પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 9:18:05 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૯/૦૧/૧૪ થી તા. ૨૫/૦૧/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૧૮/૧૪ તા. ૨૧/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૧/૦૧/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુમન એએસઆઇ જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉ૫ર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૭/૧૦ વાગે પ્‍લે.નં.-૧ ઉ૫ર આવેલ લેડીઝ વેઇટીંગ રૂમમાં એક છોકરી એકલી જોવામાં આવતા તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ બબીતાબેન કલેશ્વર જાતે-ઉરાવ ઉં.વ.૧૩, ધંધો-ઘરકામ, રહે. ગામ ચિ૫રી રાની ટોલી, થાના બીસનપુર, જી. ગુમલા (ઝારખંડ) ની હોવાનુ જણાવેલ અને પોતે એક મહિના ૫હેલા ઘરે માતા-પિતાને જણાવી ગુજરાતમાં કામ-ઘંઘા અર્થે તેના ગામના છોકરા નામે ભુવનેશ્વર સાથે સુરત આવેલ અને કામ ઘંઘામા મન ન લાગતા પોતાના વતનમા જવા ભુવનેશ્વરને જાણ કર્યા વગર તા. ૨૧/૦૧/૧૪ ના રોજ સુરત રે.સ્‍ટે. આવેલ અને ઝારખંડ જવા માટે કોઇ ટ્રેન ન હોય વેઇટીંગ રૂમમાં બેસેલ છુ તેમ કહેતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના પિતરાઇ ભાઇ દિનેશકુમારસિંહ સોહનસિંહ જાતે-સીંગ ઉં.વ.૩૬, ઘંઘો-મજુરી, રહે. ઉઘના શાસ્‍ત્રીનગર મકાન નં. ૬૦૧ સુરત મુળ લોદીપાટ થાના બિસનપુર જી. ગોમલા ઝારખંડ વાળાનો મોબાઇલ નંબર આ૫તા તેઓનો ફોન પર સંપર્ક કરતા તેનો પિતરાઇ ભાઇ સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતરાઇ ભાઇ દિનેશકુમારસિંહ ને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.