પશ્ચિમ રેલ્વે પોલીસ જિલ્લો મુંબઇ રાજય સમયે સને ૧૯૩૩માં શરૂ કરવામાં આવ્યો હતો.
તા.૦૧-૦૫-૧૯૬૦ના રોજ ગુજરાત રાજયની સ્થાપના થયા બાદ પશ્ચિમ રેલ્વેનું મુખ્ય મથક
મુંબઇ ખસેડી વડોદરા ખાતે લાવવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વે પોલીસ જિલ્લમાં કુલ-૪ સબ
ડીવીઝન છે. જેના મુખ્ય મથકો અનુક્રમે (૧) વડોદરા (ર) અમદાવાદ અને (૩) રાજકોટ (૪) સુરત
છે. આ ચારેય સબ ડીવીઝનોમાં નાયબ પોલીસ અધિક્ષકની કક્ષાના અધિકારી ફરજ બજાવે છે. જેમની
મુખ્યત્વે ફરજ તેમના વિભાગમાં આવેલ ગુજરાતના રેલ્વે સ્ટેશનો પર સ્થિત પોલીસ સ્ટેશનોમાં
કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની છે.
ગુજરાત સરકારશ્રીનાં ગૃહ વિભાગ, ગાંધીનગર નાઓનાં ઠરાવ ક્રમાંક: મહક/૧૦૦૯/૩૮૮૯/સ આધારે
ગુજરાત રેલ્વેઝ, (પશ્વિમ રેલ્વે ) નું બે ઝોનમાં વિભાજન થતા નવી કચેરી પોલીસ અધિક્ષક
પશ્વિમ રેલ્વે, અમદાવાદ બનાવવામા આવી. પશ્વિમ રેલ્વે, પોલીસ અધિક્ષક અમદાવાદ ની કચેરી
જાન્યુઆરી/૨૦૧૧ થી કાર્યરત થયેલ છે. પશ્વિમ રેલ્વે અમદાવાદ વિભાગમાં (૧) અમદાવાદ અને
(ર) રાજકોટ વિભાગીય અધિકારીની કચેરી કાર્યરતછે.
પશ્વિમ રેલ્વે, પોલીસ અધિક્ષક વડોદરા વિભાગમાં (૧) વડોદરા અને (૨) સુરત વિભાગીય અધિકારીની
કચેરી કાર્યરત છે.
|