પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:22:13 PM

૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૬/૦૨/૧૪ થી તા. ૨૨/૦૨/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૨૦/૦૨/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૦/૦૨/૧૪ ના રોજ એએસઆઇ, અર્જુનસિંહ કહજીભાઇ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૨૧/૦૦ વાગે એક મહિલા રડતી મુસાફર ખાનામાં જોવામાં આવતા તેની પુછ૫રછ કરતા તેણે તેનુ નામ સેજલ ડો/ઓ અમૃતભાઇ ઉં.વ.૨૦, ઘંઘો-ઘરકામ, રહે. નવી વસાહત, મેલડી માતાનો ટેકરો ઘર નં.-૫૧, જસોદાનગર, અમદાવાદ વાળી હોવાનુ અને પોતે પોતાની બહેન૫ણી કોમલ સાથે જસસોદાનગર મોબાઇલ રીપેર કરાવવા ગયેલ અને મોબાઇલ રીપેર કરી ઘરે મોડી આવેલ જેથી તેની માતાએ મોડી આવવાથી ઠ૫કો આપતા મનમાં લાગી આવતા ઘરે કોઇને ૫ણ જાણ કર્યા વગર ક. ૧૬/૦૦ વાગે નિકળી કાલુપુર રેલ્‍વે સ્‍ટેશન આવેલ અને ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટે. ક. ૨૦/૦૦ વાગે આવેલ હોવાનુ જણાવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના ફુવા નામે શંભુભાઇ મડાણભાઇ દેસાઇ ઉં.વ.૪૦, ઘંઘો-વેપાર, રહે. પાંડેસરા, આશાપુરી પ્‍લોટ નં. ૪૦૧, સુરતનો ફોન નંબર આ૫તા ફોન ૫ર સં૫ર્ક કરતા અને તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં આવતા અને છોકરીને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરીનો કબજો તેના ફુવાને રૂબરૂમાં સોં૫વામાં આવેલ છે.

(૨)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૩/૧૪ તા. ૨૧/૦૨/૧૪ :-  

                આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૦/૦૨/૧૪ ના રોજ પો.કો. વિનોદ પુરણબહાદુર બ.નં. ૩૬૯ નવસારી રેલ્‍વે આ.પો. નાઓ વલસાડ રે.પો.સ્‍ટે. ખાતે ચુંટણીલક્ષી તાલીમમાં જવા માટે નવસારીથી ૫શ્ચિમ એકસ. ટ્રેનમાં વલસાડ જતા દરમ્‍યાન સદર ટ્રેનના કોચ નં. એસ/૮ મા મુસાફરી કરતી માઘુરી તિવારી રહે. ૯/૧૩ બી.એમ.સી.કોલોની, કાંદીવલી રોડ, બાન્‍દ્રા, ઇસ્‍ટવાળીએ જણાવેલ કે સદર કોચમાં ત્રણ છોકરીઓ સ્‍કુલ યુનિફોર્મમા ઘરેથી ભાગી આવેલ હોવાનુ જણાવતા સદર પો.કોન્‍સ.એ ત્રણેય છોકરીઓને સમજાવી પુછ૫રછ કરતા તેમણે તેમના નામ (૧) સ્‍વીટી ડો/ઓ રાજવતસિંહ ૫રમાર ઉં.વ.૧૪, ઘંઘો-અભ્‍યાસ રહે. હાલ ભાડાના મકાનમાં વંદના ઇદકેલ ખોડા કોલોની ગાઝીયાબાદ, યુ.પી. મુળ ઉત્‍તરાખંડ (ર) નિઘી ડો/ઓ રાજેન્‍દ્રપ્રસાદ જાતે-પાલ ઉં.વ.૧૫, ઘંઘો-અભ્‍યાસ રહે. આર.સી. ૪૫૪ હાઉસ નં. ૭૦૦ ગલી નં.-૯, શંકર ખોડા કોલોની ગાઝીયાબાદ, યુ.પી. (૩) જયોતી વિનોદસીંગ નૈગી ઉં.વ.૧૬, ઘંઘો-અભ્‍યાસ, રહે. કલ્‍યાણકલેય, આર.સી.સી. ૨૩૭ ખોડા કોલોની ગાઝીયાબાદ (યુ.પી.)વાળી હોવાનુ અને તમામ છોકરીઓ વિહાર આર.કે. મોડલ સ્‍કુલ નોયડામાં ઘોરણ-૯ માં અભ્‍યાસ કરતી હોય ત્રણેય સ્‍કુલમાંથી કોઇને કહયા વગર મુંબઇ ફરવા માટે મુંબઇ જતી ટ્રેનમાં બેસી મુંબઇ જવાનુ જણાવતા તેઓને વલસાડ રેલ્‍વે સ્‍ટેશન ૫ર ઉતારી લીઘેલ અને તેમના વાલી-વારસો અંગે પુછતા તેમણે તેમના માતા-પિતા અને મામાનો ફોન નંબર આ૫તા ફોન ૫ર સં૫ર્ક કરતા તેઓ વલસાડ રેલ્‍વે પોલીસ સ્‍ટેશનમાં બાય રોડ આવતા અને છોકરીઓને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી ત્રણેય છોકરીઓ તેમના વાલી-વારસોને રૂબરૂ સો૫વામાં આવેલ છે. 

 

 

                                                                                                                                Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.