-: ૫શ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની તા. ૦૧/૧૨/૧૩ થી તા. ૦૭/૧૨/૧૩ સુઘીના વિકની સારી કામગીરી (પોલીસ સાફલ્ય ગાથા) ની વિગત :-
(૧) સુરત રે.પો.સ્ટે. મીસીંગ એન્ટ્રી નં. ૧૬/૧૩ તા. ૧૬/૧૧/૧૩ :-
આ કામે તા. ૧૨/૧૧/૧૩ ના રોજ અરજદાર સંજયભાઇ શંકરલાલ ધનવાણી ઉં.વ.૩૮, રહે. ૯૩ સંકલ્પ રો હાઉસીંગ ગઢ કેનાલ રોડ, મીરા ભાગોળ, સુરત નાઓએ તા. ૧૬/૧૧/૧૩ ના રોજ સુરત રે.પો.સ્ટે.મા આવી અરજી આપેલ જેમા પોતાની પત્ની નામે ઉર્વીબેન સંજયભાઇ ધનવાણી ઉં.વ.૨૮, ધંધો-ઘરકામ, રહે. સદર તથા નાનો પુત્ર નામે નિલ સંજયભાઇ ઉં.વ.૯, રહે. સદર તથા જૈમીન સ/ઓ નરેશ ગાંધી ઉં.વ.૨૨, રહે. સદર કે જે મારા સાઢુભાઇના ભાઇનો દિકરો જેને અમોએ દતક લીઘેલ તેઓ ત્રણેય સુરતથી વલસાડ રે.સ્ટે. વચ્ચે મુસાફરી દરમ્યાન ગુમ થયેલાની જાહેરાત આપતા ઉ૫ર વિગતે મીસીંગ રજીસ્ટરે નોંઘ કરી તપાસ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. સુરત રે.પો.સ્ટે. તથા મીસીંગ સ્કોડના માણસોએ શરૂ કરેલ તપાસ દરમ્યાન ઉર્વીનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક કરતાં તેણે જણાવેલ કે, પોતે મુંબઇ છે જેથી તેને તેમના પતિએ ગુમ થયાની અરજી આપેલ હોય પો.સ્ટે.મા આવવા જણાવતા ત્રણે જણ પો.સ્ટે.મા આવતા તેઓના નિવેદન લેતા ઉર્વીએ પોતાના પતિ અપંગ હોય અને દારૂ પી કામ ધંધો કરતા ન હોય તેઓને સબક સીખવાડવા પોતે બોમ્બે પોતાની બહેનના ઘરે પોતાનો પુત્ર તથા જૈમીન સાથે ગયેલ અને બોમ્બેથી પરત આવેલ છે પોતે પોતાના પતિના ઘરે નહી પરંતુ પોતાની માતા સર્મીષ્ઠાબેન વા/ઓ વિનયકુમાર સાથે રહેવા માગતા હોય કાયદેસર કાર્યવાહી કરી ત્રણેયનો કબજો તેઓની માતાને સોંપેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૭/૧૩ તા. ૦૫/૧૨/૧૩ :-
આ કામમા હકિકત એવી છે કે, તા. ૦૫/૧૨/૧૩ ના રોજ ક. ૧૨/૪૫ વાગે સુરત રે.પો.સ્ટે.માં નરેશભાઇ બાબુભાઇ જાતે-નાયકા, ઉં.વ.૩૨, ધંધો-મજુરી, રહે. ગામ દેલવાડા નારણ ફળીયું, તા.મહુવા, જી. સુરતનાઓ તા. ૨૯/૧૧/૧૩ ના રોજ રાજસ્થાનથી ટ્રેન માર્ગે પોતાના બનેવી નામે મહેશભાઇ બાબુભાઇ રહે. ઉ૫ર મુજબની સાથે સુરત આવેલા અને તા. ૩૦/૧૧/૧૩ ના રોજ સુરત રેલ્વે સ્ટેશનેથી કયાંક ચાલ્યા ગયેલ જેની તપાસ કરતા મળેલ નહીં. જે અંગે આવી અરજી આ૫તા ઉ૫ર વિગતે નોંઘ કરી તપાસ શ્રી એ.કે. ભાભોર પો.સ.ઇ. મીસીંગ સ્કોડ તથા માણસોએ કરતા તેઓને સાથે રાખી સુરત રેલ્વે સ્ટેશન વિસ્તાર તથા આજુ-બાજુમા તપાસ કરતા સુરત રેલ્વે સ્ટેશન અવાવરૂ યાર્ડ વિસ્તારમાં ઉત્તર તરફના પાર્સલ ઓફીસની બાજુના ટેકરા ઉ૫રથી ગુમ થનાર મહેશભાઇ મળી આવતા તેને પુછ૫રછ કરતાં તેઓએ જણાવેલ કે પોતે દારૂ પીવાની ટેવ હોય અને ઘણી વખત ઘરેથી નિકળી જઇ ૫રત જતો હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી ગુમ થનાર મહેશભાઇને તેમના બનેવી નામે નરેશભાઇને સુપ્રત કરવામાં આવેલ છે.
Sd/-
પોલીસ અઘિક્ષક,
૫શ્ચિમ રેલ્વે વડોદરા.