પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:02:20 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૯/૧૨/૧૩ થી તા. ૦૪/૦૧/૧૪ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૩૦/૧૪ તા. ૦૧/૦૧/૧૪ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૩૧/૧૨/૧૩ ના રોજ વલસાડ રેલ્‍વે સ્‍ટેશન માસ્‍તરે એક છોકરી દિપા ૫ટેલ ઉં.વ.૨૦ ના આશરાની રહે. ઉત્‍તરપ્રદેશ વાળી સ્‍ટેશન ઉ૫ર ટ્રેનમાં આવેલ છે તેવો મેમો આ૫તા ફરજ ૫રના હેડ કોન્‍સ. ગણ૫તસિંહ સબુરભાઇ નાઓએ સદર છોકરીને વુમન પો.કો. સાથે પોલીસ સ્‍ટેશન લાવી તેની પુછ૫રછ કરતા તેણે તેનુ નામ દિપા પ્રભુનાથ રામબ્રીજ ૫ટેલ ઉં.વ. ૨૦, રહે. ગામ ભરગવા, પોસ્‍ટ કુંડવાકલા, ચુનાર, જી. મિરઝાપુર (યુ.પી.) વાળી હોવાનુ જણાવેલ અને પોતાને પોતાના પિતાએ ઠ૫કો આ૫તા મનમાં લાગી આવતા કોઇને કહયા વગર ઘરેથી નિકળી ગુજરાત કવીન ટ્રેનમાં બેસી વલસાડ આવેલ હોવાનુ જણાવેલ અને તેના પિતાનો ફોન નંબર આ૫તા તેના પિતા નામે પ્રભુનાથ રામબ્રીજ નાઓનો સં૫ર્ક કરી તેઓ વલસાડ રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતા પ્રભુનાથ રામબ્રીજ ૫ટેલનાઓને રૂબરૂ સોંપેલ છે. 

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૯/૧૩ તા. ૩૧/૧૨/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૩૧/૧૨/૧૩ ના રોજ ક. ૦૭/૦૦ વાગે સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૧ ઉપર વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ ફરજ પર હાજર હતા તે દરમ્‍યાન બેસવાના બાંકડા ઉ૫ર એક છોકરી એકલી બેઠેલી જોવામાં આવતા તેને સમજાવી પુછપરછ કરતા તેણે તેનુ નામ પ્રેરણા ડો/ઓ હરીચન્‍દ્ર જાતે-કોસ્‍ટી ઉં.વ.૧૮, ઘંઘો-ઘરકામ, રહે. મામા ચાલ નં.-૫૨ એલ.ફિ સ્‍ટન, દિ૫ક ટોકીઝ ઇસ્‍ટ, મુંબઇ વાળી હોવાનુ જણાવેલ અને પોતાને પિતાએ ઘરકામ બાબતે ઠ૫કો આ૫તા ઘરેથી કોઇને કહયા વગર તા. ૩૦/૧૨/૧૩ ના કલાક ૦૩/૦૦ વાગે નિકળી એલ. ફિ. રેલ્‍વે સ્‍ટેશને આવી લોકલ ટ્રેનમા બેસી બોરીવલી રેલ્‍વે સ્‍ટેશન આવી અને ત્‍યાંથી ટ્રેનમા બેસી તા. ૩૧/૧૨/૧૩ ના ક. ૦૩/૧૫ વાગે સુરત રે.સ્‍ટે. આવેલ અને તેના વાલીવારસો અંગે પુછતા તેણે તેના પિતા નામે હરીચન્‍દ્ર કાલીચરણ કોસ્‍ટીનો નંબર આપતા તેઓનો ફોન પર સંપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.મા આવતા અને પુરતા પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતાને રૂબરૂ સોં૫વામાં આવેલ છે.

 

 

 

                                                                                                       Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.