પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સારી કામગીરી

7/6/2025 7:32:10 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૨/૦૧/૧૪ થી તા. ૧૮/૦૧/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૧૮/૧૪ તા. ૧૪/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૪/૦૧/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુમન પો.સ.ઇ., તથા પોલીસ માણસો વડોદરા રેલ્‍વે સ્‍ટેશન મુસાફર ખાનામાં ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૮/૦૦ વાગે એક છોકરી એકલી જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ સીમાબેન ડો/ઓ ઇસરાજભાઇ પઠાણ ઉં.વ.૧૨, ધંધો-ઘરકામ, રહે. નિસરાયા ગામ, તા. બોરસદ, જી. આણંદની હોવાનુ જણાવેલ અને પોતાને પોતાની મોટી બહેન સાથે ઝઘડો થતાં મનમાં ખોટુ લાગતા ઘરેથી કોઇ ને કહયા વગર નિકળી આવેલ છુ તેમ કહેતા તેના વાલી-વારસો અંગે પુછતા તેના પિતાનો સંપર્ક નંબર આપતા તેઓનો ફોન પર સંપર્ક કરતા તેઓ વડોદરા રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતા ઇસરાજભાઇ પઠાણને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૫/૧૪ તા. ૧૮/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૮/૦૧/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. રમેશભાઇ સુકાજી બ.નં. ૫૧૭ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન વેસ્‍ટ મુસાફરખાનામા પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૮/૧૦ વાગે બે છોકરા એકલા જોવામાં આવતા તેઓને સમજાવી પુછપરછ કરતા તેમણે તેમનુ નામ (૧) સમશેર સ/ઓ કરીમ જાતે-ઘોનીયા (મુસ્‍લીમ) ઉં.વ.૧૧, ઘંઘો-અભ્‍યાસ, રહે. મીઠીખાડી, બેઠી કોલોની, સુરત (ર) અજમેર સ/ઓ કરીમ જાતે-ઘોનીયા (મુસ્‍લીમ) ઉં.વ.૫, ઘંઘો-અભ્‍યાસ, રહે. સદર વાળા હોવાનુ જણાવેલ અને પોતાના પિતા નામે કરીમભાઇ અબ્‍દુલભાઇ હોટલ ૫ર કામ ૫ર ગયેલા અને માતા નાના ભાઇને દવાખાને લઇ ગયેલ ત્‍યારે દવાખાનેથી જલ્‍દી ૫રત ન આવતા ઘરેથી તા. ૧૮/૦૧/૧૪ ના ક. ૧૫/૦૦ વાગે કોઇને કહયા સિવાય નિકળી ચાલતા સુરત રેલ્‍વે સ્‍ટેશને કલાક ૧૬/૧૫ વાગે આવેલા હોવાનુ જણાવતા તેઓના પિતા જે હોટલમાં કામ કરતા હતા તેનુ સરનામુ આ૫તા તે હોટલ ૫ર બન્‍ને ભાઇઓને લઇ જતાં તેના પિતા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી બન્‍ને છોકરાઓ તેઓના પિતાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

(૩)     ડભોઇ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૪ તા. ૧૮/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૮/૦૧/૧૪ ના રોજ દિવસ સ્‍ટેશન ડયુટીની ફરજ ઉપરના એએસઆઇ, છત્રસિંહ ડાહયાભાઇ નાઓ પ્‍લેટફોર્મ ૫ર પોતાની ફરજ ઉપર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૩/૩૦ વાગે પ્‍લેટફોર્મ ઉ૫ર એક છોકરો મોટેથી બકવાસ કરી બુમો પાડતા તેઓના જોવામાં આવતા તેઓ તેની પાસે જઇ તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ જયેન્‍દ્ર મહીજીભાઇ હરીજન ઉં.વ.૨૨, રહે. ગામ કારવણ, બસ સ્‍ટેન્‍ડ પાસે, વણકરવાસ, તા.ડભોઇ, જી. વડોદરાનો હોવાનુ જણાવતા કારવણ ગામે તેના વાલી-વારસોનો સં૫ર્ક કરી તેઓને જાણ કરતા તેના કાકાના દિકરા નામે દિનેશભાઇ વિઠલભાઇ વણકર ઉં.વ.૪૭, ઘંઘો-મજુરી, રહે. કારવણ બસ સ્‍ટેન્‍ડ પાસે, વણકરવાસ, તા.ડભોઇ જી. વડોદરા નાઓ પો.સ્‍ટે.મા આવતા તેમણે જણાવેલ કે સદરી મંદ બુઘ્‍ઘીનો અને અસ્‍થિર મગજનો હોય અવાર-નવાર ઘરેથી નિકળી જઇ રખડતો ફરતો હોય તેમ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના કાકાના છોકરાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

 

                                                                                                       Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.