પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:54:37 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૬/૦૧/૧૪ થી તા. ૦૧/૦૨/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૦૩/૧૪ તા. ૦૧/૦૨/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૩૧/૦૧/૧૪ ના રોજ વડોદરા રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર ફીરોજપુર-જનતા એકસ. ટ્રેનમાં વગર ટીકીટે બેઠેલ છોકરી તથા છોકરાને ટી.ટી.ઇ.એ મીસીંગ સ્‍કોડના વુમન પી.એસ.આઇ.ને સોપતા તેઓની પુછપરછ કરતા તેમણે તેમના નામ (૧) મહમદ ઇકબાલ મહોરમઅલી રાયણ ઉં.વ.૨૨, ધંધો-સિલાઇ કામ, રહે. મુંબઇ વેસ્‍ટ બાન્‍દ્રા, સફારા બિલ્‍ડીંગ રૂમ નં.-૩૦ મુળ રહે. થાના કૌરાવ, ટાઉન કૌરાવુ જી. અલ્‍હાબાદ (યુ.પી.) (ર) તયબાબાનુ ડો/ઓ કાદરભાઇ શેખ ઉં.વ.૧૯ ધંધો-ઘરકામ રહે. બાન્‍દ્રા નાલા સોપારા, વસંતનગરી મુળ રહે. કપડવંજ ઇસ્‍લમપુરા, કુંવારી ફળીયુ ની હોવાનુ જણાવેલ અને તેઓ બન્‍ને એક બીજાને પ્રેમ કરતા હોય ઘરેથી કોઇને કહયા વગર ફરવા માટે નિકળી આવેલ હોય તેઓના વાલી-વારસો અંગે પુછતા બન્‍નેએ ઘરના મો.ફોન નંબર આપતા તેઓના વાલી-વારસોનો ફોન પર સંપર્ક કરતાં તેઓ વડોદરા રે.પો.સ્‍ટે.માં આવતા વાલી-વારસોએ જણાવેલ કે બન્‍ને રાજી ખુશીથી લગ્‍ન કરવાના હોય જેથી કાયદેસર કાર્યવાહી કરી છોકરીને તેની મમ્‍મી નામે ઝરીનાબાનુને તથા છોકરાને તેના પિતા નામે મોહરમઅલી નાઓને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૪ તા. ૩૦/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૩૦/૦૧/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૭/૦૦ વાગે એક વૃદ્ધ મહિલા આટા ફેરા મારતી અને બુમો પાડતી જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ જોરાબેબી વા/ઓ મોહમદ રૂહલા જાતે-જીલાની ઉં.વ.૬૫, ઘંઘો-ઘરકામ, રહે. કતારગામ દરવાજા સીટી પોઇન્‍ટ બાજુમા, મોર્ડન એપાર્ટમેન્‍ટ, સુરતની હોવાનુ જણાવેલ અને પોતે અસ્‍થિર મગજને કારણે તા. ૨૯/૦૧/૧૪ ના રોજ સાંજના ક. ૨૦/૦૦ વાગે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ક. ૨૧/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ અને સુંઇ રહેલાનુ જણાવતા તેની પાસેની થેલીમાંથી એક ટેલીફોન ડાયરી મળતા તેમાં તેના છોકરા નામે મહમદ સિદીકી સ/ઓ મહમદ રૂહલા નો મોબાઇલ નંબર મળતા ફોન પર સંપર્ક કરતા તેનો છોકરો સુરત રે.પો.સ્‍ટે.માં આવતા અને પોતાની માતાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી સદર મહિલાને તેના છોકરાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૧/૧૪ તા. ૦૧/૦૨/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૧/૦૨/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફર ખાનામાં પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૦૮/૩૦ વાગે સબ વે ની બાજુમા એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ વિષ્‍ણુ સ/ઓ રાજુભાઇ વણકર, ઉં.વ.૧૩, રહે. લસકાણા ભાથીજીના મંદિર પાસે, સુરતનો હોવાનુ જણાવેલ અને પોતે ભણવા જતો નથી અને ખરાબ મિત્રની સોબતના લીધે તા. ૦૧/૦૨/૧૪ ના રોજ કલાક ૦૧/૩૦ વાગે પોતાના ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ક. ૧૪/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણે તેની માતા સંગીતાબેન વા/ઓ રાજુભાઇ વણકર ઉં.વ.૨૯, ધંધો-ઘરકામ, રહે. સુરતનો મોબાઇલ નંબર આપતા ફોન પર તેની માતાનો સંપર્ક કરતા તેની માતા સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેની માતાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

                                                                                                                                Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.