-: ૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૯/૦૨/૧૪ થી તા. ૧૫/૦૨/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૬/૧૪ તા. ૧૫/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૫/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ નાઓ સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફર ખાનામાં પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૧૦/૧૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછ૫રછ કરતા તેણે તેનુ નામ સમીરખાન ઉર્ફે સોન શેરખાન જાતે-૫ઠાણ ઉં.વ.૧૧, રહે. પુરબગેમા થાના ડગરવા જ. પુણીયા બિહારવાળો હોવાનુ અને પોતે પાલગામ સુરત મદ્રેસામાં અભ્યાસ કરતો હોય અને ભણવામા મન ન લાગતા પોતાના વતન જવા માટે તા. ૧૫/૦૨/૧૪ ના રોજ મદ્રેસામાંથી કોઇને ૫ણ જાણ કર્યા વગર સુરત રે.સ્ટે. આવેલ હોવાનુ જણાવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના મામા સાહિદ રહે. સદરનો ફોન નંબર આ૫તા ફોન ૫ર સં૫ર્ક કરતા તેના મામા સાહિદે જણાવેલ કે તેને તેના પિતા નાઓ સુરત લેવા આવવા માટેની ખાત્રી આપેલ અને દૂરથી આવવાનુ હોય તેના પિતા આવે ત્યાં સુઘી છોકરો સુરક્ષીત રહે તે અર્થે કાયદેસર કાર્યવાહી કરી શ્રી વી.આર. પોપાવાલા, ચિલ્ડ્રન હોમ, કતારગામ, સુરતખાતે મોકલવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૩/૧૪ તા. ૧૫/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૫/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના પો.કો. રમેશભાઇ શુકાજી નાઓ સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફર ખાનામાં પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૧૧/૧૫ વાગે એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછ૫રછ કરતા તેણે તેનુ નામ મનીષભાઇ આત્મારામ જાતે-શર્મા ઉં.વ.૧૭, ઘંઘો-અભ્યાસ, રહે. કુમારનગર, ઘુલીયા, મહારાષ્ટ્ર વાળો હોવાનુ અને પોતે તા. ૧૪/૦૨/૧૪ ના ક. ૧૯/૦૦ વાગે પોતાની માતાને નાસ્તો લેવા જાઉં છુ તેમ જણાવી ઘરેથી નિકળી બસમાં બેસી અમલનેર રે.સ્ટે. આવેલ અને ત્યાંથી ટ્રેનમાં બેસી તા. ૧૫/૦૨/૧૪ ના ક. ૦૮/૦૦ વાગે સુરત રે.સ્ટે. આવેલ હોવાનુ જણાવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેના પિતાનો ફોન નંબર આ૫તા ફોન ૫ર સં૫ર્ક કરતા તેના પિતા નામે આત્મારામ પ્રકાશ શ્યામલાલ શર્મા રહે. સદર નાઓ સુરત રે.પો.સ્ટે.માં આવતા તેમણે જણાવેલ કે તે અસ્થિર મગજનો હોય ઘરેથી નિકળી આવેલ હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂ સો૫વામાં આવેલ છે.
(૩) ડભોઇ રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૩/૧૪ તા. ૧૩/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૩/૦૨/૧૪ ના રોજ પો.કો. અંબાલાલ હીમાભાઇ નાઓ બોડેલી રેલ્વે સ્ટેશન ઉ૫ર પોતાની ફરજ ૫ર હાજર હતા તે વખતે ડેમુ ટ્રેનમાં એક બાળકી ઉંમર આશરે સાડા ત્રણ વર્ષની એકલી મળી આવતા તેને લઇ તેઓ ડભોઇ રે.પો.સ્ટે.મા આવેલા તે દરમ્યાન બાળકીને શોઘતા તેના વાલી-વારસો ડભોઇ રે.પો.સ્ટે.મા આવતા બાળકીને જોઇ બાળકી પોતાની હોવાનુ જણાવેલ જે બાળકીના પિતા નામે ગણ૫તભાઇ અરવિંદભાઇ બારીયા ઉં.વ.૨૪, ઘંઘો-પેટ્રોલ પં૫ ઉ૫ર નોંકરી, વેગા તા. ડભોઇ રહે. ગામ કજાપુર તા. ડભોઇ જી. વડોદરાવાળા નાઓએ જણાવેલ કે ડભોઇ રે.સ્ટે. સામે ગુલબી ચાલીમા તેમના સબંઘીને ત્યાં સીમંતના પ્રસંગમા પોતાના ૫રીવાર સાથે આવેલ જે બાળકી નામે રાગીની રેલ્વે સ્ટેશનેથી રમતા રમતા ટ્રેન વખતે ડેમુ ટ્રેનમા ચઢી ગયેલ હોવાનુ જણાવી બાળકી પોતાની હોવાનુ જણાવતા ખાત્રી કરી કાયદેસર કાર્યવાહી કરી બાળકી તેના પિતાને રૂબરૂમાં સો૫વામાં આવેલ છે.
(૪) વલસાડ રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૭/૧૪ તા. ૧૩/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૩/૦૨/૧૪ ના રોજ હે.કો. શનાભાઇ પુંજાભાઇ નાઓ વલસાડ રે.પો.સ્ટે.મા હાજર હતા તે વખતે કલાક ૧૩/૧૫ વાગે એક પેસેન્જર નામે રંજનલનલ મીસરીલાલ જાદવ ઉં.વ.૩૯, ઘંઘો-સમાજ સેવા, રહે. મારલગામ, પોસ્ટ-ઓહ૫, તા. કલ્યાણ જી. થાણે મહારાષ્ટ્ર નાઓએ પો.સ્ટે.મા આવી જણાવેલ કે પોતાના ગૃ૫ સાથે મુંબઇથી વલસાડ આવવા ટ્રેન નં. ૧૯૨૦૧૫ ડા. સૌરાષ્ટ્ર એકસ. ટ્રેનના રીઝર્વ કોચ નં. એસ/૩ માં નિકળેલ તે વખતે અમારા ગૃપની એક છોકરી નામે કવિતા હીરામણ ગવાઇ રહે. મારલગામ જી. થાણે વાળી સીટ નં. ૪૩ ઉપર હતી અને તેણે પણ વલસાડ રેલ્વે સ્ટેશને ઉતરવાનુ હતુ પરંતુ તેણીની ટ્રેનમાંથી ઉતરેલ નહી અને ટ્રેનમા રહી ગયેલ છે જેથી તાત્કાલીક બીલીમોરા અને નવસારી આ.પો.ના પોલીસ માણસોને ટેલીફોન ઉપર છોકરીનુ નામ, વર્ણન આપી તપાસ કરાવતા નવસારી રેલ્વે આ.પો.ના પોલીસ માણસોએ સદરહું છોકરી નામે કવિતા હીરામણ ગવાઇ ઉં.વ.૨૧, ધંધો-ઘરકામ, રહે. સોમસાયદીપ કોલોની રૂમ નં.-૫, મારલગામ, તા. રીખાડા જી. થાણે મહારાષ્ટ્રવાળી સદર ટ્રેનમા જણાવેલ સીટ ઉપર ઉંઘતી હોય તેને જગાડી ટ્રેનમાંથી ઉતારી લઇ વલસાડ રે.પો.સ્ટે.માં લાવતા ગૃપ લીડર રંજનલનલ મીસરીલાલ જાદવ નાઓને છોકરીને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેઓને સોંપવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.