-: ૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૨/૦૨/૧૪ થી તા. ૦૮/૦૨/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૩/૧૪ તા. ૦૨/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૨/૦૨/૧૪ ના રોજ કલાક ૦૦/૩૫ વાગે ઓન ડયુટી સ્ટેશન માસ્તર સુરત નાઓએ એક લેખિત મેમો આપી પેસેન્જર ગોપાલભાઇ રમેશભાઇ જાતે-પાટીલ નાઓની સાથે એક નાની બાળકી ઉં.વ. ૧ ના આશરાની સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪ ઉપર વીરાર-સુરત શટલમાં ટ્રેનના વચ્ચેના ડબ્બામાં એકલી મળી આવેલ હોવાનુ જણાવી મોકલી આ૫તા મીસીંગ સ્કોડના માણસોએ વાલી-વારસો અંગે સ્ટેશન વિસ્તારમાં તપાસ કરતા કોઇ વાલી-વારસ મળી આવેલ ન હોય વાલી-વારસો મળે ત્યાં સુઘી સુરક્ષા અર્થે કાયદેસર કાર્યવાહી કરી બાળકીને નારી સુરક્ષાગૃહ, ઘોડદોડ રોડ, સુરતખાતે મોકલવામાં આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૩/૧૪ તા. ૦૫/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૫/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉપર પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્યાન કલાક ૦૯/૦૦ વાગે ફ્રુડ એકસપ્રેસ હોટલની બાજુમા આવેલ બેસવાના બાંકડા ઉ૫ર બે નાની છોકરીઓ એકલી જોવામાં આવતા તેઓને સમજાવી પુછપરછ કરતા તેઓએ તેમના નામ (૧) તેજલબેન ડો/ઓ મુસબભાઇ જાતે-રાઠોડ, ઉં.વ.૧૦, રહે. અમદાવાદ રેલ્વે સ્ટેશન સામે, ફુટપાથ ઉ૫ર (ર) ભાવિકા ઉર્ફે ક્રિષ્ણા ડો/ઓ મુસબભાઇ જાતે-દેવીપુજક રાઠોડ, ઉં.વ.૮ રહે. સદરની હોવાનુ જણાવેલ અને અમદાવાદથી પોતાના પિતાને શોઘવા ટ્રેનમાં બેસી સુરત આવેલ હોવાનુ જણાવેલ અને પિતાનો કોઇ સં૫ર્ક નંબર ન હોય બન્ને છોકરીઓને વાલી-વારસો મળે ત્યાં સુઘી સુરક્ષા અર્થે કાયદેસર કાર્યવાહી કરી નારી સુરક્ષાગૃહ, ઘોડદોડ રોડ, સુરતખાતે મોકલવામાં આવેલ છે.
(૩) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૯/૧૪ તા. ૦૬/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૬/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્કોડના પોલીસ માણસો સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૪ ઉ૫ર હાજર હતા તે દરમ્યાન એક પેસેન્જર નામે જસવંતભાઇ સ/ઓ ઘનાજી જાતે-ગોડ, ઉં.વ.૨૭, ઘંઘો-મજુરી, રહે. લાલતંબુ, કોસાડ, તા. ચોર્યાસી, જી. સુરત વાળાએ જણાવેલ કે એક નાની બાળકી આશરે દોઢ વર્ષની એકલી અહીંયા રડે છે જેથી પ્લેટફોર્મ તથા આજુબાજુમા તેના વાલી-વારસો અંગે તપાસ કરતા કોઇ મળી આવેલ ન હોય અને તે પોતે કાંઇ બોલતી ન હોય વાલી-વારસોની તપાસ કરી મળે ત્યાં સુઘી તેની સુરક્ષા અર્થે કાયદેસર કાર્યવાહી કરી બાળકી નારી સંરક્ષાગૃહ, ઘોડદોડ રોડ, સુરત ખાતે મોકલી આ૫વામાં આવેલ છે.
(૪) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૩૩/૧૪ તા. ૦૮/૦૨/૧૪ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૮/૦૨/૧૪ ના રોજ કલાક ૨૧/૧૫ વાગે મીસીંગ સ્કોડના પો.કો. રમેશભાઇ શુકાજી બ.નં. ૫૧૭ નાઓ સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ મુસાફર ખાનામાં હાજર હતા તે વખતે એક બાઇ એકલી બેઠેલી જોવામાં આવતા તેને પુછ૫રછ કરતા તેણે તેનુ નામ પ્રતિમા વા/ઓ મનોજ જાતે-ઘોષ, ઉં.વ.૨૦, ઘંઘો-ઘરકામ, રહે. દુર્ગાપુર ગામ, લાબરાયસ, પોસ્ટ ઘોબાની, જી. લરઘવાની, થાના-લાહુવા, વેસ્ટ બંગાલની હોવાનુ જણાવેલ અને સુરત ખાતે મજુરીકામ ઘંઘાઅર્થે આવેલ અને ૫રત જવાનુ હોય ૫રંતુ પોતાને કાંઇ ખબર ૫ડતી ન હોવાનુ જણાવી તેના ભાઇ નામે વિકાસભાઇનો મોબાઇલ નંબર આ૫તા તે નંબર ઉ૫ર સં૫ર્ક કરતાં તેના ભાઇએ પોતાની બેનને લેવા આવનાર હોવાનુ જણાવતા તેઓ આવે ત્યાં સુઘી સદરી સ્ત્રીને સુરક્ષા અર્થે કાયદેસર કાર્યવાહી કરી નારી સુરક્ષાગૃહ, ઘોડદોડ રોડ, સુરતખાતે મોકલી આ૫વામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.