પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 7:19:05 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૨૪/૧૧/૧૩ થી તા. ૩૦/૧૧/૧૩ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૨/૧૩ તા. ૨૪/૧૧/૧૩ :-  

               આ કામે તા. ૨૪/૧૧/૧૩ ના ક. ૧૦/૩૦ વાગે સુરત રે.સ્‍ટે. વેસ્‍ટ મુસાફર ખાનામાં વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ ફરજ ૫ર હાજર હતા તે દરમ્‍યાન એક વૃઘ્‍ઘ મહિલા એકલા બેઠા બેઠા રડતા જોવામાં આવતા તેમની પુછ૫રછ કરતા તેઓએ તેમનુ નામ સુશીલાબેન વા/ઓ કાંતીલાલ જાતે-શાહ, ઉં.વ.૭૦, ઘંઘો-નિવૃત્‍ત, રહે. ડભોઇ માતા પોળ, ચકલા મોદી શેરી, જૈન દેરાસરની સામે, ડભોઇના હોવાનુ જણાવેલ અને પોતાનો પુત્ર મેહુલ કાંતીલાલ સુરત ખાતે રહેતો હોય તેને મળવા ડભોઇથી કરજણ થઇ ટ્રેન માર્ગે સુરત આવેલ અને છોકરાનુ સરનામુ ભુલી ગયેલ હોય રાતના સ્‍ટેશન ૫ર રોકાયેલ તેમ જણાવી પુત્રનો મોબાઇલ નંબર આ૫તા પુત્ર મેહુલનો સં૫ર્ક કરતા પોતે તેઓને લેવા વડોદરા નિકળી ગયેલ હોવાનુ જણાવી પોતાની ઓફિસમા કામ કરતા કર્મચારી અજય લાલાભાઇ માસ્‍ટ રહે. સરસ્‍વતી સ્‍કુલ, હની પાર્ક, અડાજણ, સુરતને મોકલતા હોય માતાજીને તેમની સાથે મોકલી આ૫વા જણાવતા તેઓ આવતા ખરાઇ કરી તેઓને તેમની સાથે મોકલેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૨/૧૩ તા. ૨૫/૧૧/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૪/૧૧/૧૩ ના ક. ૨૦/૦૦ વાગે સુરત રે.સ્‍ટે. મુસાફર ખાનામાં પો.કો. રમેશભાઇ શુકાજી નાઓ ફરજ ૫ર હાજર હતા તે દરમ્‍યાન એક બાળક એકલુ મળી આવતા તેની પુછ૫રછ કરતા તેણે તેનુ નામ ઇસ્‍તીયાક સ/ઓ સમસાદ જાતે-જાટ, ઉં.વ.૯, રહે. ગામ પાલ મદ્રેસા, સુરત, મુળ રહે. ગામ-ડુમરીયા, થાના નર૫તગંજ, જી. ઓરીસ્‍સા, બિહારનો હોવાનુ જણાવેલ અને પોતાને મદ્રેસામાં ભણવામા મન ન લાગતા આજરોજ તા. ૨૪/૧૧/૧૩ ના ક. ૦૭/૦૦ વાગે સવારે પેશાબ કરવાનુ બહાનુ કાઢી મદ્રેસામાંથી ભાગી આવેલાનુ જણાવતા મદ્રેસાનો સં૫ર્ક નંબર આ૫તા મદ્રેસાના સંચાલક સલાઉઘ્‍દીન સ/ઓ ઇબ્રાહીમ જાતે-કડુજી, ઉં.વ.૨૧, ઘંઘો-નોંકરી, રહે. પાલગામ, મકાન નં. ૫૨૦, મુસ્‍લીમ વાડ, સુરતનો સં૫ર્ક કરતા તેઓ પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરો તેઓને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૩)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૦૬/૧૩ તા. ૨૭/૧૧/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૬/૧૧/૧૩ ના ક. ૧૬/૪૫ વાગે સુરત રે.સ્‍ટે. મુસાફર ખાનામાં વુમન એએસઆઇ, જયાબેન જગમાલભાઇ બ.નં. ૫૬૩ નાઓ ફરજ ૫ર હાજર હતા તે દરમ્‍યાન એક છોકરી એકલી જોવામા આવતા તેની પુછ૫રછ કરતા તેણે તેનુ નામ ચંદ્રીકાબેન ડો/ઓ મહેન્‍દ્રભાઇ જાતે-લાડ, ઉં.વ.૧૪, રહે. ગામ ચાંગા, હરીજન ફળીયુ, તા. પેટલાદ, જી. આણંદની હોવાનુ જણાવેલ અને પોતાના ઓળખીતા દિનેશ કાંતીલાલ લાડ સુરત રહેતા હોય તેને મળવા માટે પોતાના ઘરેથી કોઇને ૫ણ કહયા વગર તા. ૨૫/૧૧/૧૩ ના નિકળી ગયેલ અને રાતના સુરત આવી સ્‍ટેશન ઉ૫ર રોકાયેલ તેમ કહી તેના પિતાનો સં૫ર્ક નંબર આ૫તા પિતા નામે મહેન્‍દ્રભાઇ લક્ષ્‍મણભાઇ લાડનો ટેલીફોનથી સં૫ર્ક કરતા તેઓ પો.સ્‍ટે.માં આવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેઓને રૂબરૂમાં સોંપેલ છે.

 

                                                                              Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.