામ ઠામ તથા રહેઠાણ અંગે કોઇ જવાબ આપેલ નથી. જેથી છોકરો સુરક્ષીત રહે તે હેતુ સર બાળ સુરક્ષા યુનિટ ચિલ્‍ડ્રન હોમ, ઘરાસણા, વલસાડ ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

 

 

 

                                                                                                                                Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.