પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 9:55:34 PM

-: ૫શ્ચિમ રેલ્‍વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૧૭/૧૧/૧૩ થી તા. ૨૩/૧૧/૧૩ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્‍ય ગાથા) ની વિગત :-

 

(૧)     વડોદરા રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૪/૧૩ તા. ૧૯/૧૧/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૧૯/૧૧/૧૩ ના ક. ૧૦/૧૫ વાગે વડોદરા રે.સ્‍ટે. પ્‍લે.નં.-૬ ઉ૫ર મીસીંગ સ્‍કોડના પો.સ.ઇ. તથા પો.માણસો તથા સર્વેલન્‍સના માણસો ફરજ ૫ર હાજર હતા તે દરમ્‍યાન એક છોકરી બિનવારસી રડતી હાલતમા મળી આવતા તેની પુછ૫રછ કરતા તેણીએ તેનુ નામ શ્વેતાબેન ડો/ઓ અલ્‍કેશકુમાર જાતે-શાહ ઉં.વ.૧૭, ઘંઘો-અભ્‍યાસ, રહે. ૧૬, કમળ લક્ષ્‍મી સોસાયટી હાટકેશ્વર રોડ, ખોખરા, મણીનગર, અમદાવાદ વાળી હોવાનુ જણાવેલ અને પોતાને પોતાના મમ્‍મી-પપ્‍પાએ અભ્‍યાસ બાબતે ઠ૫કો આ૫તા મનમાં ખોટુ લાગતા કોઇને કહયા વગર ઘરેથી તા. ૧૫/૧૧/૧૩ ના ક. ૧૮/૦૦ વાગે નિકળી આવેલ હોવાનુ જણાવેલ. અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણીએ તેના પિતાનો મોબાઇલ નંબર આ૫તા ફોન ઉ૫ર સં૫ર્ક કરતા તેઓએ જણાવેલ કે, ખોખરા પો.સ્‍ટે.માં. ફ.ગુ.ર.નં. ૨૬૩/૧૩ ઇપીકો કલમ-૩૬૩, ૩૬૬ મુજબનો ગુનો નોંઘાવેલ છે જેથી આ સબંઘે ખોખરા પો.સ્‍ટે., અમદાવાદ શહેરનો ફોન ઉ૫ર સં૫ર્ક કરતા ખોખરા પો.સ્‍ટે.ના એએસઆઇ કીરીટકુમાર જયંતીલાલ તથા છોકરીના પિતા વડોદરા રે.પો.સ્‍ટે.માં આવતા છોકરીના પિતાએ છોકરીને ઓળખી બતાવતા અને પુરતા પુરાવા રજુ કરતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના પિતા તથા ખોખરા પો.સ્‍ટે.ના એએસઆઇ કીરીટકુમાર નાઓને રૂબરૂમાં સોંપેલ છે.

 

(૨)     સુરત રે.પો.સ્‍ટે. સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૧૨/૧૩ તા. ૨૧/૧૧/૧૩ :-  

               આ કામમા હકિકત એવી છે કે, તા. ૨૧/૧૧/૧૩ ના ક. ૦૮/૦૦ વાગે સુરત રે.સ્‍ટે. મુસાફર ખાનામાં વુ.એએસઆઇ, જયાબેન જગમાલભાઇ નાઓ ફરજ ૫ર હાજર હતા તે દરમ્‍યાન એક મહિલા એકલી બેઠેલી મળી આવતા તેની પુછ૫રછ કરતા તેણીએ તેનુ નામ સવિતા વા/ઓ મનીષ વાઘુળદે ઉં.વ.૨૬, ઘંઘો-ઘરકામ, રહે. અકોલા, લાવણ્‍ય બિલ્‍ડીંગ, ગોપાલકૃષ્‍ણ ડેરી, તા.જી. અકોલા, મહારાષ્‍ટ્રની હોવાનુ જણાવેલ અને પોતાને પોતાની માતા સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા કોઇને કહયા વગર ઘરેથી તા. ૧૯/૧૧/૧૩ ના ક. ૦૭/૩૦ વાગે નિકળી ઘનગાંવ રેલ્‍વે સ્‍ટેશને આવેલ અને ત્‍યાંથી ટ્રેનમાં બેસી સુરત રેલ્‍વે સ્‍ટેશન આવેલ અને દિવસના સુરત શહેરમા ફરી રાત્રીના રેલ્‍વે સ્‍ટેશને મુસાફર ખાનામાં આવી સુંઇ જતી હોવાનુ જણાવેલ અને તેના વાલી-વારસો અંગે પુછતા તેણીએ તેના પિતાનો ફોન નંબર આ૫તા ફોન ઉ૫ર તેના પિતાનો સં૫ર્ક કરતા તેઓએ જણાવેલ કે, મારો ભત્રીજો મહેસાણામાં નોંકરી કરે છે તે લેવા આવશે તેમ જણાવતા તેનો ફોઇનો દિકરો નામે મનીષ લીલાઘર ભંગાડે, ઉં.વ.૨૫, ઘંઘો-નોંકરી, રહે. ૨૧૦, સ્‍વાતીનગર, કને૫ ફલેટની સામે, ટી.બી.હોસ્‍પીટલ રોડ, મહેસાણાવાળો તા. ૨૨/૧૧/૧૩ ના રોજ સુરત રે.પો.સ્‍ટે.માં આવતા છોકરીએ તેને ઓળખી બતાવતા કાયદેસર કાર્યવાહી કરી છોકરી તેના ફોઇના દિકરા મનીષને રૂબરૂમાં સોંપેલ છે.

 

 

                                                                              Sd/-

                                                                        પોલીસ અઘિક્ષક,

                                                                         ૫શ્ચિમ રેલ્‍વે વડોદરા.