પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 11:06:00 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૫/૦૧/૧૪ થી તા. ૧૧/૦૧/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૦/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૦/૦૧/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૦/૧૫ વાગે બાંકડા ઉ૫ર એક છોકરો એકલો બેઠેલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ ગોપાલભાઇ લક્ષમણભાઇ જાતે-ગૌડ, ઉં.વ.૧૫ રહે. ગાયત્રી માતાના મંદિર પાસે ભરથાણા, તા. ચોર્યાસી, જી. સુરત વાળો હોવાનુ જણાવેલ અને તેના મામા નામે પદમસિંહ ભવરસિંહ જાતે-બનઝારા, ઉં.વ.૨૮, ધંધો-ફેરીનો રહે. કોસાડ, લાલતંબુ, તા. ચોર્યાસી, જી. સુરત વાળો સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર ચ્‍હાની ફેરી કરતો હોય તેના મામાને મળવા ઘરેથી કોઇને જાણ કર્યા સિવાય તા. ૧૦/૦૧/૧૪ ના કલાક ૦૭/૧૫ વાગે નિકળી ગયેલ અને કોસાડથી લોકલ ટ્રેનમાં બેસી સુરત રે.સ્‍ટેશને આવેલ અને તેના મામાનો સંપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા આવતા અને પુરતા પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના મામાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૫/૧૪ તા. ૧૦/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૦/૦૧/૧૪ ના રોજ મીસીંગ સ્‍કોડના પો.કો. શાંતીલાલ કાળુભાઇ સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-ર ઉપર પોતાની ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૦/૨૫ વાગે પ્‍લે.નં.-ર ઉપર એક છોકરો એકલો આંટા મારતો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ વિજય સ/ઓ પરેમભાઇ જાતે-બનઝારા, ઉં.વ.૧૨ રહે. ગંગામાતાના મંદિર પાસે ભરથાણા સુરતનો હોવાનુ જણાવેલ અને પોતાના ફુવા નામે પ્રકાશભાઇ જાતે-ખિચી ઉં.વ.૨૫, ધંધો-કુલી, રહે. રામનગર, ભરથાણા, તા. ચોર્યાસી, જી. સુરતનાઓ કુલી તરીકે સુરત રેલ્‍વે સ્‍ટેશન ઉપર કામ કરતા હોય તેઓની પાસે જવા આજરોજ સવારે કલાક ૦૮/૦૦ વાગે કોઇને જાણ કર્યા વગર ભરથાણાથી રીક્ષામાં નિકળી સુરત રેલ્‍વે સ્‍ટેશને આવેલાનુ જણાવતા તેના ફુવા પ્રકાશભાઇનો સંપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા આવતા અને પુરતા પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના ફુવાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

(૩)     આણંદ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૦/૧૪ તા. ૧૦/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૦/૦૧/૧૪ ના રોજ દિવસના ફરજ ઉપરના પો.કો. ફુલસિંહ સવાભાઇ બ.નં. ૧૩૩૯ નાઓ પોતાની ફરજ પર પ્‍લેટફોર્મ ઉપર હાજર હતા તે દરમ્‍યાન કલાક ૧૫/૨૦ વાગે પ્‍લે.નં.-૩ ઉપર એક છોકરો એકલો જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ જોયલ દિનેશભાઇ પરમાર ઉં.વ.૧૪ રહે. એસ.ટી.નગર, પ્રગતીનગર, એલ-૨૭, નડીયાદ વાળો હોવાનુ જણાવેલ અને પોતે વલસાડ પેસેન્‍જર ડાઉન ટ્રેનમાંથી પાણી પીવા માટે નીચે ઉતરેલ અને ટ્રેન ઉપડી જતા સ્‍ટેશન ઉપર રહી ગયેલ હોવાનુ જણાવતા હે.કો. ધનાભાઇ નાનાભાઇ બ.નં. ૩૯૪ નાઓએ સદર બાળકને લઇ નડીયાદ મુકામે જણાવેલ સરનામે જતા તેના પિતા દિનેશભાઇ હાજર મળતા દિકરાને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેના પિતાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

 

                                                                                                       Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.