પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:39:37 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૮/૧૨/૧૩ થી તા. ૧૪/૧૨/૧૩ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વલસાડ રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૧૩/૧૩ તા. ૧૩/૧૨/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૩/૧૨/૧૩ ના ક. ૨૨/૦૦ ના સુમારે હે.કો. ગણપતસિંહ સબુરભાઇ તથા વુ.એલ.આર. છાયાબેન છનાભાઇ નાઓ વલસાડ રે.સ્‍ટે. ઉપર પોતાની ફરજ પર હાજર હતા દરમ્‍યાન કલાક ૨૨/૦૦ વાગે પ્‍લે.નં.-૨ ઉપર અવંતીકા એકસ. ટ્રેનના લેડીઝ કોચમાંથી પેસેન્‍જર સ્‍ત્રી નામે કનીજાબેન અબ્‍બાસભાઇ ટીનવાલા ઉં.વ.૪૨, ધંધો-મહીલા મંડળ સંચાલક રહે. નાના તાઇવાડ વલસાડવાળીએ એક શકમંદ ઇસમ એક બાળકીને લઇને લેડીઝ કોચમાં બેઠેલ હોવાનુ જણાવતા તાત્‍કાલીક વુમન એલ.આર. સાથે પહોંચી શકમંદ ઇસમને બાળકી સાથે ઉતારી પોલીસ સ્‍ટેશન લાવી જીણવટ પુર્વક પુછપરછ કરી બાળકીના માતા-પિતા તથા બાળકીનુ નામ ઠામ પુંછતા સદર ઇસમે પોતે બાળકીને મુંબઇ કમીટીપુરા ખાતેથી લઇ આવેલ હોવાનુ જણાવતા અને તેનુ નામ પુછતા તેણે તેનુ નામ મહમદ ઉમર ઉર્ફે ભોલુ સ/ઓ કલ્‍લુ જાતે સન્‍ની મુસલમાન ઉં.વ.૧૯ ધંધો-ઝરીકામ, રહે. અંધેરી જોગલી સૈયદ, ઝરીવાલાના કારખાનામાં, અંધેરી વેસ્‍ટ મુંબઇ મુળ લખનૌ (યુ.પી.)નો હોવાનુ જણાવેલ. આ બાળકી બાબતે મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમમાં તપાસ કરતા નાગપાડા પો.સ્‍ટે.માં બાળકી નામે સુહાના રાજા ઘાઢવે ઉં.વ.૩ ના આશરાનાનીને લઇ જનાર ઇજાણ્‍યા ઇસમ વિરૂધ્‍ધ નાગપાડા પો.સ્‍ટે.માં ગુ.ર.નં. ૩૭૬/૧૩ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબ તા. ૧૨/૧૨/૧૩ ના રોજ કલાક ૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ હોય નાગપાડા પો.સ્‍ટે.નો સંપર્ક કરતાં વુમન પો.સ.ઇ. બાળકીના વાલી-વારસો સાથે વલસાડ રે.પો.સ્‍ટે.મા આવતા સદર બાળકી તેમજ શકમંદ ઇસમને વુમન પો.સ.ઇ. તથા બાળકીના વાલી વારસોને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૨૬/૧૩ તા. ૦૮/૧૨/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૮/૧૨/૧૩ ના રોજ ક. ૧૩/૩૦ વાગે સામાજીક કાર્યકર્તા નયનાબેન વિનોદભાઇ શાહ ઉં.વ.૪૬ ધંધો-નોંકરી રહે. નાણાવટ વિકળવાડી વિક્રમ એપાર્ટમેન્‍ટ, ફલેટ નં.-ર, ચોક બજાર વિસ્‍તાર, સુરતવાળીને સુરત રે.સ્‍ટે. પ્‍લે.નં.-૪ ઉપરથી ઉપડતી સુરત-જામનગર ટ્રેનમાં તેમની નણંદને બેસાડવા આવેલ ત્‍યારે સદર ટ્રેનના પાછળના ડબ્‍બાની વચ્‍ચે એક અજાણી છોકરી ટ્રેન વચ્‍ચે આવી જતાં પેસેન્‍જરોની મદદથી સદર છોકરીને ટ્રેન નીચેથી બચાવી બહાર કાઢી સુરત રે.પો.સ્‍ટે.માં લાવી તેનુ નામ ઠામ પુંછતા તેણે તેનુ નામ રૂપાબેન ડો/ઓ શીવધનસીંગ રાજપુત ઉં.વ.૨૨, ધંધો-ઘરકામ, રહે. સ્‍વસ્‍તીકી સોસાયટી, ત્રિકમનગર, સુરતની હોવાનુ જણાવેલ અને તા. ૦૮/૧૨/૧૩ ના રોજ પોતાના ઘરના સભ્‍યોને જાણ કર્યા વગર નિકળી આવેલ અને સુરત રેલ્‍વે સ્‍ટેશન પ્‍લે.નં.-૪ ના છેડા પાસે ઉભેલ તે દરમ્‍યાન અચાનક ચક્કર આવતા નીચે પડી ગયેલ અને ગભરાઇ ગયેલ અને અવાર-નવાર મગજની બિમારીના કારણે ઘરેથી નિકળી આવતી હોવાનુ જણાવતા તેના ભાઇ નામે ઘર્મેન્‍દ્રસીંગ શીવધનીસીંગ જાતે-રાજપુત નાનો ફોન નંબર મેળવી સંપર્ક કરતા તેઓ સુરત રે.પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ભાઇને સુપ્રત કરવામાં આવેલ છે.

 

 

                                                                                                       Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.