-: સને-૨૦૧૭ ના વર્ષમાં માહે. એપ્રિલ/૧૭ ના માસમાં પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા દ્વારા કરેલ સારી કામગીરી :-
ખુન :-
(૧) વલસાડ રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૦૨, ૨૦૧, ૧૧૪, ૧૨૦(બી) મુજબનો ગુનો તા. ૦૩/૦૮/૧૬ ના ક. ૨૨/૧૫ વાગે દાખલ થયેલ અને ગુનો વણ શોધાયેલ રહેતા ગુનાના આરોપીને શોધી કાઢવા માટે અમારા તથા શ્રી તરૂણ બારોટ નાયબ પોલીસ અધિક્ષક પ.રે. વડોદરાના સીધા માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે. રાજપુત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. વડોદરા નાઓના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. શ્રી ડી.જે. પટેલ તથા તેઓની સાથે પાંચ પોલીસ કર્મચારીઓની સ્પેશ્યલ ટીમ બનાવી વેસ્ટ બંગાલ રવાના કરેલ તેઓએ કલકત્તા હાવડા બ્રીજ પાસે આવેલ મનીષ હોટલમાંથી આરોપી મહંમદરફીક ઇકબાલ શેખ રહે. લીંબાયત, ખાનપુરા, મદીના મસ્જીદ પાસે, સોહેલ ટી સેન્ટરની ઉપર, સુરત વાળાને તા.૧૧/૦૪/૨૦૧૭ ના રોજ કલાક ૧૮/૧૫ વાગે પકડી તા. ૧૨/૦૪/૧૭ ના રોજ હાવડા ચીફ કોર્ટમાં રજુ કરી દિન-૫ ના ટ્રાન્જીકશન રીમાન્ડ મેળવી આરોપીને કલકત્તાથી તા. ૧૪/૦૪/૧૭ ના રોજ વલસાડ ખાતે લાવી તા. ૧૫/૦૪/૧૭ ના રોજ નામદાર કોર્ટમાં રજુ કરી દિન-૧૪ ના પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે સદર આરોપીના દિન-૭ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરતા સદર ગુનાના કામે અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ ? તે બાબતે તથા આરોપીએ પોતાની પત્નીનુ મૃત્યુ કેવી રીતે નિપજાવેલ છે તે બાબતે પકડાયેલ આરોપીની ઉંડાણ પુર્વક પુછપરછ કરી તપાસ કરતા ઉપરોકત આરોપીએ પોતાની પત્ની પરવીનબીબીનુ મોંત નિપજાવવા માટે અગાઉથી પુર્વયોજીત કાવતરૂ રચી પોતાની પત્નીને તેના ઘરેથી પ્રથમ સુરત રેલ્વે સ્ટેશન લાવેલ અને ત્યાર બાદ દિલ્હી ગેટ પાસે પોતાના મિત્ર ઇરફાન સ/ઓ રફીક શેખ ઉં.વ.૨૬ રહે. ભેસ્તાન બિલ્ડીંગ નંબર-૧૪૭ રૂમ નંબર-૯ સુરત મુળ રહે. ગામ એરોડલ, મુલ્લાબાડા મહોલ્લો, મહારાષ્ટ્ર વાળાની રીક્ષામાં બેસાડી ઉન પાટીયા આવેલ અને ત્યાંથી આરોપીએ પોતાની અગાઉની પત્ની રૂહીસ્તા વા/ઓ ઉમર ખૈયમ અજીમ જાતે-ખાડીકર ઉં.વ.૨૯, રહે. મયુર ટોકીઝની બાજુમાં લીમ્બાયત સુરત મુળ રહે. ચીપલુન તા.જી. રત્નાગીરી મહારાષ્ટ્ર વાળીને પણ સદર રીક્ષામાં બેસાડી હાઇ-વે ઉપર થઇ ઉદવાડા-વાપી જકાતનાકા બ્રીજ પાસે આવી પેશાબ કરવાના બહાને રીક્ષા બ્રીજની સાઇડમાં ઉભી રાખી રીક્ષામાં રાખેલ લોખંડનો સળીયો કાઢી પરવીનબીબીને હાથે પગે, શરીરે લોખંડના સળીયાથી માર મારી ઇજા પહોંચાડી એક બીજાની મદદગારીથી તેનુ ખુન કરી નાખી લાશને રેલ્વે અકસ્માતમાં ખપાવવા માટે વાપી અને ઉદવાડા રેલ્વે સ્ટેશન વચ્ચે ડાઉન રેલ્વે લાઇન કી.મી.નં. ૧૭૩/૨૪-૨૪ વચ્ચે મુકી ગુનો કરી નાસી ગયેલાનો ભેદ પકડાઇ ગયેલ મુખ્ય આરોપીની પુછપરછ તપાસ દરમ્યાન ખુલતા ઉપરોકત જણાવેલ બન્ને આરોપીઓ તથા મુખ્ય આરોપીની બહેન ફાતીમા જાવેદખાન અબઝલ પઠાણ ઉં.વ.૩૦ રહે. મારૂતીનગર પ્લોટ નં.૧૮૬ લીમ્બાયત સુરત વાળીએ પણ મદદગારી કરેલ હોય સદર ત્રણેય આરોપીઓની મદદગારીથી આરોપીએ પોતાની પત્ની પરવીનબીબીનુ આયોજનબદ્ધ રીતે કરેલ ખુનના ગુનામાં ઉપરોકત ત્રણેય આરોપીઓને પણ તા. ૧૯/૦૪/૧૭ ના કલાક ૨૧/૨૦ વાગે અટક કરી તપાસ દરમ્યાન ખુનના ઉપરોકત ગુનામાં સંડોવાયેલ બીજા ત્રણ સહ આરોપીઓનો ભેદ ઉકેલવાની ઉમદા અને સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
લુંટ :-
વડોદરા રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૯/ર૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબના ગુનામાં તા. ૩૧/૦૩/૧૭ ના રોજ ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન એકસ. ટ્રેનના કોચ નં. એસ/૬ માંથી ફરિ.શ્રીની પત્નીના માથા નીચે રાખેલ લેડીઝ પર્સની ચોરી કરી લઇ જનાર આરોપીઓ નામે (૧) ફીરોજ અબ્દુલ રાઠોડ ઉં.વ. ૩૦ ધંધો-રીક્ષા ડ્રાઇવર હાલ રહે. કોસાડ આવાસ એચ-ર/૧૫૮ બી-૫ અમરોલી સુરત મુળ રહે. ભોજ તા. પાદરા જી. વડોદરા (૨) સરફરાજ અબ્બાસભાઇ પરમાર ઉ.વ.૨૬ રહે.લીંબાયત, ઉધના સુરત મુળ રહે.ગામ-બુવા તા.આમોદ જી.ભરૂચ (૩) તોસીફ મજીદભાઈ પઠાણ ઉ.વ.૧૯ રહે.લીંબાયત, ઉધના, સુરત વાળાઓને અટક કરી લુંટમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા કાયદાના સંધર્ષમાં આવેલ બાળક સાજીદભાઈ નિઝામભાઈ રાઠોડ ઉ.વ.૧૭ અને ૧૧ માસ)/૨૦૧૭ રહે.મુ.પોસ્ટ-ભોજ તા.પાદરા જી.વડોદરાવાળાને ડીટેઈન કરી જ્યુવેનાઈલ કોર્ટમાં મોકલી આપેલ. તેમજ ઉપરોકત પકડાયેલ ત્રણેય આરોપીઓએ વડોદરા રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૧/૧૭ ઇ.પી.કો. કલમ-૩૯૨, ૧૧૪ મુજબના ગુનામાં પણ તેઓએ ભેગા મળી કચ્છ એકસ.ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન આવતાં પહેલાં રેલ્વે યાર્ડમાં ટ્રેન ઉભી રહેતાં બારીમાંથી હાથ નાંખી બળજબરી પુર્વક ફરિ.શ્રીનો મો.ફોન કિં.રૂ. ૧૧,૯૯૮/- ની મત્તાનો લુંટ કરી લઇ ગયેલ હોય તેઓને અટક કરી મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
મો.ફોન ચોરી :-
(૧) વડોદરા રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૨/ર૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના ગુનામાં આરોપી નામે સોનુ ઉર્ફે સંજીતકુમાર દામાકાંતસીંગ ઉં.વ.૨૪, રહે. દક્ષીણ ટોલા, મણીયાર, બલીયા બાસકી (યુ.પી.) વાળાને તા. ૨૮/૦૪/૧૭ ના કલાક ૨૨/૧૫ વાગે અટક કરી રૂ. ૧૦,૦૦૦/- નો મો.ફોનનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે. તથા સદર આરોપીની પુછપરછ દરમ્યાન વડોદરા રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૩/૧૭ તથા ફ. ગુ.ર.નં. ૧૦૪/૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના બીજા બે ગુનામાં અટક કરી કુલ રૂ. ૧૭,૫૨૯/- ના મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે.
(૨) ભરૂચ રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૭/ર૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના ગુનામાં આરોપી નામે સુનીલ રાજુભાઇ રાઠોડ ઉં.વ.૨૦, રહે. મકાન નં. ૨/૫૧૨૯ સેફી મહોલ્લો, ભઠ્ઠી મહોલલાની પાસે રૂસ્તમપુરા પોલીસ ચોકીની પાસે ખારો મહોલ્લા સુરત વાળાને તા. ૨૭/૦૪/૧૭ ના કલાક ૧૮/૩૫ વાગે અટક કરી ચોરી કરેલ રૂ. ૧૮,૦૦૦/- ના મો.ફોનનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે. તથા સદર આરોપીની પુછપરછ દરમ્યાન ભરૂચ રે.પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૮/૧૭ તથા ફ. ગુ.ર.નં. ૪૯/૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના બીજા બે ગુનામાં અટક કરી ચોરી કરેલ બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૧,૭૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) :-
(૧) સુરત રે.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૯/૨૦૧૭ તા. ૨૪/૦૪/૧૭ ના કામની બે શકમંદ સ્ત્રીઓ (૧) પુંજા રાહુલ નટ, ઉં.વ.૩૦, રહે. સંતોષનગર, ઝુંપડપટ્ટી, નવાગામ, ડીંડોલી, સુરત મુળ રહે. રાણી જી. પાલી, રાજસ્થાન તથા (ર) લતા ડો/ઓ ચંદ્રકલા નટ, ઉં.વ.૩૦, રહે. સદર વાળી બન્ને સ્ત્રીઓ પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૪૦ કિંમત રૂ. ૪,૧૫,૦૦૦/- ના મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબજે કરી બન્ને સ્ત્રીઓને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે.
એન.ડી.પી.એસ.ના ગણનાપાત્ર કેસ :-
(૧) સુરત રે.પો.સ્ટે. II.ગુ.ર.નં. ૩૦૦૬/૧૭ ના કામે તા. ૦૧/૪/૧૭ ના કલાક ૧૮/૧૫ વાગે સુરત રે.સ્ટે. પ્લે નં ૧ ના ઉત્તર છેડા પાસે ટ્રેન નં ૧૨૮૪૩ પુરી અમદાવાદ એક્સ ટ્રેનના એન્જીન પછીના બીજા નંબરના જનરલ કોચ નં ૧૪૪૩૨ ના ટોયલેટમાંથી ૭૨.૪૫૦ કિલોગ્રામ ગાંજો કિંમત રૂ. ૪,૩૪,૭૦૦/- નો જથ્થો બીનવારસી હાલતમાં મળી આવેલ છે.
(૨) સુરત રે.પો.સ્ટે. II.ગુ.ર.નં. ૩૦૦૭/૧૭ ના કામે તા. ૦૪/૪/૧૭ ના કલાક ૧૧/૦૫ વાગે સુરત અને ઉત્રાણ રે.સ્ટે. વચ્ચે તાપી નદીના રેલ્વે બ્રીજ પહેલા માલીયાવાડ ઝુંપડપટ્ટી સામે ટ્રેન નં ૧૮૪૦૧ પુરી-ઓખા એક્સ.ના કોચ નં. એસ/૭ માંથી ઉતરવા જતા દરમ્યાન (૧) ગાયત્રી W/O બલીસ્ટમ ભિખારી જાતે.શાહુ ઉવ.૨૦ ધંધો. ઘરકામ રહે, ગામ કાનાકુટુરૂ થાના બુયુડા જી. ગંજામ (ઓરીસ્સા) (૨) કુમારી W/O ચંદર વર્જ જાતે. મલીક ઉવ. ૫૦ ધંધો.ઘરકામ રહે. સચીના દિગાપાડા થાના કોદલા જિ.ગંજામ ઓરીસ્સા (૩) બસંતી W/O પ્રમોદ ઉદય જાતે. રઉત (રાયક) ઉવ. ૪૫ ધંધો. ઘરકામ રહે, હાથાતોતા શાહી થાના કોદલા જિ.ગંજામ રાજ્ય ઓરીસ્સા વાળાઓને પકડી ૬૮ કિલો ગ્રામ ગાંજો કિ.રૂ. ૪,૦૮,૦૦૦/-, પેકીંગ મટીરીયલ કિ.રૂ. ૬૦૦/-, રૂ. ૭,૫૦૦/- ની કરન્સી નોટો, સેમસંગ કંપનીનો મો.ફોન કિ.રૂ. ૧૦૦૦/- રેલ્વે ઇ-ટિકિટ, ઇલેક્શનકાર્ડ વિ.મળી કુલ રૂ. ૪,૧૭,૧૦૦/- નો જથ્થો પકડી ઉપર મુજબ ગુનો દાખલ કરેલ છે.
(૩) વડોદરા II ૩૦૫૬/૨૦૧૭ NDPS એક્ટ-૮ (સી), ૨૦(બી) મુજબના કામે તા ૨૨/૪/૧૭ ના કલાકઃ ૧૨/૦૫ વાગે ટ્રેન નં.૧૨૮૪૩ પુરી- અમદાવાદ એક્સ. ટ્રેન મિયાગામ કરજણ રેલ્વે સ્ટેશનથી પસાર થયા બાદ કોચ નં.S/8 ના પુર્વ બાજુના સંડાસ માંથી ૫૨.૬૦૦ કીલોગ્રામ ગાંજો કિ.રૂ/-૩,૧૫,૬૦૦ /- તથા પેકીંગ મટીરીયલ કિંમત રૂ/- ૦૦/૦૦ તથા ૩ મોટી સાઇઝના થેલાઓ કિમત રૂ.૭૦૦/- નો જથ્થો બીનવારસી હાલતમાં મળી આવેલ છે.
પ્રોહી.ના ગણનાપાત્ર કેસ :-
(૧) સુરત III. ૫૦૬૭/૧૭ ના કામે તા. ૦૮/૦૪/૧૭ ના રોજ દેશીદારૂ ટેંગો પંચ તથા બિલ્લુ દેશીદારૂ સંત્રાની ૯૦ ML ની તથા ૧૮૦ ML ની બોટલો મળી કુલ નંગ-૩૦૮૮ કુલ કિ.રૂ. ૯૪,૯૮૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
ગુમ થયેલ બાળકો/વ્યકિતઓને શોધવાની કામગીરી :-
અત્રેના યુનિટમાં વડોદરા તથા સુરત ખાતે કાર્યરત મીસીંગ સ્કોડ તથા પો.સ્ટે.ના કર્મચારીઓ દ્વારા રેલ્વે સ્ટેશન ઉપરથી સને-૨૦૧૭ ના વર્ષમાં માહે. એપ્રિલ/૨૦૧૭ ના માસમાં ૧ બાળક, ૪ સ્ત્રી, ૧ પુરૂષ સહિત કુલ ૬ બિનવારસી બાળકો/સ્ત્રીઓ/પુરૂષો મળી આવતા તેઓના વાલી-વારસોનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરી સુપ્રત કરવામાં આવેલ છે.
ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પોતાની મુસાફરી બ્રેક ન કરવી પડે તે માટે પેસેન્જરોની ટેલીફોન વર્ધી આધારે ચાલુ ટ્રેનમાં જ લેવામાં આવેલ ફરીયાદની વિગત
અ.નં.
|
માસ
|
મળેલ વર્ધીની સંખ્યા
|
વર્ધી અન્વયે લીધેલ ફરીયાદની સંખ્યા
|
રીમાર્કસ
|
૧
|
એપ્રિલ/૧૭
|
૪૪
|
૪૪
|
|