પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 8:31:21 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૨/૦૩/૧૪ થી તા. ૦૮/૦૩/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૦૪/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૪/૦૩/૧૪ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર એ.એસ.આઈ. અર્જુનસિંહ કહજી નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૦/૪૫ વાગે એક છોકરો એકલો જોવામા આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ અજય ચીમનભાઈ ડોડીયા પટેલ ઉં.વ.૧૫, રહે. ઉધના રામનગર ગલી નં. ૧, સુરત વાળો હોવાનુ જણાવેલ અને પોતે ઘરે કોઈને પણ જાણ કર્યા વગર રમતો રમતો સુરત રેલ્વે સ્ટેશન ઉપર આવેલ હોવાનુ જણાવતા તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતા ચીમનભાઈ મણીલાલ રહે. ઉપર મુજબનો મોબાઈલ નંબર આપતાં ફોન ઉપર સંપર્ક કરતાં તેના પિતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશને તેને લેવા આવતાં અને યોગ્ય પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂમાં સોંપેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૦૪/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૪/૦૩/૧૪ના રોજ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર એ.એસ.આઈ.અર્જુનસિંહ કહજી નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૯/૦૦ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ ગીરજાકુમાર વાસુદેવકુમાર કુંભાર ઉં.વ.૧૩, રહે. રાંચી બુટ્ટીમોરા વાળો હોવાનુ અને પોતાના ઘરેથી એક મહિના પહેલાં કોઈને પણ જાણ કર્યા વગર ખરાબ મિત્રની સોબતના લીધે સુરત શહેરમાં આવી ગયેલ અને નવ મહિના વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ સુરતમા અગાઉ રહી ગયેલ અને તેના મા-બા૫ તમના વતનમાં લઈ ગયેલ અને પરત ભાગીને આવી ગયેલ છે. જેને તેના મા-બા૫ આવે ત્‍યાં સુઘી વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૦૪/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૪/૦૩/૧૪ ના રોજ પો. કો. શાંતીલાલ કાળુભાઈ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૯/૧૫ વાગે એક છોકરો એકલો જવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ મનોજ મહેશ ઠાકુર ઉં.વ.૧૭, રહે. ઈન્દોર નવાપુરા એરોડ્રામ રોડ, એમ.પી. વાળો હોવાનુ અને પોતાના ઘરેથી આશરે બે વર્ષ પહેલાં ગુજરાતમાં આવી ગયેલાનુ જણાવે છે. છ મહિનામાં એકવાર પોતાના વતનમા જતો હોવાનું જણાવે છે. જેને શ્રી વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

(૪)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૦૪/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૪/૦૩/૧૪ ના રોજ પો. કો. શાંતીલાલ કાળુભાઈ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૨ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૯/૧૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ અર્જુન નથુ દુધવાડે મરાઠી,ઉં.વ.૧૦, રહે. ઈસનપુર ચોકડી ગોવિંદવાડીની પાછળ દરબારના મકાનમાં ભાડેથી અમદાવાદ મુળ રહે. નંદુરબાર માતરગામ મહારાષ્ટ્રવાળો હોવાનુ અને પોતાના ઘરેથી ખરાબ મિત્રની સોબતના કારણે આશરે એક વર્ષ પહેલાં ઘરેથી નીકળી આવેલાનું જણાવેલ છે. જેને શ્રી વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ, સુરત ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

 

 


પાન-ર

 

(૫)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૦૪/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૪/૦૩/૧૪ ના રોજ પો. કો. રમેશભાઈ સુકાજીભાઈ  નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૯/૪૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ રોહતાશ નરસિંહ ગુજરાની નટ ઉં.વ.૧૨, રહે ગામ મહદન પાણીપેજ કલાકાર કોલોની જિ. દોલપુર રાજસ્થાન વાળો જણાવેલ અને પોતાને પોતાના પિતાએ ઠ૫કો આ૫તા અને કામ અંગે ઘરે માર મારતા હોવાથી આશરે બે વર્ષ પહેલાં ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી આવેલાનું જણાવેલ છે. જેને શ્રી વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ, સુરત ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

(૬)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૭/૧૪ તા. ૦૭/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૭/૦૩/૧૪ ના રોજ વુ.હે.કો. દક્ષાબેન કિકુભાઈ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૫/૪૫ વાગે એક છોકરી બાકડાં ઉપર એકલી બેઠેલી જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતાં તેણે તેનુ નામ માયાબેન લક્ષ્મણભાઈ પાટીલ ઉં.વ.૨૨, ધંધો અભ્યાસ રહે. ભાઈકુલા મધર ટેરેસા ચેરીટી આશાધન સાંન્કલી ભાયખલા મુંબઈ મહારાષ્ટ્રની હોવાનુ જણાવેલ અને પોતે મધર ટેરેસા આશ્રમાં ધોરણ-૧૦ અભ્યાસ કરતી અને આશ્રમમાં આશરે ત્રણ વર્ષની હતી ત્યારથી તેના માબાપ તેને મુકી ગયેલ અને આજદિન સુધી તેને મળવા આવેલ નથી જેથી તેના માબાપ થાણે મુંબઈ ખાતે હોવાનું માની માબાપને મળવા માટે દવાખાને જવાનું કહી નીકળી થાણે મુંબઈ ગયેલ પરંતુ માબાપ મળી આવેલ નહી જેથી થાણે મુંબઈથી તા. ૦૪/૦૩/૧૪ ના રોજ નિકળી ફરતી ફરતી સુરત રેલ્વે સ્ટેશન તા.૦૭/૦૩/૧૪ ના રોજ આવેલાનું જણાવતા જેને નારી સંરક્ષણ ગૃહ ઘોડદોડ રોડ, સુરત ખાતે સંભાળ માટે મુકવામાં આવેલ છે.

(૭)     ડભોઈ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૩/૧૪ તા. ૦૭/૦૩/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૮/૦૩/૧૪ ના રોજ એલ.આર.પો.કો.અશ્વીનકુમાર અભેસિંહ નાઓ ડભોઈ રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉ૫ર પોતાની ફરજ ૫ર હાજર હતા ત્‍યારે એક છોકરો ઉ.વ.૪ નો એકલો જોવામાં આવતાં પોલીસ સ્ટેશનમા લાવી સમજાવી પુછ૫રછ કરતા તેણે તેનુ નામ હુસેનભાઇ તથા માતાનુ નામ ફીરોજાબેન હોવાનુ અને ૫ બીબી દરગાહ પાસે, ખુલ્લી જગ્યામાં ડભોઇ રહેતા હોવાનુ જાણવા મળતા વાલી વારસોની તપાસ કરતાં તેની માતા નામે ફીરોજાબેન બાસુભાઇ હુકલાભાઇ જાતે-તડવી ઘંઘો-ભિક્ષા માગવાનો રહે. ૫ બીબી દરગાહ પાસે, ખુલ્લી જગ્યામાં ડભોઇ વળી મળી આવતા છોકરો હુસેનભાઇ ઉં.વ. ૪ નો પોતાનો હોય પોતે તેને તેની ફોઇ નામે જયેદાબેન ખાતુનભાઇને સોંપી પોતે ભિક્ષા માંગવા નસવાડી તરફ ગયેલ અને આ છોકરો રમતા-રમતા ડભોઇ રેલ્વે સ્ટેશન ઉ૫ર આવી ગયેલ હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેને માતા ફીરોજાબેનને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

 

 

 

                                                                                                                                Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.